Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દો છે. “ઈશાન સંહિતા' માં જણાવ્યું છે કે મહાવદ ચૌદસની મહારાત્રીએ કોટિ સૂર્ય પ્રલોપમ ભગવાન આદિ દેવે શિવગતિ પ્રાપ્ત કરી તેથી શિવ એ લિગમાંથી પ્રગટ થયા. જે નિર્વાણ પહેલાં આદિદેવ કહેવામાં આવતા હતા તે હવે શિવપદને પ્રાપ્ત કરવાથી “શિવ' કહેવાવા લાગ્યા. ઉત્તર પ્રાંતમાં શિવરાત્રી પર્વ ફાગણ વદ ચૌદસને દિવસે તો દક્ષિણમાં મહા વદ ચૌદસને દિવસે ઉજવવવામાં આવે છે. આ તફાવતનું કારણ એ છે કે ઉત્તરમાં માસનો પ્રારંભ કષ્ણપક્ષ-વદીથી થાય છે. જ્યારે દક્ષિણમાં માસનો પ્રારંભ શુક્લપક્ષ-સુદથી થાય છે. આથી દક્ષિણ પ્રાંતીય મહાવદ ચૌદસ ઉત્તર પ્રાંતમાં ફાગણ. વદ ચૌદસ થઈ જાય છે. ૧૭ ૫. કૈલાસ અથવા અષ્ટાપદ પર્વત : કૈલાસ પર્વત એ ભગવાન શિવનું નિવાસ છે. તો અષ્ટાપદ પર્વત એ ભઘવાન ઋષભદેવની નિર્વાણ ભૂમિ છે. હિમાલયમાં આવેલો કૈલાસ પર્વત એ અષ્ટાપદ પર્વત હોવાની એક માન્યતા છે. કૈલાસ પર્વત સાથે ભગવાન શ્રી ઋષભદેવના નિર્વાણ સ્થળ તરીકેની ઓળખ તિબ્રેટી લામાઓ આપે છે.૧૮ આજે કૈલાસ પર્વત હિમાલયમાં ચીનની સત્તા હેઠળના તિબેટમાં માનસરોવરની ઉત્તરે પચ્ચીસ માઈલ દૂર આવેલો છે. જૈન ધર્મગ્રંથોમાં માનસરોવરનો ઉલ્લેખ આવે છે જેથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં જૈનો માનસરોવરથી પરિચિત હોવા જોઈએ. સ્વામી પ્રણવાનંદજી બે વર્ષ સુધી કૈલાસ પર્વત પર રહ્યા હતા. “કૈલાસ અને માનસરોવર' નામના તેમના ગ્રંથમાં જણાવ્યું છે કે, “આ કૈલાસ પર્વત પર જૈન ધર્મના પ્રથમ તીર્થંકર નિર્વાણ પામ્યા હોવાનું જાણવા મળે છે. આ કૈલાસ પર્વત “અષ્ટાપદજી” નામે ઓળખાય છે. ૧૯ કૈલાસ પર્વતની દક્ષિણે નંદી નામનો પર્વત છે. નંદી એટલે વૃષભ. વૃષભ શિવનું વાહન છે. શિવ મંદિરમાં લિંગ સ્વરૂપે રહેલા શિવની સામે જ નંદીનું શિલ્પ મૂકવામાં આવે છે. ઋષભદેવનું લાંછન પણ વૃષભ . જો કૈલાસ પર્વત અષ્ટાપદ હોય તો તેની સામે આવેલાં નંદી પર્વત ઋષભદેવના લાંછનનું સૂચન કરે છે. શ્રી ઋષભદેવ જે પર્વત ઉપર નિર્વાણ પામ્યા તે પર્વતની ચારે બાજુએ ભરત મહારાજાએ યોજનયોજનના અંતરવાળા આઠ પગથિયાંની રચના કરાવી તેથી તે પર્વત અષ્ટાપદ (આઠ પગથિયાવાળો) તરીકે ઓળખાયો. જૈન ધર્મમાં શ્રાવકના અષ્ટગુણ જણાવ્યાં છે તેના પ્રતીક તરીકે અષ્ટાપદના આઠ પગથિયાં હોઈ શકે. શિવના આઠ સ્વરૂપ જણાવ્યા છે - આકાશ, વાયુ, પૃથ્વી જલ, તેજ, ચંદ્ર, અગ્નિ અને યજમાન. અષ્ટાપદના આઠ પગથિયાં શિવના આ આઠ સ્વરૂપનો પણ સંકેત કરે છે. ૬. ત્રિશૂલ ત્રિશૂલ એ શિવનું આયુધ છે. જૈન પરંપરામાં પણ ત્રિશુલનું સ્થાન છે. આચાર્ય વીરસેને એક ગાથામાં ત્રિશૂલાંકિત અહંન્તોને નમસ્કાર કર્યા છે. ૨૦ ઓરિસ્સામાં ખંડગિરિની એક ગુફામાં (ઇ.પૂ. બીજી સદી) તથા મથુરામાંથી પ્રાપ્ત આયોગપટ્ટ (ઇ.સ.ની બીજી સદી) પર ત્રિશૂલનું આલેખન જોવા મળે છે. સિંધુ સંસ્કૃતિમાંથી પ્રાપ્ત નિર્વસ્ત્ર યોગીઓની મૂર્તિઓના મસ્તકે ત્રિશુળ જોવા મળે છે. આ મૂર્તિઓ કાયોત્સર્ગ મુદ્રામાં અને ધ્યાન અવસ્થામાં છે. કેટલીક મૂર્તિઓ વૃષભ ચિહ્નિત છે. આ બંને પ્રકારની મૂર્તિઓ મહાન યોગી ઋષભદેવ સાથે સંબંધ ધરાવે છે. અહીં ત્રિશૂલ જૈનધર્મના રત્નત્રય-સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર્યના પ્રતીક તરીકે હોઈ શકે. અથવા તો ઋષભદેવના જન્મ પૂર્વે તેમના પિતા નાભિ રાજાએ શાસન માટે અપનાવેલ ત્રણ નીતિ- હાકાર, માકાર અને ધિક્કારનું પ્રતીક પણ હોઈ શકે. ૬૦ સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110