________________
૧૨૦
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦
--
સ્થૂલિભદ્ર અને કોશાનું પુનર્મિલન થાય છે. પરંતુ હવે બંનેના મનના ભાવ ભિન્ન ભિન્ન છે. કોશાના મનમાં પૂર્વ પ્રણયની લાગણીઓ છે. સ્થૂલિભદ્ર હવે વિરક્ત સાધુ થયા છે. માનવમનની દૃષ્ટિએ આ મોટો કસોટીનો કાળ છે. જેની સાથે બાર વર્ષ સુધી રહીને પ્રણયજીવન માણ્યું હોય એ જ પ્રિયપાત્ર સાથે યુવાન સાધુ તરીકે સ્થૂલિભદ્ર એકાંતમાં દિવસરાત રહેવા જાય તો પૂર્વના સંસ્મરણો તાજાં ન થાય ? ફરીથી એવી લાગણીઓ ન સળવળે ? કોશાના પ્રણય માટેના પ્રયાસો હોય તો યુવાન પુરુષ એની સામે તન અને મનથી કેટલી વાર સુધી ટકી શકે ? આવા પ્રશ્નો ઉદ્ભવે એ સ્વાભાવિક છે. પરંતુ સ્થૂલિભદ્રની મહત્તા જ એ છે કે તેઓ આવાં પ્રલોભનોની સામે વજ્રની જેમ ટકી રહે છે. આ ઐતિહાસિક પ્રસંગે કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચે જે ખરેખર સંવાદ થયો હશે તેની તો ખબર નથી, પણ કવિઓએ પોતપોતાની સૂઝ અને શૈલીથી એ નિરૂપવાનો પ્રયાસ કર્યો છે. જિનપદ્મસૂરિએ આ ફાગુમાં એ બંનેના મુખમાં જે કેટલીક ઉક્તિઓ મૂકી છે તે જુઓ :
કોશા પૂછે છે ઃ
બારહ વિરસહં તણઉ નેહુ કિણિ કારણિ છંડિઉં, એવડુ નિષ્ઠુરપણઉ કંઇ મંસિઉ તુમ્હેિ મંડિઉ. એનો ઉત્તર આપતાં સ્થૂલિભદ્ર કહે છે :
થૂલિભદ્ર પભણેઇ વેસ અહ ખેદુ ન કીજઇ, લોહિહિ ઘડિયઉ હિયઉ મજ્જ, તુહ વર્યાણ ન ભીંજઇ– કોશા કહે છે.
મહ વિલયંતિય ઉવવર નાહ અણુરાગ ધરીજઇ, એરીસુ પાવસુ કાલુ સયલુ મુસિઉ માણીજઇ. સ્થૂલિભદ્ર તેનો સચોટ આધ્યાત્મિક માર્મિક ઉત્તર આપતાં કહે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org