________________
પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર
૪૯
પ્રાણીઓના ચામડાંનો બેગ, પટ્ટા, પાકિટ, જાકિટ, ટોપી વગેરે ભિન્ન ભિન્ન ચીજવસ્તુઓ માટે પણ ઉપયોગ થવા લાગ્યો છે. એનો જેમ જેમ પ્રચાર વધતો જાય છે તેમ તેમ વધુ અને વધુ પ્રમાણમાં પશુઓ તેનો ભોગ બનતાં જાય છે.
ભારતમાં ઘરડી ગાયોનો કશો ઉપયોગ રહેતો નથી, માટે સીધી કે આડકતરી રીતે તેને કતલખાના માટે વેચી દઇ થોડા રૂપિયા મેળવી લેવાની લાલચ એના માલિકો જતી કરી શકતા નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કતલ માટે પશુઓ પરવાનગી વગર મોકલી શકાતાં નથી. બીજી બાજુ મોટાં યાંત્રિક તલખાનાંઓને પોતાની આર્થિક સ્થિતિ જાળવી રાખવા માટે રોજેરોજ અમુક સંખ્યામાં ઢોરની કતલ કરવી અનિવાર્ય બને છે. એ માટે માત્ર ઘરડાં જ નહિ યુવાન ઢોર પણ અને બીજા રાજ્યનાં ઢોર પણ ગેરરીતિથી મેળવાય છે. દેશમાં નવાં મોટાં યાંત્રિક કતલખાના ન સ્થપાય એ માટે જનમત જાગૃત થવાની જરૂર છે. ઘરડી ગાયોના મૂત્રમાંથી હવે વિવિધ સારી ઔષધિઓ બનવા લાગી છે. એ ક્ષેત્રમાં જો વધુ સંશોધન થાય અને એવી ઔષધિનો વધુ પ્રચાર થાય તો પણ ઘરડી ગાયો સચવાય. જીવદયા પ્રેમીઓએ એ દિશામાં અખિલ ભારતીય સ્તરે મોટી યોજનાઓ કરવી જોઇએ.
પશુઓના ચામડામાં મગરના ચામડાનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષથી વધી ગયો છે. મગરનું ચામડું આમ તો કકરું અને ભૂખરું હોય છે. પરંતુ એ ચામડાને મશીનમાં ઘસીને એના ઉપર જો પોલિશ કરવામાં આવે તો તે સુંવાળું તો બને જ છે, તદુપરાંત એમાં નાનાં મોટાં લંબવર્તુળોની જે ડિઝાઇન નીકળે છે તથા તેનો ચોકલેટી, ઘેરો લીલો વગેરે પ્રકારનો ચમકદાર જે રંગ નીકળે છે તે આકર્ષક લાગે છે. મગરનો શિકાર કરવો અથવા તેને પાળવા, પોષવા અને પછી મારવા તથા તેના ચામડાંને પોલિશ કરવાં, તેમાં સિલાઇ કરી ચીજવસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org