________________
સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ
૧૦૧ એટલો વ્યવહાર સ્થપાયો નથી. બીજી બાજુ એ રાજ્યો માટે થોડા માઈલના અંતરે જ ચીની રાજ્ય અને બર્મી રાજ્ય છે. ભાષા અને નૃવંશશાસ્ત્રની દષ્ટિએ, તથા મોંગોલિયન મુખાકૃતિ વગેરેની દષ્ટિએ એમની સાથે તેઓનું સામ્ય છે. એટલે તેના પ્રભાવ હેઠળ તેઓ આવે એ સ્વાભાવિક છે. એટલે પૂર્વનાં એ રાજ્યોને ભારતની સાથે એકરૂપ બનાવવા માટે સાંસ્કૃતિક તથા વહીવટી દષ્ટિએ વિવિધ યોજનાઓ થવી જોઇએ. દિલ્હી સુધી પહોંચવું એ ત્યાંની ગરીબ પ્રજા માટે સ્વપ્નસમાન છે. દિલ્હી સાથે તેઓની આત્મીયતા ઓછી રહે એ સ્વાભાવિક છે એટલે એ રાજ્યોની પ્રજાને ભારતના વિવિધ ભાગોમાં આવવાની અને ભળવાની તક મળે એ માટે વિશાળ ધોરણે આયોજનો થવાં જોઈએ. વહીવટી દષ્ટિએ મને એમ લાગે છે કે કેન્દ્ર સરકારનાં જે વહીવટી ખાતાં ફક્ત દિલ્હીમાં છે તેમાંથી કેટલાંકના પેટા વિભાગ દક્ષિણમાં અને પૂર્વમાં સ્થાપવાં જોઇએ કે જેથી પ્રજા નિકટતાનો અનુભવ કરી શકે. સુપ્રીમ કોર્ટ ફક્ત દિલ્હીમાં જ છે. પરંતુ બેંગલોર (કે માયસોર)માં તથા ગોહાટીમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવાથી વહીવટી ખર્ચ વધશે, પરંતુ એ પ્રદેશોની પ્રજાની કેન્દ્ર સરકાર સાથે આત્મીયતા સધાશે. આવાં બીજાં સંખ્યાબંધ ખાતાંઓ વિશે વિચાર કરી શકાય. ઝડપી ટ્રેનો દ્વારા ત્યાં સુધીની અવરજવર વધારી શકાય અને પર્યટન કેન્દ્રો સ્થાપીને એને વિકસાવી શકાય. પાર્લામેન્ટનાં કેટલાંક સત્રો ગોહાટી અને બેંગલોરમાં યોજાવાં જોઇએ.
ગાંધીજીએ સ્વરાજ માટેની ચળવળ ઉપાડી ત્યારે એની સાથે જ સુરાજ્ય માટેની ઝુંબેશ પણ ચાલુ કરી દીધી હતી. ગાંધીજીએ દેશને આબાદ બનાવવા માટે રચનાત્મક કાર્યક્રમો પણ આપ્યા હતા અને એ બધા રચનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી પૂર્વે જ થઈ ગયો હતો. પરંતુ કમનસીબે સ્વતંત્ર સરકારની રચના પછી રચનાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org