Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 106
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વ. શાસ્ત્રીજી પાસે શૈક્ષણિક લાયકાત ન હતી, છતાં આ વિષયમાં તેમનાં જ્ઞાનને લક્ષ્યમાં લઈને તા. ૧૭-૩-૧૯૫૧ના રોજ પ્રભાસમાં નવાં શરૂ થતાં સંગ્રહાલયના ક્યુરેટર તરીકે રાજ્ય સરકારે નિમણૂંક આપી હતી. ત્યાં રહીને એમણે પ્રભાસનાં જોવા લાયક સ્થળોની હસ્તપ્રત તૈયાર કરી હતી. તે એમણે મિત્રભાવે શ્રી દિનકરભાઈને આપી રાખેલી. તા. ૨૦-૨-૧૯૮૦ના રોજ શાસ્ત્રીજીનું અવસાન થયું. એમના પરિવારની સંમતિ મેળવીને, જયેન્દ્ર નાણાવટી ફાઉન્ડેશને આ હસ્તપ્રત પ્રકાશિત કરી. ગ્રંથમાં પ્રભાસના જોવા યોગ્ય પ્રાચીન ૧૦૦ સ્થળોનો પરિચય છે. આમાં દરવાજા છે. મંદિરો છે, ચોરો છે, કોઠારિયું છે, અંડપિકા છે, વાવ છે, કુંડ છે, શિલાલેખ છે, મસ્જિદ છે, દુર્ગ છે, પાળિયો છે, સરિતાસંગમ છે, ગુફા છે, ઘાટ છે, ટીંબો છે, મકરબો છે, - પાર વગરનાં વૈવિધ્યવંતાં સ્થાનો છે. પ્રભાસમાં, સાથે રાખીને જોઈ શકાય, તેવો આ અદ્દભુત માહિતી સમૃદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથ માત્ર સ્થળ-નિર્દેશક બની રહ્યો નથી. જે તે સ્થાનનું મહત્ત્વ દર્શાવવા લેખક જે ઐતિહાસિક વિગતો પૂરી પાડે છે, તે લેખકનાં આમૂલાગ્ર જ્ઞાનની પ્રતીતિ કરાવે છે. પ્રભાસમાં આટલાં બધાં સાંસ્કૃતિક સમૃદ્ધ સ્થાનો છે, એ માત્ર આ ગ્રન્થના સેવનથી જ ખ્યાલ આવે છે. લેખક છે, જે તે સ્થળને તેના મહત્ત્વને અનુરૂપ વ્યાપ ફાળવે છે. “ભરમનો દરવાજો' છે તેને માટે ત્રણ પંક્તિ છે. શ્રી સોમનાથનું મંદિર માટે ૧૮ પાના છે. હમીરજી ગોહિલના શૌર્ય અને મૃત્યુનું સ્મરણ કરવું હોય તો તે ભાટચારણોએ સાચવી રાખેલા સોરઠાઓ આપે છે. એમણે આપેલી કેટલીય વિગતો હેરત પમાડે તેવી છે. જેમકે મહમુદ ગઝની પાછો ફરતો હતો ત્યારે સોમનાથનો એક પૂજારી તેને રણને અવળે માર્ગે લઈ ગયો અને ત્યાં મહમૂદનું સૈન્ય પાણી પાણી કરતું મરી ગયું. મહમુદ માંડમાંડ ગઝની પહોંચ્યો હિન્દુઓએ તેનો પીછો કર્યો અને લૂંટનો માલ પાછો લઈ લીધો. આ પ્રકારના માહિતી સમૃદ્ધ ગ્રંથ લખવા માટે સ્વ. શાસ્ત્રીજી અને આ ગ્રન્થને વાચકના હાથમાં મૂકવા માટે ફાઉન્ડેશન - અભિનંદનના અધિકારી છે. રશ્મિકાન્ત મહેતા નિયામક, ભો.જે. વિદ્યાભવન અમદાવાદ “શ્રતિસેવી શ્રીલક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં', લે. રસીલા કડિયા, પ્રકાશક : ચંદ્રકાન્ત કડીઆ, શ્રી એસ.એમ. જૈન બોર્ડિંગ ડ્રાઈવ-ઇન-રોડ, અમદાવાદ-૫૪, પ્રથમવૃત્તિ-૨૦૦૬, પૃષ્ઠ ૧૧+૧૭૨, મૂલ્ય રૂ. ૨00/-. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજના શિષ્ય શ્રી લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજક હસ્તપ્રતવિદ્યાના ઊંડા અભ્યાસી અને વિદ્વાન હતા. સમાજ સમક્ષ રજૂ થતો બહેનશ્રી રસિલા કડિયાનો “શ્રતસેવી શ્રી લક્ષ્મણભાઈ ભોજકના સાંનિધ્યમાં' વિષય પરનો શોધમૂલક ગ્રંથ અર્વાચીન વિદ્વાનોના તદવિષયક ગ્રંથોમાં તેઓનો ઘનિષ્ઠ અભ્યાસ કરી સંશોધનક્ષેત્રે ઉપયોગી એવો ગ્રંથ છે. આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે એક વ્યક્તિ વિશેષના જીવન અને કાર્યના દરેક તબક્કાને સાધાર મૂલવવાનો પ્રયત્ન કર્યો છે. વળી શ્રી લક્ષ્મણભાઈ ભોજકની પ્રવૃત્તિઓના હાર્દને જીવંત ઓપ આપવાનો ગ્રંથાવલોકન ૧૦૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110