Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ આનાના મૂલ્યના આ સિક્કાઓમાં અગ્રભાગ પર દેવનાગરી લિપિમાં વિત્ર અને નીચે ૩યપુર એવું લખાણ જોવા મળે છે તથા નીચે પર્વતમાળાઓનું ચિત્ર જોવા મળે છે, જ્યારે પૃષ્ઠભાગમાં બીજ ચંદ્રાકારે આઠ ખૂણા વાળીને બનાવેલ વર્તુળમાં દેવનાગરી લિપિમાં “પ્તિ નંધન' એવું લખાણ જોવા મળે છે. આ સિક્કાનું વજન ૨.૭૨ mg. છે અને ૧.૩ સે.મી.નો વ્યાસ ધરાવે છે. આ સિક્કા ગોળાકાર તથા ચાંદીના છે. ૧/૨ નાના સિક્કાઓમાં અગ્રભાગ પર કિનારીએ ટપકાં જોવા મળે છે તથા દેવનાગરી લિપિમાં લખાણ જોવા મળે છે અને સિક્કાનું અભિધાન કરેલું જોવા મળે છે, જયારે પૃષ્ઠભાગ પર સિક્કાની કિનારીએ ટપકાં જોવા મળે છે તથા દેવનાગરી લિપિમાં લખાણ અને વિ.સં.નું વર્ષ જોવા મળે છે. આ સિક્કાનું વજન ૩.૨ mg. છે તથા તેનો વ્યાસ ૨.૧ સે.મી. છે. આ સિક્કો ગોળાકાર અને તાંબાનો છે. ૧ આના મૂલ્યના આ સિક્કાનો આકાર અષ્ટકોણ છે. સિક્કાની કિનારીએ ટપકાં છે. તથા મધ્ય ભાગમાં દેવનાગરી લિપિમાં વિત્રકૂટ અને નીચે ૩યપુર એવું લખેલું છે. નીચે ચિત્રકૂટ પર્વતમાળાની હાર જોવા મળે છે, જ્યારે પૃષ્ઠભાગમાં સિક્કાની કિનારીએ ટપકાં જોવા મળે છે અને મધ્યમાં નાગરી લિપિમાં ‘ોતી નંધન' એવું લખાણ તથા વિ.સં.નું વર્ષ લખેલું જોવા મળે છે. ઉદયપુર રાજ્યના બીજા મહારાજા ફતેહસિંહે જે સિક્કાઓ પડાવ્યા તેમાંનો ભો.જે. વિદ્યાભવનના સંગ્રહાલયમાં ૧ પાઈ મૂલ્યનો છે. આ સિક્કાના અગ્રભાગ પર મધ્યમાં દેવનાગરી લિપિમાં ‘૩યપુર' લખેલું છે તથા ઉપર અને નીચે તરફ ડિઝાઈન જોવા મળે છે. જયારે પૃષ્ઠભાગમાં આ સિક્કાની મધ્યમાં દેવનાગરીમાં ‘વિરો' એવું લખાણ લખેલું છે અને વિ.સં.નું વર્ષ આપેલું છે તથા ઉપર નીચે ફૂલવેલની ભાત જોવા મળે છે. આ સિક્કાનું વજન ૧.૮ mg તથા તેનો વ્યાસ ૧.૬ સે.મી છે. આ સિક્કો ગોળાકાર અને તાંબાનો છે. આ સિવાય ઉદયપુર રાજયના મહારાજાઓએ ચાંદોરી સિક્કા પડાવ્યા હતા તેના પર સાત ટપકાંવાળું વર્તુળ તથા કમળના ફૂલનું ચિહ્ન જોવા મળે છે, જ્યારે નીચે તરફ અસ્પષ્ટ ચિહ્ન જોવા મળે છે. પૃષ્ઠભાગ પર જે ચિહ્યો છે તે ઘસારાને લઈને અસ્પષ્ટ દેખાય છે. જયપુર : રાજસ્થાનમાં ઈ.સ. ૧૭૨૮માં મહારાજા સવાઈ જયસિંહે જયપુરનો પાયો નાંખી અંબરથી ત્યાં રાજધાની ખસેડી ત્યારથી એ જયપુર રાજય તરીકે ખ્યાતિ પામેલું. આશરે ઈ.સ. ૧૭૪૩ માં ત્યાં ટંકશાળ સ્થપાઈ, જે જયપુરની પહેલી ટંકશાળની હતી અને તેને મુઘલ બાદશાહ તરફથી પોતાની સ્વતંત્ર ટંકશાળ ચલાવવાનો પરવાનો મળ્યો હતો. આ ટંકશાવનું ચિહ્ન ૭ પાંદડાવાળી ડાળી હોવાથી આ| ચિહ્ન ધરાવતા સિક્કાઓ ‘ઝાર' (ઝાડ) શાહી તરીકે પ્રખ્યાત થયા હતા ઈ.સ. ૧૮૫૭ પહેલાં આ રાજ્યના બધા સિક્કા મુઘલ બાદશાહોના નામે જયપુર અને માધોપુરની ટંકશાળમાંથી પડેલા હતા. જયપુરની ટંકશાળનું ચિહ્ન જેમ ઝાડ હતું તેમ માધોપુરની ટંકશાળનું ચિહ્ન પાંદડું હતું. આ સિક્કાઓ પ૨ જયપુરના રાજાઓનું નામ આપવામાં આવ્યું નથી. ઈ.સ. ૧૮૫૭ પછી જે સિક્કા પડેલા જોવા મળે છે તેમાં સિક્કાના અગ્રભાગ પર બ્રિટિશ સમ્રાટના અને પૃષ્ઠભાગ પર જયપુરના મહારાજાનું નામ તથા રાજ્યકાલનું વર્ષ અંકાયેલું જોવા મળે છે. આ સિક્કાઓમાં પહેલાં હિજરી વર્ષ અને પછી ઈ.સ.માં અપાયેલું જોવા મળે છે. સિક્કાઓ પર લખાણ અરબી-ફારસી લિપિ અને ભાષામાં જોવામાં મળે છે. આ રાજયનાં મહારાજાઓએ સોનામાં મોહર, ચાંદીમાં રૂપિયો અને એના વિભાજનમાં ૧/૨, ૧/૪, ૧/૮ અને ૧૧૬ રૂપિયાના સિક્કા તથા તાંબામાં પૈસો અને ૧/૨ પૈસો અને પિત્તળમાં ૧ આનો ૨ આનાના ૮૮ સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ –માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110