Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨. 3. ૪. ૫. જેમ કે ૧. ૨. 3. ૪. ૫. ૮૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ઉપરાંત આ ઉર્દુ કવિને ઉર્દુ, અરબી, ફારસી, હિન્દી એમ ચાર ભાષાનું ચરણું ગાયત્રીમંત્રના અર્થબોધને પહોંચવા લેવું પડ્યું છે. એક કડવી વાસ્તવિકતા એ છે કે બધા ધર્મો મૂળભુત રીતે વૈશ્વિક છે; પણ તેના અનુયાયીઓની જગ્યા ભૌગોલિક રીતે નિશ્ચિત છે. તેથી આખા વિશ્વને ક્યારેય એક છત્ર નીચે આવરી શકાય તેમ નથી.૨૮ ઈ.સ. ૧૯૯૭ માં દરભંગા યુનિવર્સિટીના ડૉ. મોહમ્મદ હનીફખાન અમદાવાદ આવેલા. તેમના પીએચ.ડી.નો વિષય હતો. “મહામંત્ર ગાયત્રી અને સૂરહ ફાતિમાં !” જો તટસ્થભાવે ઉદારતાપૂર્વક વિચારવામાં આવે તો ખ્યાલ આવશે કે સૂરહ ફાતિમા સૂત્રરૂપ મહામંત્ર ગાયત્રીની જ વ્યાખ્યા આપે છે.જેમ કે ‘તત્સવિતુર્વરન્થમ 'નો અર્થ છે - ‘અલહન્દુલ્લિલાવ્વિલ આલમીન અને ક્ષતિવસ્ય ધીર્ત્તિ' એટલે બ્રુઅરેહમાન નિરહીમ માલિકેયોનિદદીન...’૨૯ ભારત સ્વતંત્ર થયા બાદ આપણી સેનાના ‘રોયલ’ નામાંકનવાળી રેજિમેન્ટના લેટિન ધ્યેયસૂત્રોનું ભારતીયકરણ કરવાનું શરૂ થયું. આપણા તોપખાનાના એટલે રોયલ આર્ટીલરીનાં બે ધ્યેયસૂત્રો હતાં. ‘UBIQE' અને QUO-FAS-ET-GLORIA DUCANT' બંને માટે સંસ્કૃત પ્રચુર ભાષાંતર કરવામાં આવ્યું. તે વિષે ભારે વિવાદ ચાલ્યો. આખરે આ બાબતમાં નિર્ણય કમાન્ડર ઇન ચીફ રાજેન્દ્રસિંહજી પર છોડવામાં આવ્યો. મહારાજ શ્રી જાણતા હતાં કે સૈનિકો પોતપોતાની રેજિમેન્ટની War cry (યુદ્ધ નિનાદ) પર પ્રાણ સમર્પણ કરતાં હોય છે. તેમનું માનચિહ્ન સામાન્ય સૈનિકને સમજાય તેવું હોવું જોઈએ. તેથી Quo Fas et Gloria Ducant નું ભાષાંતર લશ્કરની છાવણીમાં ઈજ્જત ઓ ઈકબાલ' અને UBIQE નું ભાષાંતર ‘સર્વત્ર:' એવું કરવામાં આવ્યું. આજે પણ રેજિમેન્ટ ઓફ આર્ટીલરીના કેપ બેઝ પર આ ધ્યેયસૂત્રો શોભાયમાન છે. આટલા વિચારતંતુના સંધાન સાથે મૂળવાત સંસ્કૃત સાહિત્ય વિવેચન તરફનાં નવા દષ્ટિકોણ તરફની છે. સંસ્કૃતભાષાની શ્રેષ્ઠતા અને લાઘવને બીજી ભાષાના વિચારો સાથે સાંકળીશું તો ભવિષ્યની પેઢીને સંસ્કૃતભાષા તરફ મુખરત કરી શકીશું. બીજી ભાષાઓમાં લખાયેલી વાર્તા, ગીત, નવલિકા કે ગઝલનાં મૂળ સંસ્કૃત ભાષામાં ક્યાં રહેલાં છે તે શોધી વાચક સમક્ષ મૂકીશું તો સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ બળકટરીતે સહુ જોઈ શકશે. અત્યારનું સંસ્કૃત વિવેચન માત્ર સંસ્કૃતગ્રંથો કેન્દ્રી ૨હેશે તો તેનો લાભ સંસ્કૃતભાષાના વિદ્યાર્થીઓથી વિશેષ આગળ નહીં જઈ શકે. અત્યારે અધ્યયન-અધ્યાપન સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિને બેથી વધારે ભાષા શીખવી પડે છે. તો બે ભાષાઓની સમાન વિચારવાળી કૃતિઓને જગત સમક્ષ શા માટે ન મૂકવી ? હવે પછીનું સંસ્કૃતભાષાનું દાયીત્વ એવું રહેશે કે જગતના શ્રેષ્ઠતમ સાહિત્યમાં પડેલાં ચિરસ્થાયી તત્ત્વોની સંસ્કૃતભાષા સાથેની તાદાત્મ્યતા શોધવી પડશે. આ કામ નવા વિવેચકોનું છે. એ જેટલું સફળ રીતે થશે તેટલા સંસ્કૃતનો પ્રચાર થશે. આ કાર્ય અઘરું નથી તેમ સહેલું પણ નથી. કદાચ આને જ સંસ્કૃત ભાષાનું ‘માર્કેટિંગ' કહી શકાય. For Private and Personal Use Only સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110