Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા પ્રાચીનઃ પરિવેશ, નૂતન
ડૉ. આર. પી. મહેતા
ડૉ. કૃષ્ણકુમાર ગઢવાલ વિશ્વવિદ્યાલયમાંથી સંસ્કૃત વિભાગના અધ્યક્ષપદેથી ઈ. ૧૯૮૫માં સેવા નિવૃત્ત થયા છે. એમણે વિવિધ ક્ષેત્રના ૪૬ ગ્રન્થોની રચના કરી છે. એમણે પહેલાં ‘ઉદયનચરિત' નામે સંસ્કૃત નવલકથા પ્રકાશિત કરી. એમની સંસ્કૃત ભાષામાં લખાયેલી ત્યારપછીની આ નવલકથા “તપોવનવાસિની' ઈ. ૧૯૯૪ માં પ્રકાશિત થઈ છે. કનખલ હરિદ્વારથી મયંક પ્રકાશન દ્વારા આ પ્રકાશન થયું છે.
સંસ્કૃતમાં લખાયેલી આ રચનાનું સાહિત્યિક સ્વરૂપ “નવલકથા' નું છે. આ નવલકથામાં ૨૭ પ્રકરણો છે. લેખકે તેની સાથે આનો હિન્દી અનુવાદ આપ્યો છે. આ શકુન્તલાની પ્રાચીન કથા અહીં નવલકથા” ના નૂતન પરિવેશમાં પ્રસ્તુત થઈ છે, નવલકથાના કેન્દ્રમાં નાયિકા શકુન્તલા છે. આ રીતે આ નાયિકાપ્રધાન નવલકથા છે. નાયિકાની તાપસી સ્વરૂપમાં પ્રસ્તુતિ હોવાથી તપોવનવાસિની' શીર્ષક અન્વર્થ છે.
નવલકથાની “પ્રોવના' ગુરુકુળ કાંગડી વિશ્વવિદ્યાલય હરિદ્વારના કુલપતિ ધર્મપાલે લખી છે. શ્રી ધર્મપાલ આ રીતે પ્રશંસા કરે છે. પ્રાવીનેષુ સંસ્કૃતપ્રજ્યેષુ સન્તનાવૃત્ત પ્રાયશ: પદ્યમયમેવોપન્નાખ્યતે | પરંતુ गद्यग्रन्थेषु तद्वृत्तं न केनापि निबद्धम् । डो. कृष्णकुमारणामुमेवाभावं दूरीकर्तुं गद्यमय्या शैल्या परिष्कृता बहुविधनवकल्पनासमन्विता नारीणां मातृरूपौजः परिचायिका शकुन्तलाकथा संकीर्तिता।... अस्या रचनायां वर्णविन्यासो रसाधनवत्ति वितनते. ललितपद्यविलासः सचिरं ललनालावण्यमल्लासयति समचितशब्दोत्प्रासो गुणाभिव्यञ्जकतां निश्चिनोति, वाक्यनिचयइष्टार्थमुच्चिनोति, काव्यशोभावर्धकालङ्कारनियोगः सर्वथा रसमुपकुरुते, ત્રિવિધ યથોજિતં રસપૂર્ષય મતિમતિનીતિ ! આ રીતે નવલકથામાં “સાહિત્ય-ગુણ તો છે જ, પરંતુ શાકુન્તલકથાનો ગઘાવતાર અહીં પ્રથમવાર જ છે. નારી જીવનના બે સમર્થ ઉન્મેષો અહીં શકુન્તલાને નિમિત્તે પ્રગટ્યા છે – માતરૂપ અને ઓજસ્વિતા. એ રીતે પ્રાચ્ય કથાનું યથાતથ નિરૂપણ નથી જ. બહુવિધ નવકલ્પનોથી મંડિત આ કથાનો આકાર છે.
Introduction દિલ્હી યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર શ્રી સત્યવ્રત શાસ્ત્રીની છે. આ વિસ્તૃત ભૂમિકા નવલકથાનો પૂરેપૂરો પરિચય આપી રહે છે. એમણે નવલકથાને આ રીતે આવકાર આપ્યો છે - With the imaginative handling of the old theme in a powerful and vibrant style, the Tapovanavāsini is a welcome addition to the growing novel literature in sanskrit, which in spite of interest in it cannot account for more then a score or so of standerd works. For this it's talented author deserves rich plaudits. પ્રભાવશાળી શૈલીમાં પ્રાચ્ય કથાની કલ્પનાસભર માવજત ને કારણે વિકસનશીલ સંસ્કૃત નવલકથાક્ષેત્રમાં આ એક નોંધપાત્ર સંપૂરણ છે.
નવલકથાને પ્રારંભે ડૉ. કૃષ્ણકુમારે સંસ્કૃતમાં પ્રસ્તાવના આપી છે. હિન્દી અનુવાદને પ્રારંભે આનો અનુવાદ પૂમિwામાં આપ્યો છે. તેમાંથી નવલકથાના આશયો સ્પષ્ટ કર્યા છે, તે આ છે : “પ્રસ્તુત ૩પન્યાય મેં नारी के प्रणय भावों के साथ ही स्वाभिमानी रूप को और बालक में शक्ति का संग्रह करानेवाले मातारूप को अभिव्यक्त कराने का प्रयत्न है। यह न तो 'महाभारत' की शकुन्तला में और न कालिदास की शकुन्तला में अभिव्यक्ति होता है। ...नारी के मनोरम सौन्दर्य आदि गुणों का वर्णन करके सहृदयों के हृदयों को
* નિયામક, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
કથા પ્રાચીન પરિવેશ, નૂતન
૫૫.
For Private and Personal Use Only