Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ ઉત્તરગીતા આત્મા-પરમાત્માનું સ્વરૂપ એક હોવાનું સ્પષ્ટ કરે છે અને આત્મા પરમાત્માનો વિચાર માનવ-મુક્તિના સંદર્ભમાં જ કરે છે.
ઉત્તરગીતા બ્રહ્મનું વર્ણન નીચે મુજબ કરે છે निष्कलं तं विजानीयात्षमिरहितं शिवम् । प्रभाशून्यं मनःशून्यं बुध्धिशून्यं निरामयम् ॥
અવયવરહિત, ભૂખતરસ વગેરે છ વિકારો રહિત, શિવ (મંગળ સ્વરૂપ), પ્રભાશૂન્ય (વૃત્તિઓ) રૂપી પ્રકાશ રહિત, મન રહિત, બુદ્ધિ રહિત, નિરામય (આભાસ, ભ્રમ વિનાના) એવા પરમાત્માનું ધ્યાન કરવું (ઉ.ગી. ૧/૧૩) એટલે કે બ્રહ્મ કે પરમાત્માનું અહીં નિર્ગુણ સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
ઉત્તરગીતામાં અધ્યાય ૩ના શ્લોક ૬માં આત્મજ્ઞાનીઓ માટે (સાકાર) મૂર્તિની ઉપાસનાની જરૂર નથી તેમ કહ્યું છે.
तीर्थानि तोयपूर्वानि देवान्याषाणमन्मयान ।
योगिनो न प्रयद्यन्त आत्मज्ञानपरायणाः ॥ આત્મજ્ઞાનમાં તત્પર રહેતા યોગીઓ, જળથી ભરેલાં તીર્થોમાં અને પથ્થરના કે માટીના દેવોના શરણે કદી જતા નથી, અર્થાત તીર્થસ્થાનથી કે દેવપૂજાથી જે વસ્તુ સિદ્ધિ કરવાની છે તે જ આત્મજ્ઞાનથી સિદ્ધ થઈ જાય છે, તો તે તીર્થાદિની શી જરૂર છે ? (ઉ.ગી. ૭/૬)..
જો કે, ઉત્તરગીતામાં નિર્ગુણ સ્વરૂપ જ શ્રેષ્ઠ તેમ કહ્યું નથી તો સગુણ બ્રહ્મ કે જેની પૂજા-ભક્તિ થઈ શકે છે તેની પણ કોઈ ચર્ચા નથી. વળી, તે ન હોવા અંગે પણ કોઈ ઉલ્લેખ નથી. આથી એટલું જ કહી શકાય કે ઉત્તરગીતામાં બ્રહ્મ અંગેનાં વર્ણનો નિર્ગુણ સ્વરૂપને લાગુ પડે તેવાં છે. દા.ત. હૃસ્વ, દીર્ઘ અને પ્લત એ માત્રાઓ રહિત, શબ્દથી પર, સ્વર-વ્યંજન રહિત, બિંદુ, નાદના અંશોથી પણ પર એવું (ઉ.ગી. ૧/૧૬). પ્રકાશક, સર્વનો અંતર્યામી, અને નિયંતા પરમેશ્વર (ઉ.ગી. ૧/૧૮) પરમ ઉચ્ચ, વ્યાપક, નાશરહિત, બધે પ્રકાશમય, આકાર રહિત, સર્વ ભૂતોના અંતર્યામિ, સર્વવ્યાપી, પરમાત્મા અને અવ્યય. (ઉ.ગી. ૩/૧૧,૧૨, ૧૩ વગેરે) ઉત્તરગીતામાં બ્રહ્મ હૃદયની અંદર રહેલું છે તેમ કહ્યું છે અને હૃદયની અંદર રહેલા પરમાત્માનો સાક્ષાત્કાર એ જ જીવનમુક્તિ છે. આ બ્રહ્મને પામવા માટે ઉત્તરગીતામાં તત્ત્વજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન પર ભાર મૂક્યો છે એ પરથી પણ કહી શકાય છે કે બ્રહ્મનું સ્વરૂપ નિર્ગુણ છે. ઉત્તરગીતામાં બ્રહ્મજ્ઞાન જ ઉદિષ્ટ છે. તેની અપેક્ષાએ વેદો ને ધર્મશાસ્ત્રોના તે વિનાના જ્ઞાનને મિથ્યા કહ્યું છે.
आलोड्य चतुरो वेदानधर्मशास्त्राणि सर्वदा ।
यो वै ब्रह्म न जानाति दर्वी पाकरसं यथा ॥ ચાર વેદો અને ધર્મશાસ્ત્રોનો સર્વદા પૂર્ણ અભ્યાસ કરીને પણ બ્રહ્મને જે જાણતો નથી તે પુરુષ રસોઈના રસને નહીં જાણતી કડછી જેવો છે અર્થાત રસોઈના સર્વ પદાર્થોમાં ઘૂમી વળેલી કડછી તેવા કોઈપણ સ્વાદને જાણતી નથી તેમ શાસ્ત્રોનો અભ્યાસ કર્યા છતાં બ્રહ્મને નહીં જાણતો મનુષ્ય કાંઈ પણ જાણતો જ નથી. (ઉ.ગી.
, ઉત્તરગીતા મુજબ ગ્રંથ માત્ર સાધન છે. કાર્ય સિધ્ધ થતાં જ તે ત્યાજ્ય છે. (ઉ.ગી. ૧/૨૦).
यथाऽमृतेन तृप्तस्य पयसा किं प्रयोजनम् ।
एवं तं परमं ज्ञात्वा वेदैर्नास्ति प्रयोजनम् ॥ જેમ અમૃત પીને તૃપ્ત થયો હોય, તેને પછી પાણીની શી જરૂર છે ? એ રીતે પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યા પછી વેદોની કશી જરૂર નથી. (ઉ.ગી. ૧/ર ૨) .
ઉત્તરગીતા મુક્તિ મેળવવા ઇચ્છનારા માટે યોગની અપેક્ષા રાખે છે. યોગ દ્વારા ઇન્દ્રિયોનો સંયમ કે જે તત્ત્વજ્ઞાન મેળવવામાં મદદરૂપ છે તે સૂચવે છે અને તત્ત્વજ્ઞાન દ્વારા પરમતત્ત્વ જાણ્યા પછી અપરોક્ષાનુભવ
ઉત્તરગીતા-જ્ઞાન દ્વારા બ્રહ્મપ્રાપ્તિ
૭૯
For Private and Personal Use Only