Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન ઋષભદેવ અને ભગવાન શિવ વચ્ચે સામ્ય ડૉ. થોમસ પરમાર* પ્રાચીન ભારતમાં ધર્મના ક્ષેત્રે બે પરંપરાઓ હતી- બ્રહ્મન પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રહ્મન પરંપરામાંથી બ્રાહ્મણ ધર્મ ઉદ્ભવ્યો જે પાછળથી હિંદુ ધર્મ તરીકે ઓળખાયો. શ્રમણ પરંપરામાં બૌદ્ધધર્મ ઉદ્ભવ્યા. હિંદુધર્મની દેવસૃષ્ટિમાં શિવનું સ્થાન અગ્રગણ્ય છે. વેદ સાહિત્યમાં શિવને રુદ્ર તરીકે સંબોધ્યા છે. ઋગ્વદમાં રુદ્ર પોતાના તેજોમય બાણ સ્વર્ગ અને પૃથ્વી પર ફેંકે છે એવું વર્ણન મળે છે. યજુર્વેદમાં તો શતરુદ્રિય નામનો આખો વિભાગ છે. હિંદુ ધર્મના ત્રિપુટી દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પૈકી શિવને સંહારક દેવ માનવામાં આવ્યા છે. ભારતમાં પ્રાચીન કાલથી શિવનો મહિમા જોવા મળે છે. ધર્મના વર્તમાન ચોવીસ તીર્થકરોમાં ઋષભદેવ ભગવાનનું સ્થાન પ્રથમ છે. તેમણે માનવીને મકાન બાંધતાં, પશુપાલન કરતાં, ખેતી કરતાં તેમજ કલા શીખવીને વિકાસને માર્ગે વાળ્યો. સમાજમાં સત્ય અને અહિંસાના ધોરણો પ્રતિપાદિત કર્યા. તેમણે સમાજમાં શિષ્ટ જીવનનો પાયો નાંખી માનવીમાં સહકારની ભાવના કેળવી. તેઓ યુગપુરુષ હતા જેમણે પોતાના યુગની પ્રજાને સત્ય, શિવ અને સુંદરનો પાઠ ભણાવ્યો. જનજીવનને નવો વિચાર, નવી વાણી અને નવું કર્મ આપ્યું. ભોગમાર્ગમાંથી કર્મમાર્ગ, પ્રવૃત્તિમાર્ગ અને યોગમાર્ગ તરફ વાળ્યા. અજ્ઞાનરૂપી અંધકારમાંથી હટાવીને જ્ઞાનનો વિમલ પ્રકાશ-પ્રદીપ, પ્રજવલિત કર્યો. માનવ સંસ્કૃતિનું નવ નિર્માણ કર્યું. વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં સર્વ પ્રથમ સમ્રાટ, સર્વ પ્રથમ કેવલી, સર્વ પ્રથમ તીર્થંકર તરીકે શ્રી ઋષભદેવનું સ્થાન ઘણું ઊંચું છે. તેઓ આર્ય કે શ્રમણ સંસ્કૃતિના પ્રથમ માર્ગદર્શક છે. ધર્મપુરુષ તરીકેની ખ્યાતિ તેમણે ભલે મેળવી, પણ સમાજસ્થિતિ અને રાજનીતિનો માર્ગ તૈયાર કરવામાં તેમણે મોટો લોકોપકાર કર્યો છે. બ્રાહ્મણ પરંપરામાં શ્રી ઋષભદેવનું સ્થાન બ્રાહ્મણ પરંપરામાં પણ શ્રી ઋષભદેવનું મહત્ત્વ જોવા મળે છે. ત્યાં તેમને આરાધ્ય દેવ માનીને તેમનો મુક્તકંઠે ગુણાનુવાદ કરવામાં આવ્યો છે. ઋગ્વદમાં તેમને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુ:ખોનો નાશ કરવાવાળા જણાવતાં કહ્યું છે કે, “જેવી રીતે જળથી ભરેલો મેઘ વર્ષાનો મુખ્ય સ્ત્રોત છે, જે પૃથ્વીની તરસ છીપાવી દે છે તેવી જ રીતે પૂર્વજ્ઞાનના પ્રતિપાદક ઋષભ મહાન છે, તેમનું શાસન વર દો. તેમના શાસનમાં ઋષિ પરંપરામાંથી પ્રાપ્ત પૂર્વનું જ્ઞાન આત્માના શત્રુઓ ક્રોધાદિકનું નાશ કરનારું હોજો. બંને-સંસારી અને મુક્ત આત્માઓ પોતાના જ આત્મગુણોથી ઝગમગતા રહે છે, ચળકતા રહે છે તેથી તેઓ રાજા છે, તેઓ પૂર્ણજ્ઞાનના સાગર છે અને તે આત્મ પતન થવા નથી દેતા.'' એક અન્ય જગ્યાએ ઋગ્વદના ઋષિ ઋષભદેવ વિશે કહે છે કે, લહે પ્રભો ! બધા મનુષ્ય અને દેવોમાં તમે જ પહેલાં પૂર્વયાવા (પૂર્વજ્ઞાનના પ્રતિપાદક) છો.૨ આત્મા એ પરમાત્મા છે - સખા તો પરમપૂ|. જૈનધર્મનો એ મૂળ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતનું ઋવેદમાં આ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, ધમન, વચન, કાયા ત્રણે યોગોથી બદ્ધ (સંયત) ઋષભે ઘોષણા કરી કે મહાદેવ પરમાત્મા મર્યોમાં નિવાસ કરે છે. ઋગ્વદના મહર્ષિએ ઋષભને સ્વયં આદિ પુરુષ હોવાનું પણ જણાવ્યું છે.' + જૈન સેન્ટર ઓફ અમેરિકા (ન્યૂયોર્ક) દ્વારા તા. ૮/૧/૨૦૦૫ ના રોજ અમદાવાદ ખાતે યોજિત ‘શ્રી અષ્ટાપદ મહાતીર્થ પરના સેમીનારમાં વંચાયેલ શોધપત્ર. * અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, એચ.કે. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ . સામીપ્યઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110