Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भिक्षान्नं देहरक्षार्थं वस्त्रं शीतनिवारणम् । अश्मानं च हिरण्यं च शाकं शाल्योदनं तथा ॥ समानं चिन्तयेद्योगी यदि चिन्त्यमपेक्षते । - भूतवस्तुन्यशोचित्वे पुनर्जन्म न विद्यते ॥ એ યોગી જો મોક્ષને ઇચ્છતો હોય તો તેણે દેહની રક્ષા માટે જ ભિક્ષાનું અન્ન ઇચ્છવું જોઈએ; તેમ જ ટાઢને દૂર કરવા માટે જ વસ્ત્ર ઇચ્છવું જોઈએ અને પથ્થર, સોનું, શાક અને સુંદર ભાત એ સર્વને સમાનરૂપે વિચારવું જોઈએ. બધે સમદષ્ટિ કેળવવી જોઈએ. આવા યોગીને ભૂત-ભવિષ્યની, કોઈ વસ્તુ તરફ શોક કે રિહિતપણું સિદ્ધ થાય છે. તેથી તેને પુનર્જન્મ રહેતો નથી, (ઉ.ગી. ૩/૧૬, ૧૭) (જુઓ ભગવદ્ગીતા ૬ ૮, ૯.૫ ૧૮, ૧૯;૧૨/૧૭, ૧૮, ૧૯). જુદા જુદા દેહોમાં રહેલો આત્મા સર્વવ્યાપક હોઈ એક જ છે. જુદા જુદા દેહો ધારણ કરવાને કારણે અનેક દેખાતા જીવાત્માઓ સ્વરૂપથી તો એક જ છે, છતાં જ્યાં સુધી દેહનું બંધન છે ત્યાં સુધી દેહોમાં બંધાયેલા આત્માઓ રૂપે જીવાત્માઓ અનેક છે તેમ જ કહેવું પડે. એક જ નદીનું પાણી પાંચ ઘડામાં વહેંચાય ત્યારે પાંચે ઘડામાં સરખું જ પાણી હોવા છતાં સંખ્યાથી પાંચઘડામાં પાણી છે તેમ જે રીતે કહેવાય તેમ જ જીવાત્માઓ વિષે વિચારી શકાય. ઉત્તરગીતા તત્ત્વજ્ઞાન પર, બ્રહ્મજ્ઞાન પર વિશેષ ભાર મૂકે છે અને તેને મોક્ષના ધ્યેયને કે જન્મમૃત્યુના ફેરામાંથી મુક્ત થવાના ધ્યેયને નજર સમક્ષ રાખ્યું છે. (ઉ.ગી. ૧, ૫, ૬) ઉત્તરગીતા બે પ્રકારની મુક્તિ બતાવે છે. (૧) સદ્યોમુક્તિ અને (૨) ક્રમ-મુક્તિ. મૃત્યુથી શરીરરૂપ ઉપાધિનો ગમે તે કાળે, ગમે તે સ્થાને અને ગમે તે રીતે નાશ થયા પછી જીવ બ્રહ્મ સાથે એકતાને પામે છે તે સોમુક્તિ, જ્યારે ક્રમમુક્તિ જણાવવા માટે ઉત્તરગીતા વળી બે માર્ગો દર્શાવે છે. (૧) દેવયાન માર્ગ અથવા અર્ચિરાદિમાર્ગ (૨) પિતયાનમાર્ગ અથવા ધૂમમાર્ગ. જમણા ભાગમાં અગ્નિમંડલ સુધી ગયેલ, પવિત્ર કર્મોથી પામી શકાય તેવી પિંગલા નામની નાડી છે તે દેવયાનમાર્ગ છે (ઉ.ગી. ૨/૧૧) અને ડાબા નિઃશ્વાસમાર્ગે ચંદ્રમંડળ સુધી પહોંચેલી અને શરીરના ભાગમાં મૂળાધારથી માંડી સહસ્રમંડળ સુધી પહોંચેલી ઈડા નામની નાડી છે તે પિયાનમાર્ગ અથવા ધૂમમાર્ગ જાણવી. (ઉ.ગી. ર૧૨) ; જુદા જુદા ભાગમાં આવેલી નાડીઓમાં દેવયાન કે અર્ચિરાદિમાર્ગ બતાવ્યા છે. જે માર્ગે ગએલા પુનર્જન્મ પામતા નથી. પરંતુ પિતયાન અથવા ધૂમમાર્ગ રૂપ જે ઈંડા નામની નાડી છે તે માર્ગે ગયેલાને પુનર્જન્મ લેવો પડે છે. (જુઓ ભગવદ્ગીતા ૮/૨૩ થી ૨૭) અને છેલ્લે કહે છે સુષુણ્ણા નાડી ઈડા એ પિંગલાની વચ્ચે અત્યંત સૂક્ષ્મરૂપે રહી છે તેના અગ્રભાગે સર્વાત્મક, વિશ્વતોમુખ અને સર્વવ્યાપ્ત બ્રહ્મજ્યોતિ રહેલી છે. (ઉ.ગી. ૨/૧૪, ૧૫) ઉપસંહાર : તત્ત્વજ્ઞાન થયા પછી; જેમ ઘડાનું પાણી મોટા જળાશયમાં મળી જાય તેમ આકાશની પેઠે નિર્મળ અને પવિત્ર પરમેશ્વર, પરબ્રહ્મ સાથે એકતા થતાં જીવ અદ્વૈત બ્રહ્મસ્વરૂપે જ થઈને ભેદથી રહિત થાય છે. (ઉ.ગી. ૨/૩૨) ભગવદ્ગીતા પણ આ વાત જ સમજાવે છે. (ભ.ગી. ૩/૨૮) ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110