________________
સ્વ. લાડકચંદભાઈ વોરા
નામ હરિબાઇ હતું. ચોરવીરાનું આ સંસ્કારી જૈન કુટુંબ એની ઉદારતા, દયાભાવના, પરગજુવૃત્તિ માટે જાણીતું હતું. વિ. સં. ૧૯૫૬ના એટલે કે છપ્પનિયા દુકાળ વખતે ભૂખે ટળવળતા દુકાળિયાઓની એમના આંગણે લાઇન લાગતી અને તેઓ સૌને ખાવાનું આપતા. બાળક લાડક્રંદમાં ધર્મના સંસ્કાર પડેલા. એમનો કંઠ પણ બુલંદ હતો. (એમના નાના ભાઇ ન્યાલચંદભાઇ કે જેમને આશ્રમમાં સહુ કાકા કહીને બોલાવે છે તેમનો કંઠ પણ એવો જ બુલંદ છે.) જિનમંદિરમાં સવારે પૂજા કરવા અને સાંજે આરતી ઉતારવા તેઓ નિયમિત જતા. તેમણે પાસેના ગામ સરામાં અને પછી ચોરવીરામાં શાળા થતાં ચોરવીરામાં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારપછી રાજકોટની દશાશ્રીમાળી બોર્ડિંગમાં રહીને કરણસિંહજી સ્કૂલમાં તથા ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. તેમણે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણનો પણ સંગીન અભ્યાસ કર્યો હતો અને તેની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી રાજકોટમાં બહુમાન પણ મેળવ્યું હતું.
મેટ્રિક પછી તેમને આગળ ભણાવવાની માતાપિતાની ઇચ્છા નહોતી. એ જમાનામાં મેટ્રિક સુધી ભણવું એ પણ ઘણું અઘરું હતું. બહુ ઓછા વિદ્યાર્થીઓ મેટ્રિક સુધી પહોંચી શકતા. કૉલેજમાં ભણવા માટે તો બહારગામ જ જવું પડતું, કારણ કે કરાંચીથી ધારવાડ સુધીના સમગ્ર મુંબઇ ઇલાકામાં પાંચ છ શહેરમાં જ કૉલેજ હતી.
૩૭
મેટ્રિક પાસ થયા તે પહેલાં બાપુજીની સગાઇ એમના પિતાશ્રીએ સરા ગામના બેચરદાસનાં પુત્રી સમરથ સાથે કરી હતી. ૧૯મા વર્ષે એમનાં લગ્ન થયાં. લગ્ન પછી કંઇક વ્યવસાય કરવા માટે તેઓ મુંબઇ આવ્યા. પરંતુ સાયલાના ઠાકોરે આવા તેજસ્વી યુવાનને સાયલામાં જ રાખવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org