________________
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ બનાવીને વેચવી-એ બધામાં જે પડતર ખર્ચ થાય છે તે જ એટલું બધું હોય છે કે જેથી આવી ચીજવસ્તુઓ બહુ મોંઘા ભાવે વેચાય છે. પણ વિશ્વમાં મોંઘી વસ્તુઓ લેનારો વર્ગ પણ ઘણો વધતો ગયો છે. એટલે દિવસે દિવસે મગર મારવાની પ્રવૃત્તિ વધતી ગઈ છે. એશિયાના કેટલાક દેશો કે જ્યાં પ્રાણીદયાના સંસ્કાર નથી ત્યાં આ ઉદ્યોગ બહુ ફૂલ્યોફાલ્યો છે. એથી મગરોને મારવાની પ્રવૃત્તિ વેગ પકડતી જાય છે. શ્રીમંત જૈનોના ઘરોમાં યુવાનોને મગરના ચામડાના પટ્ટા અને મહિલાઓને મગરના ચામડાની પર્સ વાપરવાનો શોખ, ઘણીવાર તો પોતાની પ્રતિષ્ઠા વધારવા કે શ્રીમંતાઈ બતાવવા ખાતર, વધતો જાય છે. વિદેશમાં વસતા શ્રીમંત જૈનોમાં એનું પ્રમાણ વધુ છે. મગરના ચામડાની જેમ સાપની કાંચળીની વસ્તુઓનો શોખ પણ વધતો જાય છે. એને લીધે ભારતમાં અને બીજા દેશોમાં સાપને મારવાનું પણ વધતું જાય છે.
આફ્રિકાના કેટલાક દેશોમાં હાથીદાંત માટે હાથીઓને મારવાની પ્રવૃત્તિ વેગ પકડતી જાય છે. હાથીઓની વસતી આફ્રિકાનાં જંગલોમાં વધુ છે. બીજી બાજુ આફ્રિકાની પ્રજા અત્યંત ગરીબ છે. ત્યાં કેટલાક દેશોની આર્થિક સ્થિતિ પણ ભયંકર નબળી છે. અગાઉ કેટલાક દેશોએ હાથીદાંત માટે હાથીઓને મારવાની પ્રવૃત્તિને ગેરકાયદે ગણાવી હતી, પરંતુ હવે તો કેટલીક સરકારોએ પોતે જ હાથીઓને મારવાની યોજનાઓ ઘડી છે કે જેથી હાથીદાંતની નિકાસ દ્વારા સરકારને સારું વિદેશી હૂંડિયામણ સાંપડી રહે. ભારતમાં એક અંદાજ પ્રમાણે આશરે પચીસ હજાર હાથીઓ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી કર્ણાટક, તામિલનાડુ વગેરેમાં જંગલમાં હાથીઓને મારી નાખીને એનાં દેતૃશૂળ કાઢી લેવાની ગેરકાયદે પ્રવૃત્તિ વિસ્તરવા લાગી છે. બીજી બાજુ આસામ, નાગાલેન્ડ, મિઝોરમ વગેરેમાં હાથીનું માંસ ખાનારી જાતિઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થવા લાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org