________________
૬૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વખતે તેઓ મનોમન ભાવથી “આ મારા ઉપકારી શાનદાતા છે” એમ સમજી વંદન કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અત્યંતર વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને હું તો સાવું છું, એમના કરતાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય ?'-એવો ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ન હોય. - વિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ પાડવામાં આવે છે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ સાધ્વીઓ, વડીલો વગેરે પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવવામાં આવે છે તે વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઈ જનાર તે નિશ્ચયવિનય છે.
જેઓ મિથ્યાત્વી છે, કુલિંગી છે, કુગુરુ છે તેઓના પ્રત્યે અંતરથી પૂજ્ય ભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ માત્ર દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ તેઓ આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વનો વિનયભાવ ન હોવો જોઈએ.
કેવળ નિશ્ચય નયની દષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં આવે છે. ધવા માં કહ્યું છે : 1–વંસ-ચરિત્ત વિમો રિા જ્ઞાનવિનય, દર્શન વિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકાર વિનયના
નિશ્ચય અને વ્યવહાર ઉભય દષ્ટિએ વિનય ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : જ્ઞાનદર્શનવરિત્રોપવા જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org