________________
૯૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦
થિયેટરો, મંદિરો, મસ્જિદો, દેવળો વગેરે પ્રકારના ધર્મસ્થાનકોમાં કે એની આસપાસ આવા છોકરાઓને આશ્રયસ્થાન મળી રહે છે.
શહેરોમાં દોડી આવતા છોકરાઓમાં હિંમત તો હોય જ છે. અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે કશા ઠામઠેકાણા વગર રહેવાનો વિચાર સામાન્ય રીતે તો કોઇપણ નાના છોકરાને ગભરાવી મારે એવો છે. પરંતુ જેનું પોતાનું ભાવિ આમ પણ કઠોર હોય છે તેને પોતાના ભાવિની ચિંતા રહેતી નથી. વસ્તુતઃ ઘણા તો મોટી આશામાં શહેરમાં આવે છે. શહેરની શેરીમાં રખડતા છોકરાઓને મળીને, વિશ્વાસ જીતીને એમના જીવનનો અભ્યાસ કરનારા જણાવે છે કે શહેરોમાં દોડી આવતા મોટા ભાગના છોકરાઓ ઉપર ચલચિત્રોની માઠી અસર હોય છે. અચાનક શ્રીમંત થવાના સ્વપ્નાં સેવીને તેઓ શહેરમાં આવે છે. આપણાં ચલચિત્રોમાં અવાસ્તવિક ઘટનાઓનું પ્રમાણ ઠીક ઠીક હોય છે. ગરીબ છોકરો અચાનક શ્રીમંત બની જાય, વૈભવશાળી જીવન જીવવા લાગે, શેઠની દીકરી પ્રાઇવરના કે ઘરનોકરના પ્રેમમાં પડી હોય અને ઘર છોડીને ભાગી જતી હોય, નોકરો ઘરમાં જલસા કરતા હોય એવાં એવાં દશ્યો ગરીબ ભૂખે મરતા છોકરાઓની કલ્પનાશક્તિને ઉત્તેજે છે અને તે ઘર છોડીને મોટા શહેરમાં દોડી આવે છે. વળી ચલચિત્રમાં જોવા મળતાં મોટાં શહેરો નજરે જોવાનાં પ્રલોભનો તેમને પણ હોય છે. શહેરમાં કંઈ કામધંધો નહિ મળે તો ભીખ માગીને પણ પેટનો ખાડો પૂરો કરી શકાશે આવી શ્રદ્ધાથી તેઓ શહેરમાં આવી પહોંચે છે. પોતાના ગામનો એક છોકરો ગયો હોય તો તે જોઈને બીજાને જવાનું મન થાય છે. અથવા અનુભવી છોકરો પોતાના ગામડે જઇને બીજા બેચાર છોકરાને શહેરમાં બોલાવી લાવે છે. આવી રીતે એમની જમાત વધતી જાય છે. - ઘરેથી ભાગી નીકળેલા છોકરાઓને થોડો વખત પોતાનાં માતાપિતા, ભાઇભાંડુ યાદ આવે છે, પણ પછી નવી જિંદગીમાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org