Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) નગરીય અવસ્થા - Urban Stage (૧) વનવાસી અવસ્થા (Savage stage) :
આ અવસ્થાનો માનવી વનમાં જીવન ગુજારતો હોવાથી અને ખોરાક માટે શિકારની શોધમાં રખડુ જીવન ગુજારતો હોવાથી તેની આ અવસ્થાને વનવાસી અવસ્થા કહે છે. આ અવસ્થામાં તેની પાસે રહેઠાણની, ખોરાક બનાવવાની કોઈ સૂઝ ન હતી. તેની પાસે પોતાના મનોભાવો વ્યક્ત કરવા માટે ભાષા પણ ન હતી. તે પોતાનાં સુખ-દુઃખ ચીચીયારીઓ પાડીને વ્યક્ત કરતો હતો. ખોબા વડે પાણી પીવાની પણ તેને ગતાગમ ન હતી. પોતાના સાથી પશુઓની જેમ તે નદી કે તળાવના પાણીનો પોતાના મોં વડે સીધો સંપર્ક સાધતો હતો. રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરી ન હોવાથી તે પથ્થરની શિલાઓ પર કે ઝાડની બખોલમાં પડ્યો રહેતો હતો. તેને ઊંઘ, આરામ, ભૂખ કે તરસ કોઈનો ખ્યાલ ન હતો. તે સમૂહમાં શિકારની શોધમાં નકળતો અને કાચુ માંસ, કંદમૂળ અને ફળ ખાઈને રહેતો. આ અવસ્થામાં તે પોતાના હાથને પણ પગની જેમ સ્વીકારતો હતો. પોતાના સાથી પશુઓની જેમ તેનું જીવન પણ પશુ જેવું જ હતું. હજારો વર્ષ પછી તેને ધીમે ધીમે સમજાયું કે તેને બે પગ અને બે હાથ છે. અહીંથી સભ્યતાની શરૂઆત થઈ ગણાય. (૨) બાબરીય અવસ્થા (Barbar stage) :
આ અવસ્થા એ વનવાસી અને નગરીય અવસ્થાની કડીરૂપ છે. આ અવસ્થામાં આદિમાનવ પોતાના હાથ વડે અનેક ઓજારો અને સાધનો બનાવવા લાગ્યો. શિકારની શોધમાં રખડુ જીવન ગાળવાને બદલે તે હવે પ્રાથમિક કક્ષાની ખેતી કરી સ્થાયી જીવન ગુજારવા લાગ્યો. આ અવસ્થામાં આદિમાનવે ખેતી, અગ્નિ, ચક્ર અને શઢવાળી હોડીની ક્રાંતિકારી શોધ કરી.
ખેતી એ સંસ્કૃતિનું પ્રથમ સોપાન હતું. પુરુષવર્ગ જયારે શિકારની શોધમાં જંગલમાં ભટકતો હતો, ત્યારે પ્રકૃતિમાં જે ફેરફારો થતા હતા તેની નોંધ સ્ત્રીઓએ લીધી. વૃક્ષનો વિકાસ કેવી રીતે થાય છે ? ફૂલમાંથી ફળ કેવી રીતે બને છે ? અને ફળનાં બીમાંથી ફરી વૃક્ષ કેવી રીતે જન્મે છે ? તેની નોંધ લેવામાં આવી. માનવસમાજમાં ખેતીની શોધ કરવાનું બહુમાન સ્ત્રીઓને મળે છે. ખેતીની શોધથી આદિમાનવને ફુરસદ મળી. ફુરસદનો સમય તે માટીનાં વાસણો, રાચરચીલું વગેરે બનાવવામાં કાઢવા લાગ્યો. કાચું માંસ ખાવાને બદલે હવે તે અનાજ અને ફળફૂલ ખાવા લાગ્યો. પરિણામે ખોરાક પચાવવાનો પ્રશ્ન હલ થઈ ગયો. ખેતી સાથે પશુપાલન પણ ધીમે ધીમે વિકસ્યું. અગાઉ પશુઓનો આહાર તરીકે ઉપયોગ કરતો હતો તેને બદલે હવે તે ભારવાહક તરીકે અને જોતરવામાં તેનો ઉપયોગ કરવા લાગ્યો. કેટલાંક પશુઓ તેના કુટુંબનાં સાથી જેવાં બની ગયાં. પશુપાલનથી તે દૂધ પણ મેળવવા લાગ્યો. માતાઓ માટે બાળઉછેરનો પ્રશ્ન પણ હલ થઈ ગયો. આમ આદિમાનવે પશુઓને પણ પોતાના જીવનની આર્થિક પ્રવૃત્તિનું સાધન બનાવ્યાં. સમય જતાં પશુઓ જ તેની માલ મિલકત ગણાવા લાગ્યાં.
આ અવસ્થામાં બીજી ક્રાંતિકારી શોધ તે અગ્નિ મનાય છે. આકસ્મિક રીતે જ મનુષ્યને કુદરત દ્વારા અગ્નિની ભેટ મળી. વનમાં કોઈ કારણસર બે લાકડાંના ઘર્ષણમાંથી અચાનક આગ ફાટી નીકળી અને માનવે પછી તેનો ઉપયોગ સમજી લીધો. અગ્નિનો સૌ પ્રથમ ઉપયોગ તેણે અંધકારને ભેદવામાં કર્યો. અગ્નિની મદદ વડે તે ખોરાક રાંધીને ખાતાં શીખ્યો. પરિણામે પાચનના પ્રશ્નો હલ થઈ ગયા. અગ્નિની મદદથી માટીને પકવીને અન્નસંચય માટેનાં વાસણો બનાવવામાં તથા ધાતુઓને ઓગાળી તેમાંથી અનેક ઓજારો અને હથિયારો તથા ખેતીનાં સાધનસામગ્રીનું નિર્માણ કર્યું. અગ્નિ ન હોત તો સભ્યતાનો વિકાસ આદિમાનવ કરી શક્યો ન હોત. આ કારણથી જ દુનિયાની કેટલીક સંસ્કૃતિઓમાં અગ્નિને દેવતા તરીકે સ્વીકારવામાં આવે છે,
આ અવસ્થાની ત્રીજી મહત્ત્વની શોધ તે ચક્ર ગણાય છે. ચક્રની શોધથી મનુષ્ય માટીનાં વાસણો બનાવવાની
પુરામ, મધ્યમ અને નવા મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
૪૯
For Private and Personal Use Only