Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ અનુ-મૈત્રક કાલમાં ગુજરાતમાં અનેક રાજવંશોની અલગ અલગ સત્તા પ્રવર્તી. આ કાલના ઇતિહાસ વિશે ડૉ. માલતીબહેન ભટ્ટે શોધપ્રબંધ તૈયાર કરેલો, એ અપ્રસિદ્ધ છે. પરંતુ એમાંની માહિતી આ લેખકે ભો.જે. વિદ્યાભવનના “મૈત્રક કાલ અને અનુ-મૈત્રક કાલ” (૧૯૭૪)માં સંકલિત કરી છે. આ લેખકના લગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (૧૯૬૪) માં તથા “ગુજરાતનો ઇતિહાસ : પ્રાચીન કાલ' (૨૦૦૧) માં પણ આ વિશે અલગ પ્રકરણ અપાયું છે. રાષ્ટકટ રાજયમાં મોટી-નાની સંખ્યા ધરાવતાં ગામોના વહીવટી સમૂહ પ્રચલિત હતા. અનુ-મૈત્રક કાલનાં લગભગ સર્વ રાજયોનો વૃત્તાંત તેઓનાં દાનશાસનો પરથી ઉપલબ્ધ છે. માત્ર અણહિલવાડ પાટણના ચાવડા રાજયનો વૃત્તાંત પુરાણો અને પ્રબંધો જેવા સાહિત્યિક સ્રોતોમાં સીમિત રહેલો છે. સૈન્યવો ગુપ્ત સંવત અને રાષ્ટ્રકૂટો શક સંવત પ્રયોજતા. અનુ-મૈત્રક કાળ દરમ્યાન પશ્ચિમ ભારતમાં જૈન આગમ ગ્રંથો પર અનેક વૃત્તિઓ લખાઈ તેમજ કેટલીક કથાકૃતિઓ પણ રચાઈ. પુન્નાર સંઘના હરિણાચા ઈ.સ ૯૩૧-૯૩૨ માં વઢવાણમાં “બૃહત્કથાકોશ” ની રચના કરી હતી. બૌદ્ધ ધર્મ દેશના અન્ય ભાગોની જેમ આ પ્રદેશમાં પણ હવે લુપ્ત થવા લાગ્યો હતો. રાષ્ટ્રકૂટ રાજાઓ અરબો સાથે સારો સંબંધ રાખતા. એથી આ કાળ દરમ્યાન અહીં મુસ્લિમ પ્રજાનો તથા ઈસ્લામ ધર્મનો પ્રભાવ શરૂ થયેલો. આ કાળ દરમ્યાન પહેલાં દીવમાં અને પછી સંજાણમાં ઈરાનના જરથોસ્તી ધર્મ પાળતા પારસીઓની વસાહત સ્થપાઈ. અનુ-મૈત્રક કાલમાં દેવાલયોમાં સમતલ છાદ્ય શિખરનું સ્થાન રેખાન્વિત શિખર લેવા લાગ્યું. તેની અંદર ચંદ્રશાલાનું અલંકરણ ધીમે ધીમે શિખર પર જાલ નામથી જાણીતી રચનામાં પરિણમ્યું. ને શિખરોમાં તલના છેડે પ્રચલિત શિખરની પ્રતિકૃતિઓ નાના કદની ઇંગિકાઓનું સ્વરૂપ ધારણ કરવા લાગી. વળી શિખરોના વેણુકોશમાં ભદ્ર-પ્રતિરથની રચના થવા લાગી ને શિખર એક શૃંગી કે પંચશૃંગી સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. આ કાલની કેટલીક મનોહર શિલ્પકૃતિઓ વડોદરાના અકોટામાં મળેલ ધાતુશિલ્પોમાં દેખા દે છે. કારવણ, પ્રભાસ, ઊંઝા, રોડા, કપૂરાઈ, કોટેશ્વર, કાવી વગેરે સ્થળોએ સૂર્ય, કાર્તિકેય, માતૃકાઓ શિવ, શક્તિ, વિષ્ણુ, કુબેર ઇત્યાદિ દેવદેવીઓની પ્રતિમાઓ મળી છે. તારંગા જેવા સ્થળોએ વરદ-તારા અને બોધિસત્ત્વ અવલોકિતેશ્વર ઇત્યાદિની બૌદ્ધ મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. તારંગા, પાટણ, શત્રુંજય ગિરનાર વગેરે સ્થળોએ જૈન તીર્થકરો અને યક્ષોની અનેક પાષાણ પ્રતિમાઓ નજરે પડે છે. અનુ-મૈત્રક કાળ દરમ્યાન ગુજરાતમાં ભારતીય સાસાની તથા “ગવૈયા’ સિક્કા પ્રચલિત હતા. આમ અનુ-મૈત્રક કાલની સંસ્કૃતિ અનેક બાબતોમાં મૈત્રક કાલ અને સોલંકી કાલની વચ્ચેની સંક્રમણઅવસ્થા વ્યક્ત કરે છે. ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ: મૈત્રક અને અનુ-મૈત્રક કાલ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110