________________
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦
દાન આપો અને ભોગવો. ધનનો સંચય ન કરો. મધુમાખીને જુઓ. તેણે સંચિત કરેલું ધન (મધ) બીજા લોકો હરી જાય છે. ]
૩૦
પોતાના વ્યવસાયને કારણે પ્રામાણિકપણે ધનની વૃદ્ધિ થતી રહે તો પણ માણસે વખતોવખત તેમાંથી થોડોઘણો હિસ્સો સન્માર્ગે, સુપાત્રે વાપરી તેનું પ્રમાણ ઘટાડતા રહેવું જોઇએ કે જેથી એટલા સદ્ભય માટે પોતાને સંતોષ રહે અને અશુભ કર્મબંધમાંથી બચી શકાય અને શુભ કર્મબંધના નિમિત્ત થવાય.
પત્ની, સંતાનો કે કુટુંબ પરિવારના સભ્યો પ્રત્યેના સ્નેહાકર્ષણને લીધે, તેમનું ગુજરાન ચલાવવા, તેમને રાજી રાખવા માટે માણસ ધન કમાવા નીકળે છે. એ જ્યાં સુધી ન્યાયનીતિથી પ્રાપ્ત થતું હોય ત્યાં સુધી તો ઠીક, પણ જ્યારે ચોરી, દાણચોરી, કરચોરી, લૂંટ, હત્યા વચ્ચે દ્વારા તે પ્રાપ્ત કરવા મચ્યો રહે છે ત્યારે તે તેના ભયંકર વિપાકનો વિચાર કરતો નથી.
સામાજિક દૃષ્ટિએ તો કેટલાયે માણસોને વધુ પડતું ધન કમાવા માટે પાછલી જિંદગીમાં અફસોસ થતો હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના જ પ્રાપ્ત કરેલાં ધનને કારણે જ પોતાનાં જ સ્વજનો સાથે, પિતાપુત્ર વચ્ચે, પતિપત્ની વચ્ચે, ભાઇ-ભાઈ વચ્ચે, સાળાબનેવી વચ્ચે સંઘર્ષ, અણબનાવ, વિદ્રોહ, દગો, વગેરેના અનુભવો થયા હોય, કોર્ટના ધક્કા વધી ગયા હોય, જેલમાં જવાના પ્રસંગો ઊભા થયા હોય, પોતાના કે સ્વજનોનાં અપહરણ કિસ્સા બન્યા હોય. ક્યારેક તો પોતાનું જ ધન પોતાની હત્યા નોંતરનારું બન્યું હોય અથવા પોતાના જ ધને પોતાને આપઘાત કરવા તરફ ઘસડ્યો હોય ત્યારે માણસના પશ્ચાત્તાપનો પાર રહેતો નથી.
ભગવાન મહાવીરે : (સૂત્રકૃતાંગ ૧/૯/૪માં) કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org