Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિક્કા પડાવ્યા હતા.
જગતસિંહ ૨-જા (ઈ.સ. ૧૮૦૩ થી ૧૮૧૮)થી બધા રાજાઓએ જે સિક્કા પડાવ્યા હતા તે “નઝરાના” તરીકે ઓળખાયા. આ સિક્કા ભારે વજનના અને મોટા કદના છે.
માનસિંહ ૨-જા (ઈ.સ. ૧૯૨૨-૧૯૪૭)ના એક આનાના સિક્કામાં દેવનાગરી લિપિમાં લખાણ, મધ્યમાં ઝાડની આકૃતિ તથા પૃષ્ઠભાગમાં ફારસીમાં લખાણ અને અંગ્રેજી આંકડામાં સિક્કાનું મૂલ્ય લખેલું જોવા મળે છે. પાછળથી આ સિક્કાઓમાં અગ્રભાગે ઝાડને સ્થાને રાજાની પ્રતિકૃતિ અંકિત કરાઈ, જયારે પૃષ્ઠભાગમાં અંગ્રેજી આંકડાને બદલે ઝાડ અંકિત કરવામાં આવ્યું. આ ઉપરાંત ટંકશાળનું નામ અને સિક્કાનું મૂલ્ય પણ ફારસી ભાષામાં લખવામાં આવ્યું. માનસિંહ ૨ જા એ બે આનાનો ચોરસ સિક્કો પડાવ્યો હતો, જે બધા જ સિક્કાઓમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ સિક્કાની બંને બાજુએ ફારસી ભાષામાં લખાણ જોવા મળે છે.
ભો.જે. વિદ્યાભવનમાં જે સિક્કા સંગૃહિત છે તેમાં માનસિંહ ૨-જા નો ૧ આનાના મૂલ્યનો સિક્કો છે. આ સિક્કાના અગ્રભાગે લીટી દોરેલ વર્તુળની મધ્યમાં વૃક્ષની ડાળીનું ચિહ્ન જોવા મળે છે, જે ટંકશાળનું ચિહ્ન છે. તેની નીચે સંવતનું વર્ષ જોવા મળે છે. સિક્કાની વૃત્તાકારે નાગરીમાં મહારગાધિરાજ સવારૂં માનસિંહ-૨ એવું લખાણ જોવા મળે છે. જ્યારે પૃષ્ઠભાગમાં મધ્યમાં વર્તુળમાં ૧ આનાનું મૂલ્ય અંગ્રેજીમાં, અંકિત કરેલું જોવા મળે છે તથા નીચે નાગરીમાં ‘ઇ માના” લખાણ જોવા મળે છે. સિક્કાની કિનારીએ વર્તુળાકારમાં અરબીફારસીમાં લખાણ જોવા મળે છે. આ સિક્કાનું વજન ૪.૩ mg છે. તથા તેનો વ્યાસ ૨.૨, સે.મી. છે. આકાર ગોળ તથા તાંબા ધાતુનો બનેલો છે.
બીજા જયપુરના મહારાજા માધોસિંહ ૨-જાના ૧ તથા ૧૨ મૂલ્યના પૈસા ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત છે, જેમાં ૧ પૈસાના મૂલ્યના સિક્કાના અગ્રભાગે અરબી-ફારસીમાં લખાણ જોવા મળે છે. તથા જયપુરની ટંકશાળનું ચિહ્ન જોવા મળે છે. જયારે કેટલાક સિક્કાઓ પર હિજરી સંવત પણ જોવા મળે છે અને વૃત્તાકારે ટપકાં જોવા મળે છે. પૃષ્ઠભાગ પર અરબી-ફારસીમાં લખાણ જોવા મળે છે તથા વૃક્ષની ડાળીનું ચિહ્ન જોવા મળે છે. કેટલાક સિક્કામાં હિજરી વર્ષ આપેલું જોવા મળે છે. આ સિક્કાઓ શાહઆલમ ૨-જાના નામના પાડેલા છે. આ સિક્કાઓનું વજન ૧૫.૧ થી ૧૮ mg. જેટલું જોવા મળે છે. જયારે તેનો વ્યાસ ૧.૮ થી ૨.૧ સે.મી.નો છે. આ સિક્કા ગોળાકાર તથા તાંબાના છે.
માધોસિંહ ૨ જાના ૧/૨ પૈસા મૂલ્યના જે સિક્કાઓ છે; તેમાં અગ્રભાગ પર અરબી-ફારસીમાં લખાણ જોવા મળે છે. કેટલાક સિક્કાઓ પર હિજરીમાં વર્ષ આપેલું જોવા મળે છે. પૃષ્ઠભાગમાં પણ અરબી-ફારસીમાં લખાણ અને હિજરીમાં વર્ષ લખેલું જોવા મળે છે. તથા વૃક્ષની ડાળીનું ચિહ્ન જોવા મળે છે. આ સિક્કાઓનું વજન ૬.૧ થી ૬.૩. m.g છે, જયારે તેનો વ્યાસ ૧.૮ થી ૨ સે.મી.નો જોવા મળે છે. આ સિક્કા આકારમાં ગોળ છે અને તાંબાના છે, રાણી વિકટોરિયાના નામવાળા સિક્કાઓ છે.
ભો.જે. વિદ્યાભવનમાં સિક્કાઓનો અમૂલ્ય ખજાનો છે. તે રસપ્રદ ઇતિહાસ ધરાવે છે તથા તેના દ્વારા રાજધાની તથા કયા રાજાએ કયા મુઘલ બાદશાહ કે બ્રિટિશ હકૂમત હેઠળ સિક્કા પડાવ્યા તેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.
સંદર્ભ ગ્રંથો ૧. શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. પરીખ, પ્રવીણચંદ્ર સી., “ભારતીય સિક્કાશાસ્ત્ર', ૧૯૭૪ 2. Gupta, P.L., 'Coins', Ahmedabad, 1969
ભો.જે. વિદ્યાભવનમાં સંગૃહીત જોધપુર, ઉદયપુર અને જયપુરના સિક્કાઓ
For Private and Personal Use Only