Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रसन्न करना ही लेखक का प्रथम प्रयोजन है । तथापि इसमें उसके आन्तरिक सौन्दर्य की अभिव्यक्ति મી હોતી હૈઆધુનિક વિભાવનાથી સંયુક્ત એવું આ શકુન્તલાનું નવપરિમાર્જન સહૃદયી વાચકને સંતર્પક બની રહે તેમ છે.
સંસ્કૃત નવલકથાની સાથોસાથ રચના રવિવર્માનાં આ ચિત્રો પ્રસંગને અનુરૂપ સ્થાન પામીને શોભા વધારે L : (1) Śakuntala (1818) (2) Sakuntala Pathralekhan (3) Viswamitra and Menaka (4) Bharata and the lion cub.
કક્ષાસંક્ષેપ આ રીતે છે – - રાજા દુષ્યન્ત મંગયાર્થે વનભ્રમણ કરતો હતો. તેણે મહિષનો શિકાર કર્યો. તેમાં એને થાક અને તરસ લાગ્યાં. એક મૃગને બાણ મારવા જતો હતો ત્યારે બે આશ્રમ બાળકોએ એને અટકાવ્યો. એમણે રાજાને આશ્રમમાં આવવા જણાવ્યું. કુલપતિ કવ કોઈક કામે બહાર હતા. રાજાએ વિનંતિ સ્વીકારી, પ્રવેશ કર્યો. શકુન્તલા, પોતાની સખીઓ પ્રિયંવદા અને અનસૂયા સાથે ઉપવનમાં જળસિંચન કરતી હતી. આ સખીઓ આશ્રમના આચાર્યોની પુત્રીઓ હતી. શકુન્તલાને ભ્રમસ્રાસ થયો, તેમાંથી એને મુક્ત કરવા દુષ્યન્ત પ્રવેશ કર્યો. પોતાનો પરિચય રાજાના અધિકારી તરીકે આપ્યો. પ્રિયંવદા પાસેથી રાજાએ જાણ્યું કે શકુન્તલા ક્ષાત્રકન્યા છે. કર્વની પાલકપુત્રી છે. એની વિવાહયોગ્યતા નક્કી થઈ, પછી તેણે પોતાનો વાસ્તવિક પરિચય થવા દીધો કે તે પોતે રાજા જ છે. દુષ્યન્ત અને શકુન્તલાનું તારામૈત્રક થયું. શકુન્તલાનું વલ્કલ વૃક્ષમાં ભરાયું, એ નિમિત્તે આ થયું.
બંને હવે પુનર્મિલન માટે આતુર હતાં. રાત્રે માલિની નદીને કાંઠે વિરહવ્યાકુળ દુષ્યન્ત ગયો. એ વખતે ત્યાં અનસૂયા અને શકુન્તલા બેઠાં હતાં. શકુન્તલા ભૂર્જપત્ર પર સંદેશ લખવા જતી હતી, ત્યાં રાજા પ્રગટ થયા. બંને પ્રેમાસક્ત હતાં. અનસૂયાએ રાજા સામે શરત મૂકી કહ્યું કે અંતઃપુરમાં શકુન્તલાનું સ્થાન બીજી રાણીઓની પાસે શોચનીય ન બને અને શકુન્તલાનો પુત્ર જ યુવરાજપદ પામે, રાજાએ સંમતિ આપી. અનસૂયાએ અગ્નિ પ્રગટાવ્યો અને ગાંધર્વવિધિથી બંનેના વિવાહ કર્યા. પછી અનસૂયાએ વિદાય લીધી. બંનેએ દાંપત્યસુખ અનુભવ્યું. સવારે રાજાને પ્રતિનિધિમંડળ મળવા આવવાનું હતું, તેથી શકુન્તલાથી તેણે વિદાય લીધી. જતી વખતે સ્વનામાંકિત મુદ્રા આપીને કહ્યું કે આમાંના અક્ષરો પૂરા થાય એટલા દિવસમાં બોલાવી લેશે.
ગૌતમી કવની બહેન હતી. પોતે પ્રણય-ખંડિતા હતી, તેથી આશ્રમમાં તાપસજીવનથી રહેતી હતી. તેણે કવિને ગાંધર્વવિવાહની જાણ કરી દીધી હતી. આશ્રમમાં શકુન્તલાને પુત્ર જન્મ થયો. પુત્ર ભરત પરાક્રમી હતો. તે તેર વરસનો થયો. યજ્ઞપ્રસંગે વિઘ્નકર્તા અસુરને મારીને પરાક્રમથી પ્રતિષ્ઠિત થયો. રાજા તરફથી કોઈ નિમંત્રણ ન આવ્યું.પણ કવે સંકલ્પ કર્યો. એ મુજબ આશ્રમના બે આચાર્ય શાર્નરવ શારદ્વતને સાથે જવા કહ્યું. આશ્રમમાં સૌએ કન્યાવિદાયનું દુઃખ અનુભવ્યું. માર્ગમાં ગંગાને કાઠે શચીતીર્થ આવ્યું. પ્રાતઃકાળે સ્નાન કરીને સૂર્યને અર્ધ્વ આપતી વેળાએ જળમાં વીંટી સરી પડી, તેનો ખ્યાલ શકુન્તલાને ન રહ્યો. હસ્તિનાપુરમાં કેટલાક પ્રજાજનોના ઉપહાસોથી કંટાળીને શારવ-શારદ્રત શકુન્તલાને છોડીને પાછા ફરી ગયા
કન્તલા, સર્વદમન સાથે રાજસભામાં પહોંચી. દુષ્યન્ત, તેને સ્વીકારવાની વાત બાજુએ રહી, પણ ચારિત્ર્યના આક્ષેપો શકુન્તલા પર કર્યા; ઓળખવાની ના જ પાડી દીધી. શકુન્તલા રોષમાં હતી. તેણે કહ્યું કે આ પુત્ર ચક્રવર્તી થવાનો છે, તારી દયા પર આવે તેમ નથી. તેણે વીજળીવેગે કોઈ કશું સમજે એ પહેલાં સર્વદમનના ભાથામાંથી બાણ ખેંચીને એવી રીતે લક્ષ્યવેધ કર્યો કે દુષ્યન્તનો મુકુટ ઊડી ગયો. એ પુત્ર સાથે સભામાંથી નીકળી ગઈ, મારીચ કશ્યપના આશ્રમમાં સ્થાયી થઈ. આ વ્યવસ્થા મેનકાએ કરી હતી.
દુષ્યન્તને માછીમાર પાસેથી વીંટી મળી આવી. હવે તેને પસ્તાવો થતો હતો. નગરમાં સાર્થવાહ ધનમિત્ર નિઃસંતાન મૃત્યુ પામ્યો. એને પોતાની અનપત્યવેદના પીડવા લાગી. દેવરાજ ઇન્દ્ર આયોજન ગોઠવ્યું.
પ૬
સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭
For Private and Personal Use Only