Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાયત્રી મંત્ર અને કવિ ઇકબાલ-શાશ્વત વિજય પામે છે પ્રા. સંજયકુમાર પંડ્યા હજારો વર્ષથી અવિરતપણે આ પૃથ્વી ઉપર જો કોઈ સંસ્કૃત પદ્યનું સતત રટણ થતું હોય તો તે આપણો પ્રખ્યાત “ગાયત્રીમંત્ર ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત' એ છે. એનો અર્થ કેટલો નિર્મળ છે, “હે પરબ્રહ્મ પરમાત્મા પ્રાણસ્વરૂપ, દુ:ખનાશક, સુખસ્વરૂપ, શ્રેષ્ઠ, ઉત્પાદક પરમ કૃપાળુ પરમાત્માના પવિત્ર તેજને ધારણ કરીએ. જે અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે. આ મંત્રના અક્ષરોએ. છંદે, અર્થે અનેક ભાવકોને ઘેલું લગાડ્યું છે. તેનું કારણ આ મંત્ર સત્ય અને બુદ્ધિના પ્રકાશનો છે. જેમ વિજ્ઞાન સત્યની શોધ કરે છે, તેમ અધ્યાત્મ પણ સત્યની જ શોધ કરે છે. પરંતુ બંનેના સત્યનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. વિજ્ઞાન પ્રકૃતિના સત્યની શોધ કરે છે અને અધ્યાત્મ ચેતનાનું સત્ય શોધે છે. અધ્યાત્મ પરમ સત્યની શોધ છે. આધ્યાત્મિક સત્ય અનુભૂતિગમ્ય છે. આધ્યાત્મિક સત્યોને વૈજ્ઞાનિક સત્યોની જેમ પ્રદર્શિત કરી શકાતાં નથી. ચકાસી શકાતાં નથી. પ્રત્યક્ષ પ્રયોગ, બૌદ્ધિક શોધ એ વિજ્ઞાનની સંશોધન પદ્ધતિ કહેવાય છે. અનુભૂતિ, સાક્ષાત્કાર, અપરોક્ષાનુભવ એ અધ્યાત્મની પદ્ધતિ છે.' સૂફીવાદી કવિઓ પણ પરમતત્ત્વને આરાધવા માટે ભક્તિમાર્ગ અપનાવે છે. સૂફીઓ પોતાને આશિક માને છે અને અલ્લાહને માશૂક. તેમની દૃષ્ટિએ ઇશ્કના બે પ્રકાર છે. ઇશ્ક મિજાજી અને ઇશ્કે હકીકી. હક્કનો અર્થ સત્ય કે અલ્લાહ થાય છે. તેથી ઇશ્કે હકીકી આ ઈશ્વરનું – તેમના પ્રેમનું સમર્થન કરે છે. ૨ ગાયત્રી મંત્રના અર્થને ઉર્દૂ ગઝલના માધ્યમથી પ્રગટ કરનાર મોહમ્મદ ઇકબાબ વિષે આપણે બે બાબતો જાણીએ છીએ. ૨. સારે નહાઁ સે અચ્છા હિન્દોસતાં હમારા....જેવા રાષ્ટ્રપ્રેમથી છલકતા ગીતના રચયિતા તરીકે. ૨. ભારતથી અલગ એવા “પાકિસ્તાન’ શબ્દના જનક તરીકે. કદાચ “પાકિસ્તાન' શબ્દના જનક તરીકે તે ખૂબ અવહેલના પામ્યા. પરિણામે તેમની બીજી રચનાઓ તરફ કોઈનું વિશેષ ધ્યાન નથી ગયું. આ કવિ હિન્દુધર્મના ગ્રંથો, વિચારોમાં નિષ્ઠા ધરાવે છે. આ નિષ્ઠા ઇસ્લામ ધર્મમાં પણ સ્વીકારાય એ હેતુથી તેમણે સંભવતઃ ઉર્દૂમાં ગઝલ લખી ગાયત્રી મંત્રનો સંપૂર્ણ ભાવ-અર્થ પ્રગટ કર્યા છે. એટલી સ્પષ્ટતા કર્યા પછી મોહમ્મદ ઇકબાલની એક ઉર્દૂ ગઝલ જોઈએ. એ આફતાબે હુ ખાને" જહાં તૂ, શીરાજા બંદ તફતરે કોનોમકા હૈ તૂ. બાઇસ હૈ તૂ જુદો અદમ નમૂદ કા, હૈ સજ" તેરે દમ સે ચમન હસ્તો બુંદર કા, કાયમ યહ અનૂરો કા તમાશા તુઝી સે હૈ, હર શય મેં જિન્દગી કા તકાઝા તુઝી સે હૈ, હર શય કો તેરી જલવાગરીએ સબાત હૈ, * સંસ્કૃત વિભાગ, શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંગરોળ - ૩૬૨ ૨૨૫ જિ. જૂનાગઢ ૮૨ સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110