Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથર્વવેદનો ઋષિ માનવોને ઋષભદેવનું આહ્વાન કરવાની પ્રેરણા આપે છે. વૈદિક પરંપરામાં તેમને જ માનસપુત્ર અને જયેષ્ઠ અર્થવવન કહ્યાં છે. અને તેમને જ ભગવાને સમસ્ત વિદ્યાઓમાં મુખ્ય બ્રહ્મવિદ્યા આપીને લોકોમાં પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે."
શ્રીમદ્ ભાગવત પ્રમાણે ઋષભદેવનો જન્મ રજોગુણીજનને કેવળ જ્ઞાનની કેવલ્યની શિક્ષા દેવા માટે જ થયો હતો. આ ગ્રંથમાં એમ પણ જણાવ્યું છે કે ઋષભદેવ જ મોક્ષમાર્ગના પ્રવર્તક અવતાર છે. ભાગવત, કર્મપુરાણ, માર્કંડેય પુરાણ આદિ વૈદિક ગ્રંથોમાં શ્રી ઋષભદેવની મહત્ત્વપૂર્ણ ગાથાઓ આલેખાયેલી છે. ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય
ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે ઘણી બાબતમાં સામ્ય જોવા મળે છે. ૧. અગ્નિ :
બંને દેવો અગ્નિ સાથે સંકળાયેલા છે. વૈદિક દેવ રુદ્ર કાલાંતરે શિવ, મહાદેવ, ગિરીશ વગેરે નામે ઓળખાયા. કેટલાંક વિદ્વાનો શિવમાં અગ્નિનું સ્વરૂપ કહ્યું છે. તેઓ માને છે કે શિવની જળાધારી એ અગ્નિની વેદી અને શિવની જટા એ ચકરાવા લેતી અગ્નિની શિખા છે. ડૉ. મૅકડોનલે રુદ્ર અને અગ્નિ વચ્ચે સામ્ય દર્શાવ્યું છે. ૮ શિવના સ્વરૂપ નટરાજના ઉપરના એક હાથની હથેળી પર અગ્નિની જવાળા ધારણ કરેલી હોય છે. ઋષભદેવે અગ્નિ પેદા કરીને લોકોને રાંધવાની કળા શીખવી. એટલે જ અથર્વવેદમાં ઋષભસૂક્તમાં ભગવાન ઋષભને અન્ય વિશેષણોની સાથે ગતિ (અગ્નિ)ના રૂપે સ્તુતિ કરી છે. ઋગ્વદના રુદ્રસૂક્તમાં રુદ્રનો સર્વજ્ઞ ઋષભ રૂપે ઉલ્લેખ કર્યો છે. ૧૦ ૨. કલા :
બંને દેવો કલા સાથે સંબંધ ધરાવે છે. ભગવાન શિવ કલાચાર્ય પણ ગણાય છે. કલાકારોના તે ઇષ્ટ દેવ છે. તેમની એક સંજ્ઞા નટેશ પણ છે. નટરાજના સ્વરૂપમાં શિવની નૃત્યકલાની નિપુણતાના દર્શન થાય છે. ભગવાન ઋષભદેવ પણ કલાના જ્ઞાની હતા. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની વૃત્તિ અનુસાર શ્રી ઋષભદેવ સ્વામીએ પોતાના જયેષ્ઠ પુત્ર ભરતને બોંતેર કલાઓ શીખવી હતી. ૩. વૃષભ :
વૃષભ બંને દેવો સાથે સંકળાયેલ છે. શિવનું વાહન વૃષભ છે. શ્રી ઋષભદેવનું લાંછન પણ વૃષભ છે. શ્રી ઋષભદેવ જયારે મરુદેવી માતાની કુખમાં હતા ત્યારે માતાએ ચૌદ સ્વપ્નો જોયા હતા તેમાં સર્વ પ્રથમ વૃષભનું સ્વપ્ન હતું. જન્મ પછી પણ ઋષભદેવની છાતી પર વૃષભનું ચિહ્ન હતું તેથી જ તેમનું નામ વૃષભનાથઋષભદેવ રાખવામાં આવ્યું હતું. ૪. શિવરાત્રી :
શ્રી ઋષભદેવની નિર્વાણ તિથિ અને શૈવ સંપ્રદાયની શિવરાત્રી વચ્ચે સામ્ય જણાય છે. વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરાના ૮૯ પખવાડિયા બાકી રહ્યા હતા ત્યારે માધ માસની કૃષ્ણ ચોદશી (ગુજરાતી પોષ વદિ- મેરુ તેરસ)ના પૂર્વાહે અભિચી નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યો ત્યારે શ્રી ઋષભદેવ નિર્વાણ પામ્યા. શ્રી ઋષભદેવની નિર્વાણ તિથિ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ, કલ્પસૂત્ર અને ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર પ્રમાણે મહા વદ તેરસ છે. જ્યારે તિલ્લોયપણાત્તી અને મહાપુરાણ ૧૫ પ્રમાણે ચૌદસ છે. શ્રી ઋષભદેવના નિર્વાણના દિવસે શ્રમણોએ શિવગતિ પ્રાપ્ત થયેલા એવા ભગવાનની સંસ્કૃતિમાં દિવસમાં ઉપવાસ રાખ્યો અને આખી રાત ધર્મજાગરણ કર્યું. આથી તે રાત્રી શિવરાત્રી તરીકે પ્રસિદ્ધ થઈ. “શિવ', “મોક્ષ”, “નિર્વાણ' આ બધા પર્યાયવાચી ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય
પ૯
For Private and Personal Use Only