Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ઐતિહાસિક વિભૂતિ ગણાય છે. તેઓ ભગવાન બુદ્ધના સમકાલીન ગણાય છે. મહાવીરના જન્મ પછી તેમના પિતાની સર્વ પ્રકારની સમૃદ્ધિ વધી તેથી તેમનું નામ “વર્ધમાન” પાડવામાં આવ્યું. સંસારના વિકારોથી વર્ધમાનની ત્યાગવૃત્તિ સમય જતાં પ્રબળ થતી જતી હતી. વર્ધણાને પોતાના આયુષ્યના ત્રીસમા વર્ષે પોતાની સર્વ સંપત્તિનું દાન કરી, કેશ લોચન કરી, ગૃહત્યાગ કર્યો અને સત્યની શોધ માટે તપ કરવા નીકળી પડ્યા લકેવળ જ્ઞાન' પ્રાપ્ત કર્યા પછી. મહાવીરે પોતાના જ્ઞાન અને અનુભવોનો લોક કલ્યાણ માટે ઉપયોગ કર્યો તેમના ઉપદેશમાં તેમણે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, વિવેક ઇત્યાદિ સદ્ગુણો ઉપર ભાર મૂકીને પ્રજાને પ્રેમમય અને નિર્ભય જીવન જીવવાના મંત્ર આપ્યા ધર્મનું મૂળ દયા છે, એમ જણાવી ધર્મ ક્ષેત્રે તેમણે અહિંસાને એટલી પ્રતિષ્ઠિત કરી કે સમય જતાં તે ભારતીય ધર્મોનો પ્રાણ બની ગઈ. મહાવીરે ત્રીસેક વર્ષ સુધી ઉપદેશક તરીકે ખૂબ વિકાસ કર્યો અને પોતાના આયુષ્યના બોંતેરમાં વર્ષે રાજગૃહ પાસે પાવાપુરીમાં ઈ.સ. પૂ. ૫૨૭(બીજા મતે ઈ. પૂ. ૪૭૦માં)માં નિર્વાણ પામ્યા.
મહાવીર સ્વામીએ અપરિગ્રહમાં સ્ત્રીની જેમ વસ્ત્રનાય પરિગ્રહનો તેમણે ત્યાગ કરેલો. તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકવાદોને સ્થાને અનેકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્રને ધર્મનાં ‘ત્રણ રત્ન' માનેલાં છે. નવાં કર્મબંધનોના આસ્રવ(દ્વાર)ના સંવરણની તથા જૂનાં કર્મબંધનોના નિર્જરણની ભલામણ કરેલી છે. સંયમ અને તપનું ભારે મહત્ત્વ માનેલું છે અને કર્મના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પામવાનો ઉપાય દર્શાવ્યો છે.
મહાવીર સ્વામીનાં મૌખિક પ્રવચનોને આગળ જતાં સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. શ્રમણ સંપ્રદાયમાં સંયમ અને વૈરાગ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ કર્મફળ અને પુનર્ભવની ઘટમાળમાંથી મુક્ત થવાનો દાર્શનિકમાર્ગ વેદ સંપ્રદાયથી સ્વતંત્ર રીતે વિચારવામાં આવ્યો છે. પ્રાચીન ભારતમાં વેદ ધર્મની સાથે શ્રમણ ધર્મ પણ લોકપ્રિય અને પ્રચલિત થયો.
આધ્યાત્મિક ઉન્નતિએ પહોંચવા તથા આત્મદર્શનનો જે માર્ગ બતાવે તેને તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે. આથી તીર્થંકરો જગતનું કલ્યાણ સાધે છે અને ધર્મને નવીન સત્ય અને પ્રકાશ પૂરાં પાડે છે. તીર્થંકરોને જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરે તે જિન અને તે જ તીર્થંકર. જિને ઉપદેશેલો ધર્મ જૈન ધર્મ તરીકે ઓળખાય છે.આ ધર્મના કુલ ચોવીસ જિન થયા છે. હિંદુ ધર્મમાં ચોવીસ અવતારો, બૌદ્ધ ધર્મમાં પણ બુદ્ધ ચોવીસ, તેવી જ રીતે જૈનમાં જિનો પણ ચોવીસની સંખ્યામાં છે.
મૂર્તિપૂજાની ઐતિહાસિકતા અને પ્રાચીનતા ચારથી પાંચ હજાર વર્ષ જૂની સાબિત થાય છે. જૈન ધર્મ પણ ઐતિહાસિક કાલથી અસ્તિત્વમાં હતો તેમ કેટલાક અવશેષોને આધારે પુરાતત્ત્વવિદો કહે છે. આવા અવશેષોમાં ખડક લેખમાં નિગ્રંથોની નોંધો તેમજ કેટલીક ગુફાઓ, જૈન સાધુઓનાં નિવાસસ્થાનો તેમજ ઉત્ખનનમાંથી મળી આવેલી કેટલીક મૂર્તિઓને કારણે માન્યતાનું સમર્થન કરવામાં આવે છે. જૈન ધર્મમાં મૂર્તિપૂજા અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્લિંગના રાજા ખારવેલના શિલાલેખ (લગભગ ઈ.સ. પૂ. ૧લી સદી)માંથી મળી આવે છે. આ ઉલ્લેખ આભિલેખિક પુરાવાઓમાં સૌથી પ્રાચીન કહેવાય.
ગુજરાતમાં જૈન ધર્મ ખૂબ ફાલ્યો હતો અને તેણે રાજ્યધર્મ તરીકે કીર્તિ સંપાદન કરી હતી. જૈન ધર્મનાં મંદિરો આજે પણ લોકપ્રિયતા બતાવતાં અસ્તિત્વમાં છે. જૈનોની શ્રદ્ધા ભક્તિભાવ અને ધર્મ પ્રત્યે અદ્વિતીય ભાવના ખૂબ ઉદાત્ત છે, જેથી જિન ભગવાનનાં ભવ્ય મંદિરો બાંધીને ભક્તોએ પોતાની ધર્મ ભાવનાને મૂર્ત સ્વરૂપે રજૂ કરી છે. ભારતમાં અઢળક ધન ખર્ચીને બંધાવેલાં જૈન મંદિરો તેનાં આદર્શ પ્રતીકો છે. જૈન ધર્મમાં મૂર્તિઓની ઓળખ માટે લાંછનો અગત્યનાં છે. જે જૈન મૂર્તિઓના પરિચય માટે પાયારૂપ છે. જ્યારે હિંદુ ધર્મમાં પ્રતીકો છે, પણ જૈન ધર્મમાં ચોવીસે તીર્થંકરો સામાન્ય રીતે માનવઆકારમાં એકસરખા દેખાય છે. તેમને ભગવાન મહાવીરના સમયનું ભારત ઃ ધર્મના પરિપ્રેક્ષ્યમાં
૬૩
For Private and Personal Use Only