________________
૨૦
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦
કેટલાક વૈજ્ઞાનિકો અને રાજનેતાઓએ એવું સૂચન કર્યું છે કે કારખાનાંવાળાઓએ એવી સુરંગો બનાવવી જોઇએ કે જે મહિના કે બે મહિના પછી એની મેળે જ નાકામિયાબ બની જાય. સુરંગ ફોડવા માટે જેમ એમાં Timer મૂકવામાં આવે છે તેમ એને નકામી બનાવી દેવા માટે પણ Timer મૂકવામાં આવે. એમ કરવું અઘરું નથી. પણ એમ કરવામાં કારખાનાવાળા ઉત્પાદકોને કેટલો રસ પડે અને એવી સુરંગો ખરીદવાનું કેટલા પસંદ કરે અને એવી સુરંગો જ્યાં દાટવામાં આવી હોય ત્યાં એની તારીખો યાદ કોણ રાખે અને લોકો ક્યાં સુધી વહેમમાં રહ્યા કરે એવા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે આ સૂચનને જેટલો આવકાર મળવો જોઈએ તેટલો મળ્યો નથી.
શહેરી વિસ્તારોની નજીક જો સુરંગો હોય તો તે માટે પોલીસ તંત્ર ખાસ તાલીમબદ્ધ માણસો પાસે તે ખોદાવીને તરત જ કઢાવી નાખે છે, કારણ કે એમાં લોકોની જાનહાનિનું જોખમ વધુ રહેલું છે. ખોટી અફવા હોય તો પણ એ માટે પોલીસ તંત્રને સક્રિય બની પગલાં લેવાં જ પડે છે. પંજાબમાં આતંકવાદ ચાલતો હતો ત્યારે તે આતંકવાદીઓએ સુરંગો દાટેલી. એ અંગે કિંવદત્તિઓ પણ પ્રચલિત બનેલી. જેલમાં ગયેલા એક આતંકવાદીની પત્નીએ એને પત્ર લખ્યો કે “આ વર્ષે તો તમે નથી એટલે આપણા ઘર પાસેનું ખેતર ખેડ્યા વગરનું રહ્યું છે. ઘરમાં પૈસા નથી, એટલે મજૂરો પાસે પણ એ કામ કરાવી શકાય એમ નથી.' એણે પત્ર લખ્યો પછી થોડા દિવસે પોલીસના માણસો આવ્યા. આખું ખેતર એક છેડાથી બીજા છેડા સુધી ખેડી નાખ્યું. પત્નીને આશ્ચર્ય થયું. એણે પતિને લખ્યું, “તમે તો ગજબના છો ! પોલીસ પાસે ખેતર ખેડાવી આપ્યું.'
પતિ જ્યારે જેલમાંથી છૂટીને ઘરે આવ્યો ત્યારે એણે ખુલાસો કર્યો કે “મેં તને પત્રમાં એવું લખ્યું હતું કે તારે સલામતી માટે ચિંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org