________________
अन्ने हरंति तं वित्तं
૨૫ છે. નિઃસંતાન માણસોના ધન પર ઘણાંની નજર રહે છે. કેટલાકની નજર ક્યારે ને કેવી રીતે એમાં કામ કરી જાય છે એ તો પરિણામ પછી જ સમજાય છે અથવા તે પણ અકળ રહે છે.
પોતાનું સારી, સાચી રીતે કમાયેલું ધન હરાઇ જવાના કિસ્સા પણ કેટકેટલી જાતના બને છે. જૂના વખતમાં જમીનમાં દાટેલું ધન જાણભેદુ ચોરો કાઢી જતા. વર્તમાન સમયમાં દુનિયામાં કેટલીયે પેઢીઓ કાચી પડી જાય છે અને કેટલાયે લેણદારોને રોવડાવે છે. શેરના ભાવ અચાનક ગબડી જતાં કેટલાંયે માણસો પોતાની મોટી મૂડી ગુમાવે છે. એક સરકારી કાયદો બદલાતાં કેટલાક આર્થિક મુશ્કેલીમાં આવી પડે છે. એક ધનવાન વ્યક્તિનું અચાનક મૃત્યુ થતાં એની સાથે લેવડદેવડ કરનારાઓ તકલીફમાં મૂકાઈ જાય છે. આગ, પૂર, ધરતીકંપ, યુદ્ધ વગેરેને કારણે કેટલાય શ્રીમંતો હતા ન હતા થઈ જાય છે. કોર્ટના એક લફરામાં માણસની જિદગીની કમાણી વેડફાઈ જાય છે. આવી બધી ઘટનાઓ નજર સામે બનતી વારંવાર જોવા મળે ત્યારે માણસ વિચારતો થઈ જાય છે.
માણસને પેટ છે ત્યાં સુધી ભરણપોષણ માટેની પ્રવૃત્તિ સંસારમાં રહેવાની. અનાદિ કાળથી આ પ્રવૃત્તિ ચાલી આવે છે અને અનંતકાળ સુધી તે ચાલતી રહેવાની. માત્ર મનુષ્યમાં જ નહિ, જીવમાત્રમાં જ્યાં સુધી આહારસંજ્ઞા છે ત્યાં સુધી તેને સંતોષવા માટેના તેના પ્રયત્નો ચાલ્યા જ કરવાના.
જીવની મોટી એષણાઓમાં વિષણાને પણ ગણાવાવમાં આવી છે. ધન કમાવાનો ચટકો લાગ્યો કે પછી માણસ એની પાછળ મચી પડે છે. દિવસરાત તે જોતો નથી. ધન એક પ્રકારની શક્તિ છે, એક વિશિષ્ટ સબળ સાધન છે. એટલે ધનાકાંક્ષા જીવમાં રહે એ સહજ છે. પણ મનુષ્યની એષણાઓનો કોઈ અંત નથી. ગમે તેટલું ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org