Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) લોહયુગ
: (Iron Age)
આશરે ત્રણ હજાર વર્ષથી આજ સુધી સામાન્ય ભાષામાં જોઈએ તો, • આદિમ અસંગ્રાહક તબક્કો અથવા આદ્ય અને મધ્યપાષાણ યુગો • વિકસિત અત્રસંગ્રાહક તબક્કો અથવા અંત્યપાષાણ/મધ્યપાષાણનો યુગ પ્રારંભિક અન્ન ઉત્પાદન તરફ સંક્રમણ અથવા આદ્ય નૂતનપાષાણ યુગ સ્થાયી ગ્રામ કોમો અથવા વિકસિત નૂતનપાષાણ યુગીતામ્રપાષાણ યુગ નાગરિકીકરણ અથવા કાંસ્યયુગ
આ રૂપરેખાની અંતર્ગત જુદાં જુદાં સ્થળોની આનુપૂર્વી માટે પણ જાતજાતના વિવાદો ચાલતા હોય છે. ખાસ કરીને આ વિવાદોમાં પથ્થરનાં ઓજારોનાં સ્વરૂપો, એ ઓજારો સાથે મળતાં પ્રાણીઓનાં અસ્થિઓ વગેરે વાપરીને દલીલો થતી હોય છે.
ગમે તે અભિપ્રાયો હોય તો પણ પ્રાગ-ઇતિહાસની જ્ઞાનપ્રાપ્તિના વિશિષ્ટ માર્ગો દ્વારા ભારતમાં પ્રાગિતિહાસનું અને આદ્ય-ઇતિહાસયુગનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એ સ્પષ્ટ છે.
પ્રાગૈતિહાસિક માનવવિદ્યા (Prehistoric Anthopology) દ્વારા માનવનો શારીરિક વિકાસ જાણી શકાય. છે અને પ્રાગૈતિહાસિક પુરાતત્ત્વ (Prehistoric Archaeology)થી માનવે શ્રમ દ્વારા મેળવેલી માનવતા જાણી શકાય છે.
નિસર્ગના ફેરફારો અને પદાર્થોની ગોઠવણીમાં એક જ પ્રકારના સ્વરૂપવાળા પથ્થરો, રેતી, માટી વગેરેને સ્તર અથવા વળું કહે છે. માનવોના પ્રવૃત્તિસૂચક પદાર્થો પણ પૃથ્વી પર સ્તરાનુક્રમમાં અનેક સ્થળે ગોઠવાયેલા મળે છે. તે સ્થળે નૈસર્ગિક પ્રક્રિયા તથા માનવોની બુદ્ધિ તથા મહેનતથી સ્તરોમાં ફેરફારો થતા હોય છે. આ તપાસમાં માનવકૃત વસ્તુઓ તથા નૈસર્ગિક પરિસ્થિતિમાં થયેલા ફેરફારો લક્ષમાં લેવામાં આવે છે. માનવકૃત વસ્તુઓની મદદથી સમજાય છે કે માણસો પોતાની જરૂરિયાત સંતોષવા માટે જોઈતાં ધારદાર સાધનો પથ્થરના બનાવતા.
પ્રાચીન પાષાણયુગમાં માનવ પ્રાણીઓના શિકારથી તથા માછલીઓમાંથી ભરણપોષણ કરતો. શિકાર કરવા માટેનાં ઓજારો બનાવવા માટે પણ ઓજારો ઘડવાનો વિચાર માનવમનમાં આવ્યો હોય તેમ લાગે છે. પથ્થરનાં ઓજારોના મુખ્ય બે પ્રકાર હતા (૧) ઘડીને બનાવેલા ઓજારો (Core Tools) (૨) ચીરીઓ પાડી બનાવેલા ઓજારો (Flake Tools). આ ઓજારો બનાવવામાં આકારની દરકાર રખાઈ લાગતી નથી. જેમાં ફળાં જેવાં હથિયારો (ભાલાની અણીઓ) તથા પથ્થરના ટુકડા કરીને કે છોલીને બનાવેલાં જુદી જાતનાં ઓજારો મળે છે.
પથ્થરોનાં ઓજારો બનાવવા માટે શરૂઆતમાં અનુકૂળ પથ્થર શોધીને તે ફોડવામાં આવતો અને તેનું ઓજાર બનાવવામાં આવતું. તેમાં ગાભ કે પતરીનો ઉપયોગ થતો જોવામાં આવે છે. પરંતુ પથ્થરનાં ઓજારોના ઘડતરનો વિકાસ થવાથી સારી રીતે બંધાયેલા સૂક્ષ્મ રજકણવાળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો. આવા પથ્થરો અણિયાળી એરણ પર મૂકીને ફોડવામાં આવતા. તે પથ્થરોના નળાકાર કે શંકુઆકાર ગાભ પરથી પતરી કાઢવાના પ્રયોગમાં જયારે અણી લાંબી કાઢવાની જરૂર પડી ત્યારે નળાકાર ગાભની એક લાંબી બાજુ પર પહેલાં આડી અવળી નાની નાની પતરીઓ કાઢવામાં આવતી. આ રીતે પથ્થર ફોડીને આ પથ્થરને અણિયાળી એરણ પર રાખીને તેને બાજુ પરથી હલકી હથોડીના ઘા કરવાથી લાંબી પતરી નીકળે છે. આ પતરીને નસ કાકરવાળી હોય છે. આ કાકરવાળી, નસને લીધે આવી પતરીઓને “કાકરનસ' પતરી કહેવાય. આ રીતે ગાભ પરથી પહેલી પતરીઓ નીકળે તે મોટેભાગે પુરામ, મધ્યમ અને નવા મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
૪૫
For Private and Personal Use Only