Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલ્વદુર્ગ”: એક ઐતિહાસિક ધરોહર
જીતેન્દ્ર પટેલ* ડૉ. રવીન્દ્ર પટેલ*
અમદાવાદથી અંબાજી તરફ જતાં ઉત્તર-પૂર્વ તરફ વિશાળ અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે. ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતી આ પર્વતમાળાની અનેક પેટા શાખા જેવી ટેકરીઓની વચ્ચે “ઈલ્વદુર્ગ” નામનું નગર વસેલું હતું. આ નગર સમય જતાં “ઈડર' નામથી પ્રખ્યાત થયું. લગભગ ઈ.સ. ૨૫૦૦ વર્ષ પહેલાં અહીં સુસુમારપુર નામનું નગર વસેલું હતું.
પુરાતનકાળમાં આ ભૂમિ આબાદ અને સમૃદ્ધ નગરીઓથી ભરપૂર હશે, એમ અહીં-તહીં મળી આવતા સુંદર ઘાટનાં પ્રાચીન મંદિરોનાં ખંડેરો, ઠેર-ઠેર વેરાયેલી શિલ્પમૂર્તિઓ તથા સ્થળે-સ્થળે બંધાયેલ સુશોભિત વાવો અને કૂંડો પરથી તેની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. પૌરાણિક ઉલ્લેખો પ્રમાણે ઈલ્વન અને વાતાપી નામના અસુરોના ત્રાસથી બચવા અગત્સ્ય ઋષિએ તેમનો નાશ કર્યો હતો. ત્યાર પછી આ સમગ્ર પ્રદેશ ‘ઈલ્વદુર્ગ” નામથી જાણીતો થયો.
વેણીવત્સરાજ નામનો રાજા લગભગ ૨૩00 વર્ષ પછી આ પ્રદેશમાં રાજય કરતો હતો, તેણે રાજ્યનો ખૂબ જ વિકાસ કરેલો. ઈ.સ.ના છઠ્ઠા સૈકામાં વલભીપુરના શીલાદિત્યના પુત્ર ગૃહાદિત્યે ઈડરનો પ્રદેશ ભીલ લોકો પાસેથી જીતી લીધો અને તેના વારસોએ અહીં બસો વર્ષ સુધી રાજય કર્યું. પછી મારવાડના પરિવારોએ અહીં ૩00 વર્ષ સુધી રાજય કર્યું. તેના છેલ્લા રાજા અમરસિંહે દિલ્હીના પૃથ્વીરાજ ચૌહાણની મદદ સાથે શાહબુદ્દીન ઘોરી સામે યુદ્ધ કરી આ પ્રદેશને બચાવ્યો હતો. પછી રાવ સોનીંગજીના વંશજોએ અહીં રાજય કર્યું. તેઓના સમય દરમિયાન આ વંશના રાજ્યકર્તાઓ તળાવો, કંડો, વાવો, મંદિરો અને કિલ્લો બનાવી કાયમ માટે આ પ્રદેશ પર પોતાની સજીવ સ્મૃતિ મૂકતા ગયા.
ઈ.સ. ૧૯૩૧માં મહારાજા દૌલતસિંહજીના અવસાન બાદ હિંમતસિંહજીએ ગાદી સંભાળી. મહારાજા હિંમતસિંહજીએ ઈડરથી રાજ્યગાદી અહમદનગર ફેરવી અને અહમદનગરનું નામ હિંમતનગર કર્યું, તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેઓ ઈડરના સમગ્ર પ્રદેશનો રાજયકારભાર હિંમતનગરથી કરતા હતા. સંવત ૧૯૫૫માં શ્રીમદ્ રાજચંદ્ર ઈડરની મુલાકાતે આવેલા ત્યારે મહારાજા દોલતસિંહે તેમની મુલાકાત લીધેલી જેનો સાર ‘દેશી રાજ્ય નામના માસિકમાં પ્રસિદ્ધ થયેલો.'
શ્રીમદ્ રાજચંદ્રના જણાવ્યા પ્રમાણે ઘંટિયા પહાડ પર ચઢતાં તળેટીમાં જમણી બાજુએ ‘પૂઢવી શિલા” આવેલ છે, જેના પર ભગવાન મહાવીર સ્વામી બિરાજેલ જેનો ઉલ્લેખ “ભગવતીસૂત્ર' માં જોઈ શકાય છે. તેઓશ્રી ઈડરમાં પધાર્યા ત્યારે તેમણે પણ આજ શિલા પર બિરાજી “બૃહદ્રવ્ય સંગ્રહ' ગ્રંથનું વાચન પોતાના શિષ્યોને સંભળાવ્યું.
તેઓ આગળ જણાવે છે કે “તથારૂપ આપ્ત પુરુષના જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ તથા તેની ઓળખાણ થવામાં મુશ્ય જોઈએ એમ પ્રત્યક્ષ અનુભવાય છે.'
કેવળ નિરાશા પામવાથી જીવનને સત્સમાગમનો પ્રાપ્ત લાભ શિથિલ થઈ જાય છે. સત્સમાગમના અભાવનો ખેદ રાખતાં છતાં પણ સસમાગમ થયો છે એ પરમપુણ્ય યોગ બન્યો છે." *રતનપુર તા. ઈડર, જિ. સાબરકાંઠા -૩૯૩૪૩૦
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬– માર્ચ, ૨૦૦૭
૯૦
For Private and Personal Use Only