Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તથારૂપ આપ્તપુરુષના અભાવ જેવો આ કાળ વર્તે છે. તો પણ આત્માર્થી જીવે તેવો સમાગમ ઇચ્છતાં તેના અભાવે પણ વિશુદ્ધિસ્થાનકના અભ્યાસનું લક્ષ્ય એ જ કર્તવ્ય છે.*
પ્રમાદ પરમ રિપુ છે, એ વચન જેને સમ્યફ નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઇચ્છતા નથી.
ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિઃસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચિત ધ્યાન કહે છે.'
બાહ્યાભ્યતર અસંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે, એવો નિઃસંદેહ જ્ઞાનીનો નિશ્ચય છે.
આમ, “પૂઢવી શિલા' પર બિરાજી શ્રીમદ્ રાજચંદ્ર પોતાના વચનામૃતમાં ઉપદેશ કરેલ છે.
પૂ. શ્રી વિનોબાજી, પૂ. સ્વામી સહજાનંદજી, રવિશંકર મહારાજ, પંડિત બેચરદાસજી વગેરે અનેક સંતો, મુનિઓ અને વિદ્વાનોએ આ ઐતિહાસિક નગરની મુલાકાત લીધેલ છે. આ નગરના ઐતિહાસિક સ્થાનોમાં ઈડરીઓ ગઢ, જૈન દહેરાસરો, રૂખી રાણીનું માળિયું, રણમલની ચોકી, મહાત્માઓની ગુફાઓ, કણ્વઋષિનો આશ્રમ, અનેક ઔષધીય વનસ્પતિઓ પ્રાપ્ય હતી. - “સ્કુલ ઑફ જીયોલોજી, દહેરાદૂનના ડૉ. સુકુમાર મુખરજીએ ૧૯૯૭ માં ગુજરાત અને ઈડરની મુલાકાત લીધેલ. તેમના અધ્યયન પછી તેમણે જ નોંધ કરી તે નીચે પ્રમાણે છે : અમેરિકાના ટેક્સાસ રેડ બેડસ’ પછી ઉત્તર ગુજરાત, કચ્છ અને અરવલ્લીની ગિરિકંદરાઓને ખૂબ જ મહત્ત્વનાં સ્થળ ગણવામાં આવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે ઈડરની આજુબાજુએ તથા અરવલ્લીની ગિરિમાળાના ખડકો આર્કિયન યુગના છે તથા છેલ્લાં ૨૦ કરોડ વર્ષથી “યથાવત’ સ્થિતિએ પડ્યા હોઈ, ભૂતકાળના અમૂલ્ય દસ્તાવેજ બની ગયા છે. ઈડરગઢ પાસે દેખાતા પથ્થરો તો દેખાવમાં રોમાંચ ઉપજાવે તેવા છે. ગોળ, લંબગોળ, ઊભા, આડા અને કલ્પનામાં પણ ન આવે તેવા આકારોના છે.
ડિૉ. મુખરજી જણાવે છે કે ઈડર પંથકમાં દેખાતા અમુક પથ્થરો તો છેક “આર્કિયન યુગ' ના એટલે કે ૬૦ થી ૧૨૦ કરોડ વર્ષ જૂના છે. જો કે કરોડો વર્ષ જૂના પથ્થર પહાડની નીચે અંદર ધરબાયેલા છે. જે સંપૂર્ણપણે ગ્રેનાઈટમાં રૂપાંતરિત બની ચૂક્યા છે. હાઈવે ઉપર નજીક દેખાતા પથ્થરો પૈકી કેટલાક અંદાજે ૨૦ કરોડ વર્ષ જૂના તો છે જ. કેટલાક વિકૃત ખડકો જોઈ શકાય છે જે પૃથ્વી શરૂઆતમાં વાયુ સ્વરૂપ હતી ત્યાર બાદ ઘન સ્વરૂપમાં આકાર ધારણ કરતી વખતે જે સૌથી પ્રથમ વિકૃત ખડકો બન્યા તે પૂરાં ૧૮૦ કરોડ વર્ષો પહેલાં બનેલા છે. તેની ઉપર બીજા ખડકોનું પડ બંધાયેલ છે. આ ખડકોમાંથી પ્રાણી જીવનના અસ્તિત્વને દર્શાવતા અશ્મીભૂત અવશેષો મળતા નથી. એ સમયે મહાસાગર પણ બન્યા નહોતા. આ યુગને ભૂસ્તરશાસ્ત્રીઓ ‘આર્કિયન યુગ” કહે છે. ગ્રેનાઈટ અને નીસ જાતના પથ્થરો આ યુગની પેદાશ છે. - ગુજરાતમાં લગભગ ૨૦ લાખ વર્ષ બાદ જબરજસ્ત જવાળામુખી ફાટી નીકળ્યા- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર લાવારસનું પડ ફરી વળ્યું (આ વિસ્તારમાં કુલ છ હજાર ફૂટ ઊંચું લાવાનું પડ છે.) આના કારણે (લાવાને કારણે) ગુજરાતનો કિનારો વધતો ગયો - તે છેક આફ્રિકાના “માડાગાસ્કસ' સાથે જોડાઈ ગયો. આ સમય દરમિયાન અરવલ્લી ગિરિમાળા પૂર્ણ અસ્તિત્વમાં-હિમાલય કરતાં વિશાળ આકારમાં હતી, પરંતુ એ પછી ધીમે-ધીમે જમીનની નીચે ધરબાય છે. આ બાજુ ગુજરાત ઉપર ફરી સમુદ્ર છવાઈ જાય છે. આશરે ચાર લાખ વર્ષ પહેલાં કચ્છ અને સૌરાષ્ટ્ર થોડા ઊંચા આવ્યા. સાબરમતીના ભાઠાની જમીન બની. જો કે પશ્ચિમ સાબરકાંઠાથી માંડી આજના પાકિસ્તાન સુધીની જમીન ઉપર સમુદ્ર હતો, પરંતુ આધુનિક યુગ એટલે કે માનવ
ઈલ્વદુર્ગ”: એક ઐતિહાસિક ધરોહર
૯૧
For Private and Personal Use Only