________________
પર
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦ વિદેશીઓના શોખને પોષવા માટે ભારતમાં શાહમૃગોને ઉછેરી, તેને મારી, તેનું માંસ વિદેશોમાં મોકલવાનો ધંધો વધતો જાય છે. આ પણ વર્તમાન ભારતની એક કમનસીબી છે.
ભારતમાં નાના મોટા બંધ બંધાતા જાય છે. લોકોના પીવાના પાણીની, ખેતી અને ઉદ્યોગો માટેના પાણીની સમસ્યા હળવી થતી જાય છે એ સાચું છે અને લોકોની દષ્ટિએ એ જરૂરી પણ છે. પરંતુ
જ્યાં બંધ બાંધવામાં આવે છે ત્યાં સાથે માછલી મારવાના વ્યવસાયની વાત આવે જ છે, જે અનિવાર્ય નથી. સરકારી સ્તરે પણ આવક વધારવા માટે મત્સ્યઉદ્યોગનો વિચાર થાય છે. ગુજરાત જેવા રાજ્યમાં તો એંસી ટકાથી વધુ પ્રજા શાકાહારી છે, એટલે માછલીની એને એટલી જરૂર નથી. પરંતુ બંધ બાંધવામાં જે ગંજાવર ખર્ચ થાય છે તેનું સાટું વાળવા માટે બંધના પાણીમાંથી માછલી મારવાની સરકારી યોજના પણ વિચારાય છે કે જેથી એની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ મળી શકે. ગાંધીજીના ગુજરાતમાં આવી વિચારણા થાય એ ખરેખર શરમજનક છે.
એક જમાનો એવો હતો કે રેશમ કેવી રીતે બને છે એની સામાન્ય માણસોને જાણકારી નહોતી. સુંવાળું, ચકચકિત, ધૂળ લાગી હોય તો ઝાપટવાથી નીકળી જાય એવું રેશમી વસ્ત્ર મંગલ પવિત્ર પ્રસંગે પહેરવાનો રિવાજ પડી ગયો. સુતરાઉ કરતાં તે મોંઘું હોવાને લીધે પણ એનાથી પ્રતિષ્ઠા વધતી. ત્યારે રેશમ મુખ્યત્વે ચીનથી આવતું. પરંતુ જ્યારથી જાણવા મળ્યું કે રેશમના તાર બનાવવા માટે રેશમના કીડાઓને ખદબદતા પાણીમાં નાખવા પડે છે ત્યારથી ઘણા સમજદાર લોકોએ રેશમ પહેરવાનું છોડી દીધું છે. આમ છતાં સ્ત્રીઓમાં રેશમી સાડી માટેનું આકર્ષણ જેટલું ઘટવું જોઇએ તેટલું ઘટ્યું નથી. પચાસ હજારથી વધારે કીડાનો ભોગ લેવાય છે ત્યારે એક રેશમી સાડી જેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org