________________
સ્વતંત્રતાનો સુવર્ણમહોત્સવ કેટલાક સમય પહેલાં ભારતે પોતાની સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ સારી રીતે ઊજવ્યો. પાકિસ્તાનની ઉજવણીમાં નહોતી એવી રોનક કે નહોતો એવો ઉત્સાહ. બંગલા દેશમાં તો ૧૫ મી ઓગસ્ટ એટલે શેખ મુજિબુર રહેમાનની હત્યાનો દિવસ. અલબત્ત, સ્વતંત્ર ભારત માટેનું ગાંધીજીનું જે સ્વપ્ન હતું તે સાકાર થયેલું ન જણાય. આઝાદીના જંગમાં ઝૂકાવનાર અને પોતાના જીવનને હોડમાં મૂકનાર, પોતાનાં અંગત સુખોનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સૈનિકોને વર્તમાન ભારતીય રાજકારણથી સર્વથા અસંતોષ હોય, બલ્લે તે માટે આક્રોશ હોય એ સમજી શકાય એમ છે. હાલ એવા સ્વાતંત્ર્ય સૈનિકો દેશની વસતિના દસ ટકા જેટલા પણ નહિ રહ્યા હોય. તેઓને પૂછવામાં આવે તો કહેશે કે આ સુવર્ણ મહોત્સવ ખરો, પરંતુ એ સુવર્ણ તે બાવીસ કે ચોવીસ કેરેટનું નહિ, પણ બાર ચૌદ કેરેટનું ગણાય. દેશ ગુલામીમાં જકડાયેલો હતો, ગરીબી અને બેકારી હતી છતાં એ વખતે ભારતીય પ્રજાની જે રાષ્ટ્રીય ભાવના હતી, ત્યાગ, સેવા, સંયમ અને પ્રામાણિકતાનું વાતાવરણ હતું તેમાનું કશું જ આજે જોવા નથી મળતું. એ જમાનો જીવવા જેવો હતો. ગાંધીજીનું નેતૃત્વ સૌને માટે અત્યંત પ્રેરણારૂપ હતું.
ભવિષ્યમાં ભારતની સ્વતંત્રતાની શતાબ્દીનો મહોત્સવ જ્યારે ઊજવાશે ત્યારે તો કોઇ સ્વાતંત્ર્ય સૈનિકો વિદ્યમાન નહિ હોય. ત્યારે પરિસ્થિતિની જાતઅનુભવને આધારે સરખામણી કરનાર કોઈ નહિ હોય. પરંતુ ભારત જો સવેળા જાગ્રત થઈ જાય તો એનો શતાબ્દી મહોત્સવ દુનિયામાં નમૂનારૂપ, પ્રેરણારૂપ બની રહે. રશિયામાં ૧૯૧૭ની લોહિયાળ ક્રાન્તિ પછી થયેલા સોવિયેટ યુનિયનના સર્જન એક ઉત્તમ રાજ્યવ્યસ્થાની આશા આપી હતી, પરંતુ તે એક સૈકા જેટલો સમય પણ ટકી ન શકી. શતાબ્દી મહોત્સવ પહેલાં ભારત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org