Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા કરવામાં આવેલા પશુપતિ તેમજ ભાગવતમતના ખંડનના લેખોમાં દાર્શનિક-સમીક્ષાત્મક વિમર્શ'-એમ જુદી જુદી શૈલીથી લેખ નિબદ્ધ કરી, પ્રો. મહેતા સાહેબે સાચા અર્થમાં આ સંગ્રહ-ગ્રન્થને “વિવિધા' બનાવી દીધો છે.
વેદની કથા (ગૌતમ-અહિલ્યા), ઉપનિષદ-વૃત્તાન્ત, રામાયણ જૈન વાય- એમ સાહિત્યનાં જુદાં જુદાં ક્ષેત્રોને સ્પર્શ કરતા લેખો પણ આ કૃતિનું ‘વિવિધા' નામ સાર્થક કરે છે.
સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત આ ગ્રન્થ સંસ્કૃતના અભ્યાસુવિદ્વાનો, સંસ્કૃત-પ્રેમીઓ તેમજ સંશોધકોને તો ઉપયોગી થશે જ; એ સાથે સંસ્કૃત-ક્ષેત્રમાં સંશોધન કરવા ઇચ્છતા ઉદયમાન સંશોધક-છાત્રોને સંશોધન-લેખ કે અભ્યાસ લેખ લખવા માટેની આદર્શ-શૈલી પણ પૂરી પાડશે; એવું મારું મન્તવ્ય છે.
કમલેશકુમાર છે. ચોકસી રીડર, સંસ્કૃત વિભાગ, ગુજ. યુનિ.
અમદાવાદ
સંસ્કૃતિ અને કલા, લે. ડૉ. આર.ટી. સાવલિયા, પ્રકાશક : લેખક પોતે, પ્રાપ્તિસ્થાન : એ-૪, યજ્ઞ પુરુષનગર, કર્મચારીનગર સામે, રન્ના પાર્ક, ઘાટલોડિયા, અમદાવાદ-૩૮૦૦૬૧, પ્રથમવૃત્તિ-૨૦૦૫, મૂલ્ય રૂા. ૧૪૦/-.
ભારતીય સંસ્કૃતિ વિષયમાં એમ.એ. અને પીએચ.ડી. થયેલા, સંસ્કૃતિનું પણ સારું જ્ઞાન ધરાવતા ડૉ. આર.ટી. સાવલિયાએ ભારતીય સંસ્કૃતિ, શિલ્પકળા અને સાંસ્કૃતિક વિકાસમાં ફાળો આપનારા સંપ્રદાયો વિશે પુસ્તકો લખ્યાં છે. “ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમાવિધાન', “ગુજરાતમાંની માતૃકાઓનું મૂર્તિવિધાન”, “ગુજરાતની દિપાલ પ્રતિમાઓ’, ‘ગુજરાતનાં પ્રાચીન સરોવર, તળાવો અને કંડો', તથા “પાશુપાત સંપ્રદાય : ઉદ્ભવ અને વિકાસ’, ‘આપણા સંતો' વગેરે તેમનાં રસપ્રદ પુસ્તકો છે.
“સંસ્કૃતિ અને કલા’ પુસ્તકમાં કુલ અગિયાર લેખો છે. પહેલો લેખ છે “જૂનાગઢની ગોદડિયા પરંપરા વિશે આ લેખમાં ડૉ. સાવલિયાએ અતિ જૂની ગોદડિયા પરંપરા વિશે વિસ્તૃત માહિતી આપી છે. ઉગ્ર તપશ્ચર્યા અને વૈરાગ્યભાવ ધરાવતા તથા જનસમૂહ વચ્ચે જવાનું થાય ત્યારે ગોદડી જેવું વસ્ત્ર વીંટતા સાધુઓની પરંપરાનો ઉલ્લેખ ભતૃહરિના ‘વૈરાગ્ય શતક'માં હોવાનું ડૉ. સાવલિયાએ નોંધ્યું છે. આ પરંપરામાં શ્રી પ્રેમદાસબાપા, શ્રી પ્રાગદાસબાપુ વગેરે વિશે અહીં વિગતે વાત થઈ છે. લેખને અંતે સમગ્ર ગુજરાતમાં કયા કયા સ્થળે આ પરંપરાના સમર્થ સંતો-સેવકોનાં પ્રતિષ્ઠાનો સ્થપાયાં છે. તેની વિગત પણ અપાઈ છે. બીજા લેખમાં બૌધ્ધ ધર્મના ત્રિપિટક ગ્રંથની કૃષિ ભારદ્વાજની ગાથા વિશે વાત થઈ છે. “હું ખેડું છું, વાવું છું અને મારો નિર્વાહ ચલાવું છું, તું પણ એમ કર. એવો બોધ આપનાર ભગવાને તથાગતની આ ગાથાનો મર્મ સમજાવતા કૃષિ ભારદ્વાજ પ્રવજ્યા લે છે અને અરિહન્ત થાય છે તેની વાત અહીં થઈ છે. ત્રીજા લેખમાં “ગુજરાતમાં યહૂદી પંથનો પ્રસાર' વિશે વિસ્તૃત વિચારણા થઈ છે. જગતની મુખ્ય ચાર જાતિઓ આર્ય, સેમેટિક, મોગલો અને નીગ્રો પૈકી સેમેટિક જાતિના યહૂદીઓની ધર્મભાવના, દસ આજ્ઞાઓ તથા યહૂદી સંતો વિશે અહીં વિચારણા થઈ છે. દસ આજ્ઞાઓમાં સુખ અને શાંતિની ચાવી રહેલી હોવાનું જોઈ શકાય છે. ગુજરાતમાં વસતી યહૂદી પ્રજા અને એમની પ્રણાલિકાઓ ઉત્સવો વિશે વિસ્તૃત માહિતી આપતો આ લેખ આ પુસ્તકનો એક મહત્ત્વનો લેખ છે.
ગ્રંથાવલોકન
For Private and Personal Use Only