________________
૭૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
-
(૩) વિનય હોય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા કુમારપાળનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે.
(૪) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે શ્રેણિક મહારાજાની દાસી કપિલાનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે.
દર્શન વિનયને સમ્યક્ત્વવિનય પણ કહેવામાં આવે છે. વિનય ગુણનો સમકિત સાથે ગાઢ સંબંધ છે. સમકિતના ૬૭ બોલમાં સદ્દહણા, શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જયણા, ભાવના વગેરેના જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ એ પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનય તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રુત (શાસ્ત્ર સિદ્ધાન્ત), ધર્મ (ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ), પ્રવચન (એટલે સંઘ) અને દર્શન (એટલે સમકિત તથા સમકિતી) એ પાંચ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી આ વિનય પાંચ પ્રકારે કરવાનો છે. (૧) ભક્તિથી એટલે કે હૃદયની પ્રીતિથી, (૨) બહુમાનથી, (૩) પૂજાથી, (૪) ગુણપ્રશંસાથી અને (૫) અવગુણ ઢાંકવાથી તથા આશાતનાના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કુલ પચાસ પ્રકારે વિનય થયો કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલું સમકિત વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ થાય છે. સમકિતના ૬૭ બોલની સજ્ઝાયમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે :
અરિહંત તે જિન વિચરતાજી કર્મ ખપી હુઆ સિદ્ધ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org