________________
૩૬
સાંપ્રત સહચિંતન- ભાગ ૧૦ એક એવું સ્થળ છે કે જ્યાં ફરી ફરી આવવાનું મન થાય. આપણા આ આશ્રમની જે કેટલીક વાત મને વધુ ગમી છે તેમાં એક છે સ્વતંત્ર શિખરબંધી જિનમંદિર અને નિત્યના ક્રમમાં ચૈત્યવંદનને સ્થાન. આપણા આ આશ્રમમાં તીર્થંકર પરમાત્માને ગૌણ કરવામાં આવ્યા નથી અથવા “કૃપાળુ દેવ એ જ અમારે મન તીર્થકર, બીજા તીર્થંકરની અમારે જરૂર નથી, એવી માન્યતા પ્રવર્તતી નથી. વળી આપણા આ આશ્રમમાં નવકાર મંત્રનું વિસ્મરણ થવા દીધું નથી. રોજે રોજ પ્રાર્થના, ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરેમાં નવકારમંત્ર બોલાય છે અને ચૈત્યવંદન પહેલાં નવકારમંત્રની એક માળા ગણાય છે. તદુપરાંત સ્વાધ્યાયમાં ફક્ત વચનામૃત (ઉપદેશામૃત અને બોધામૃતસહિત) સિવાય બીજા કશાનું વાંચન નહિ જ એવો આગ્રહ ન રાખતાં, રોજેરોજ વચનામૃતના સ્વાધ્યાય ઉપરાંત અધ્યાત્મસાર, જ્ઞાનસાર, આનંદઘનજ, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેનાં સ્તવન, સાયો, પદોના અર્થને પણ
સ્થાન આપવામાં આવ્યું છે. મોટી પૂજામાં આત્મસિદ્ધિની પૂજા ઉપરાંનું પંચકલ્યાણકની પૂજા, અંતરાયકર્મની પૂજા, સ્નાત્રપૂજા વગેરેને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તદુપરાંત સ્વાધ્યાય-વાંચન તથા પ્રાર્થનાસ્તુતિ, પદો ગાવાં જેવી પ્રવૃત્તિમાં મહિલાઓ સહિત જુદી જુદી વ્યક્તિઓને સ્થાન આપી દરેકની શક્તિને ખીલવવાની સારી તક આપવામાં આવે છે. સાયલાના આશ્રમની આ વિશિષ્ટતાઓ અને એની સાધનાપદ્ધતિને કારણે અમને સાયલા વારંવાર આવવાનું મન થાય એવું છે.”
અને આ બધામાં સૌથી મોટું આકર્ષણ તે બાપુજીના સાનિધ્યનું હતું. એમનું જીવન એવું સભર અને સુવાસમય હતું.
બાપુજીનો જન્મ વિ. સં. ૧૯૬૧ના ફાગણ સુદ બીજ તા. ૮મી માર્ચ ૧૯૦૫ના રોજ સાયલા તાલુકાના ચોરવીરા નામના એક નાનકડા ગામમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ માણેકચંદ અને માતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org