________________
સમયસુંદર વિશે શોધપ્રબંધ
૧૦૭
મહોત્સવો વિશે જે છૂટીછવાઈ માહિતી સાંપડી હોય તેને ક્રમાનુસાર ગોઠવવાથી એમના જીવનની મહત્ત્વની રૂપરેખા તૈયાર કરી શકાય છે. સમયસુંદરે ઘણી બધી કૃતિઓની રચના કરી હોવાથી એમના વિશે મળતી માહિતીનું પ્રમાણ ઠીક ઠીક છે. સમયસુંદરે પોતે પોતાની રાકૃતિ “સીતારામ ચોપાઈ'માં પોતાના જન્મસ્થળ સાચોરનો નિર્દેશ કર્યો છે. મુજ જનમ શ્રી સાચોરમાંહી,
તિહાં આર માસ રહ્યાં ઉચ્છાહિ; તિહાં ઢાલ એ કીધી એકે જ,
કહે સમયસુંદર ધરી (જ. સમયસુંદરે લગભગ ૯૦ વર્ષ જેટલું દીયુષ્ય ભોગવ્યું હતું. વિ. સં. ૧૭૦૨માં ચૈત્ર સુદ ૧૩ના દિવસે-મહાવીર જયંતીના દિવસે તેઓ અનશન કરવાપૂર્વક કાળધર્મ અમદાવાદમાં, હાજા પટેલની પોળના ખરતર ગચ્છના ઉપાશ્રયમાં પામ્યા હતા, એ વિશે એમના એક પ્રશિષ્ય કવિ રાજસોમે નિશ્ચિત નિર્દેશ કર્યો છે.
અણસણ કરી અણસાર, સંવત સંતરસય બીડોરે;
અમદાવાદ મઝાર, પરલોક પહંતા હો ચૈત્ર સુદ તેરસે. સમયસુંદરનો કવનકાળ છ દાયકા જેટલો સુદીર્ઘ હતો. એમણે વિ. સં. ૧૬૪૧માં “ભાવશતક'ની રચના કરી હતી અને છેલ્લે વિ. સં. ૧૭૦૦માં દ્રૌપદી ચોપાઈ'ની રચના કરી હતી. આ પરથી જોઈ શકાય છે કે સમયસુંદર સતત સાહિત્યસર્જન કરતા રહ્યા હતા. જિનકુશલસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનસિંહસૂરિ, સમયરાજ જેવા મહાત્માઓના સાન્નિધ્યમાં ઉજ્વળ અને ઉલ્લાસમય જીવન પસાર કરનાર અને ઘણી ખ્યાતિ મેળવનાર સમયસુંદરનાં અંતિમ વર્ષો એટલાં ઉલ્લાસમય નહોતાં પસાર થયાં એવું એમની કૃતિઓમાંથી જોવા મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org