________________
સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
૧ ૧૭ છે કે કવિએ પોતાને આચાર્યની પદવી મળી તે પછી આ કાવ્યની રચના કરી છે. કાવ્યમાં એની રચનાતાલ અપાઈ નથી, પરંતુ ખરતર ગચ્છની પટ્ટાવલી જોતાં જણાય છે કે વિ. સં. ૧૩૯૦માં શ્રી જિનપદ્મસૂરિને આચાર્યની પદવી અપાઈ હતી. વિ.સં. ૧૪૦૦માં તેઓ કાળધર્મ પામ્યા હતા. એટલે વિ.સં. ૧૩૯૦ થી વિ.સં. ૧૪૦૦ સુધીના દાયકામાં ક્યારેક આ ફાગુકાવ્યની રચના થયેલી છે એમ માની શકાય. ભવિષ્યમાં કદાચ અન્ય પ્રમાણો ઉપલબ્ધ થતાં આ ફાગુકાવ્યની રચના સંવત નિશ્ચિતપણે જાણી શકાય. આ કાવ્યમાં એના રચનાસ્થળનો નિર્દેશ પણ થયો નથી. પરંતુ એ કાળે ખરતરગચ્છના સાધુઓનો વિહાર મુખ્યત્વે રાજસ્થાનમાં રહ્યો હતો. એટલે સંભવ છે કે રાજસ્થાનમાં કોઈક સ્થળે કવિએ આ કાવ્યની રચના કરી હશે.
આ ફાગુકાવ્ય માટે શ્રી જિનપદસૂરિએ સ્થૂલિભદ્રનું કથાવસ્તુ પસંદ કર્યું છે. સ્થૂલિભદ્ર અને કોશાના પૂર્વ જીવનના પ્રણયસંબંધને કારણે એમાં શૃંગારરસના નિરૂપણને અવકાશ રહે છે. પરંતુ કવિએ સ્થૂલિભદ્રના મુનિ તરીકેના જીવનથી કાવ્યની માંગણી કરી છે. અલબત્ત, કોશાના મનમાં હજુ એ જ કામવાસના પડેલી છે. એટલે અંશે એમાં શૃંગારરસના આલેખનને અવકાશ રહે. વસંત ઋતુ શૃંગારરસના ઉદ્દીપન માટે નિમિત્ત બની શકે. પરંતુ અહીં તો વર્ષા ઋતુમાં સાધુ યૂલિભદ્ર ચાતુર્માસ માટે કોશાને ત્યાં પધારે છે. એટલે કવિએ વસંત- વર્ણનને બદલે વર્ષોવર્ણનને કાવ્યમાં સ્થાન આપ્યું છે.
કથાવસ્તુના નિરૂપણ અનુસાર આ કાવ્યની રચના સાત ભાસની ૨૭ કડીમાં થયેલી છે. પ્રત્યેક ભાસમાં એક કડી દૂહાની અને ત્યારપછી થોડીક કડીઓ રોળા છંદની છે. ફાગુકાવ્યની રચના “ભાસ” માં વિભક્ત કરવાની આ પરંપરા પછીના સમયમાં બહુ પ્રચલિત રહી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org