Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 66
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. જટા : ઋષભદેવ અને શિવ બંને જટાધારી દેવો છે. દીક્ષા પછી ઋષભદેવે એક વર્ષ તપ કર્યું ત્યારે તેમના માથાના વાળ ખૂબ જ વધી ગયા હતા. આથી તેમના તપસ્વી જીવનની સ્મૃતિમાં તેમની પ્રતિમામાં ખભા પર જટાની લટો દર્શાવવામાં આવે છે. જૈન મૂર્તિ વિજ્ઞાનની દૃષ્ટિએ ઋષભદેવની પ્રતિમાને ઓળખવાનું એક લક્ષણ છે. જે અન્ય તીર્થકરોની પ્રતિમામાં જોવા મળતું નથી. ૮. ગંગાવતરણ ગંગાવતરણની કથા બંને દેવો સાથે સંકળાયેલી છે. આકાશમાંથી ઉદ્ભવેલી ગંગા જ્યારે નીચે આવી ત્યારે લાંબા સમય સુધી ભગવાન શિવે તેને પોતાની જટામાં ધારણ કરી હતી. જૈન પરંપરામાં પણ ગંગાવતરણની કથા છે. હિમવાન પર્વતના પદ્મ નામના સરોવરમાંથી નીકળીને ગંગા ફૂટમાં એક મોટા ઓટલા પર સ્થિત જટાધારી આદિ જિનેન્દ્ર ઋષભનાથની અનેક વજમયી પ્રતિમાઓ ઉપર ગંગાની ધારા પડે છે. મહાન જૈન આચાર્ય યતિઋષભે ‘ત્રિલોક પ્રજ્ઞપ્તિ' માં પ્રસ્તુત ગંગાવતરણનું વર્ણન કર્યું છે. ' ઉપર્યુક્ત દૃષ્ટિએ જોતાં જણાય છે કે ભગવાન શ્રી ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે ઘણું સામ્ય છે. શિવ પુરાણમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવ શિવના અઠ્ઠાવીસ યોગાવતારમાં છે. ૨૨ તેમણે ઋષભદેવના રૂપે અવતાર ધર્યો. પ્રભાસપુરાણમાં પણ એવો જ ઉલ્લેખ છે. ૨૩ ડૉ. રાજકુમાર જૈને વેદ, ઉપનિષદ ભાગવત વગેરે ગ્રંથોના પ્રમાણો આપીને એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે શ્રી ઋષભદેવ અને શિવ એક જ છે, જુદાં જુદાં નથી. શ્રમણ અને બ્રાહ્મણ એ બંને પરંપરાના તે આદિ પુરુષ છે. જૈન પરંપરામાં ભગવા ઋષભદેવને જ શિવ, તેમના મોક્ષ-માર્ગને શિવ-માર્ગ તથા મોક્ષને શિવગતિ કહેવામાં આવી છે. ૨૪ જે ૐ v પાદટીપ १. असतपूर्वा वृषभो ज्यायनिमा अरय शुरुषः सन्ति पूर्वी : । दिवो न पाता विदथस्य धीमिः क्षत्रं राजाना प्रदिवो दधार्थे શ્રાવે, ૧૨-૩૮; દેવેન્દ્ર મુનિજી, “ધર્મ અને સંસ્કૃતિ', પૃ. ૨૭૩ ઋગ્વદ, ૨-૩૪-૨ ૩. ત્રિધા વો વૃક્ષો વીતી મહાવો મત્સ્ય મવશ | ઋવેર, ૪-૧૮-રૂ ઋગ્વદ, ૩૧-૧૭ ૫. મર્ડકોપનિષદ, ૧-૧ મયમવતારો રાસોપનુતવૈવલ્યપશિક્ષUTઈમ્ | શ્રીમદ્ ભાગવત, પંચમ સ્કન્ધ, અધ્યા. ૬ ૭, શ્રીમદ્ ભાગવત, ૧૧-૨-૬ ૮, MaCdonell, A.A.; “Vedic Mythology', p. 78 અથર્વવેદ, ૯-૪-૩ ૧૦. ઋગ્વદ, ૨-૩૩-૧૫ ૧૧. “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ', સૂ. ૪૮, પૃ. ૯૧; દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત, પૃ. ૨૭૧ ૧૨. કલ્પસૂત્ર, ૧૯૬; દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત ૧૩. ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર, પર્વ-૧, સ. ૬; દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત ૧૪. દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત, પૃ. ૨૭૧ ૧૫. દેવેન્દ્ર મુનિજી ઉપર્યુક્ત પૃ. ૨૭૧; મહાપુરાણ ૩૭-૩ ૧૬. દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત, પૃ. ૨૭૨ ૧૭. એજન, પૃ. ૨૭૨-૨૭૩ ૧૮-૧૯. કુમારપાળ દેસાઈ, “પારિજાતનો પરિસંવાદ', ગુજરાત સમાચાર ૨૦. “ધવલાટીકા', ૧,૪૫-૪૬ ૨૧. “ત્રિલોકપ્રજ્ઞપ્તિ', ૪, ૨૩૦ ૨૨. “શિવપુરાણ', ૪,૪૭, ૨૯ ૨૩. “પ્રભાસપુરાણ', ૨૯; દેવેન્દ્ર મુનિજી, ઉપર્યુક્ત ૨૪. નકુમાર સૈન (ડો.) “વૃષભદેવ તથા શિવ સ-વન્ધી પ્રારા માન્યતાપ', મુનિ શ્રી નારીત કૃતિ પ્રન્થ, પૃ. ૬૦૨ ६२९ ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય ૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110