________________
अन्ने हरंति तं वित्तं
૨૯
ઘરેણાં લઇને ભાગી ગઇ.’ ‘મારો સગો સાળો મારા નામની ખોટી સહી કરીને મારા શેર વેચી આવ્યો.' ધનહરણની આવી આવી તો અનેક ફરિયાદો દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે સતત સંભળાયા કરતી રહે છે.
જગતની વ્યવસ્થા એવી નથી કે માણસ પોતે કમાયેલું ધન પોતાના જીવનના અંત સુધીમાં બધું જ પૂરું વાપરી શકે. કોઇક ધનદોલત મૂકીને જાય છે, તો કોઇક દેવું મૂકીને પણ વિદાય લે છે. પોતાના આયુષ્યનો નિશ્ચિત કાળ માણસ જાણતો નથી એટલે પણ આયુષ્યના પ્રમાણમાં ધનદોલતની વ્યવસ્થા અંશે અંશ ગોઠવી શકાતી નથી. કેટલાક અકાળે, આકસ્મિક રીતે મૃત્યુ પામે છે તો કેટલાક પોતે ધાર્યું હોય તેના કરતાં ઘણું લાંબું જીવી જાય છે.
કંજૂસનું ધન બીજા માટે હોય છે. તે પોતાના જીવનકાળ દરમિયાન સરખી રીતે વાપરી શક્તો નથી અને એના મરણ પછી જેના હાથમાં તે જાય છે તે ઇચ્છા મુજબ ભોગવે છે.
એટલા માટે જ ડાહ્યા માણસે પોતાની અવસ્થાનો વિચાર કરી પોતાના ધનનું સન્માર્ગે વિસર્જન કરતા રહેવું જોઇએ. શાસ્ત્રકારોએ યોગ્ય જ કહ્યું છે કે ધનની ફક્ત ત્રણ જ ગતિ છે : (૧) દાન (૨) ભોગ અને (૩) નાશ.
दानं भोगः नाशस्तिस्रोगतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुंक्ते तस्य तृतीया गतिर्भवति ॥ दातव्यं भोक्तव्यं धनविषये संचयो न कर्तव्यः । पश्येह मधुकरीणां संचितमर्थं हरन्त्यन्ये ॥
[ દાન, ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિ હોય છે. જે આપતો નથી કે ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org