________________
૨૪
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
નાના તટસ્થ દેશની મોટામાં મોટી ખોટી આવક તે લક્ષ્મીદેવીને સંતાડવાની છે. એને સંતાડવા માટે એ દેશ વ્યાજ નથી આપતો, પણ ભાડું માગે છે. એની મોટી આવક તો નધણિયાતાં ખાતાંઓની છે. લક્ષ્મીદેવીને સ્વિટ્ઝરલેન્ડમાં સંતાડ્યા પછી એનો સંતાડનારો ગુજરી ગયો હોય અને એના છૂપાં ખાતાં કે ખાતાંઓની કોઈને ખબર જ ન હોય એવું બન્યા કરે છે. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા વગેરે અર્ધવિકસિત દેશોના તથા સમૃદ્ધ દેશોના અનેક રાજકીય પુરુષો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નટનટીઓ, સરકારી કર્મચારીઓ વગેરેનાં ખાતાં સ્વિન્ઝરલેન્ડની બેંકોમાં તથા અન્ય નાના નાના ટાપુઓના દેશોની બેંકોમાં છે.
વિત્તહરણના કિસ્સા બીજી રીતે પણ બનતા હોય છે. માણસે ધન સ્વેચ્છાએ બીજાને ઉધાર આપ્યું હોય, વ્યાજે મૂક્યું હોય, ધંધામાં રોક્યું હોય, પરંતુ તે લેનારની દાનત બગડે, તેના સંજોગો વિપરીત થઇ જાય અને તે આપવાની સ્પષ્ટ ના કહે. લખાણ કે સાક્ષી ન હોય તો તે કબૂલ પણ ન થાય. આવું થાય ત્યારે માણસને ભારે આઘાત લાગે છે. તેમાં પણ જો સ્વજનો તરફથી એવો કડવો અનુભવ થયો હોય ત્યારે તો એ આઘાત વધુ તીવ્ર બને છે. એમાંથી વેર બંધાય છે અને બદલો લેવાના દૂર ભાવો જાગે છે. તે પોતાનું ધન હરાઈ જાય એ માટેની પૂર્વ શરત એ છે કે પોતાની પાસે ધન હોવું જોઈએ. એ ધન હરી જવા માટે બીજાનું મન લલચાય એટલા પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. એ ધન હરી જનાર બીજાઓ તે હરી જવા માટે સમર્થ હોય અને તે ધનનું રક્ષણ કરવા માટે પોતે અસમર્થ કે લાચાર હોય.
પોતાનું ઘન સ્વેચ્છાએ કોઇને આપ્યું ન હોય, પણ સંજોગો જ એવા બને કે તે ધન બીજાના હાથમાં સરી પડે. માણસના વારસદાર કોઈ ન હોય અથવા વારસદારો લખાણમાં ફેરફાર કરી લે એવું બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org