Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ત્યારે બીજા પ્રદેશમાં લોકો યોગક્ષેમ માટે તે પ્રદેશમાં મળતા સ્થાનિક પદાર્થો પર આધાર રાખતા હોવાથી તેમના બીજા પ્રદેશો સાથેના સંપર્કોનું પ્રમાણ નહીંવત્ છે. પદાર્થોની બનાવટ અને તેની રૂપરચના દ્વારા નિશ્ચિત થતાં રૂપસામ્ય પરથી સંપર્કો સ્થાપિત કરવાની પદ્ધતિનો ઉપયોગ પ્રાગિતિહાસમાં ઘણો થાય છે. તેની મદદથી જુદી જુદી જગ્યાએથી મળતી વસ્તુઓના બનાવનારના સંપર્કો કે સ્થળાંતરો બાબત વિચારણા થતી હોય છે. પ્રાચીનાશ્મ યુગને વટાવીને મધ્યામ અને અંત્યાશ્મ યુગના સંપર્કોની હકીકતો તપાસતાં પણ ઓજારોની રૂપસમતાની મદદથી એશિયા તથા યુરોપ વચ્ચેના સંપર્કોનો ખ્યાલ પણ આવે છે. આ સંપર્કો છે કે સ્થળાંતરો એ પ્રશ્નનો જવાબ આપવો મુશ્કેલ છે. પરંતુ આ યુગોનાં ઓજારોમાં પણ ઘણી સમાનતા હોવાથી તેની મદદથી સંપર્કની કલ્પના કરવામાં આવે છે. ભારતના મોટા ભાગના પ્રદેશોમાં આ સમતા દેખાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપર્કો અને સ્થળાંતરો મોટેભાગે યોગક્ષેમ માટે થતાં હોય છે. જ્યારે નૈસર્ગિક કે માનવીય પ્રવૃત્તિથી એક સ્થળ યોગક્ષેમ માટે પ્રતિકૂળ જણાય ત્યારે મનુષ્યો તેનો ત્યાગ કરી બીજે સ્થળે જતા હોવાની પ્રક્રિયા જાણીતી છે. આ પ્રક્રિયામાં નૈસર્ગિક પરિસ્થિતિએ કેટલોક ભાગ ભજવ્યો હોવાનું પ્રાગૈતિહાસિક કાળના અવશેષો દર્શાવે છે. આમ આ યુગનો માનવ વનવાસી હતો, એને કોઈ સ્થિર રહેઠાણ નહોતું અને એ પોતાનો ખોરાક ઉત્પન્ન કરી શકતો નહિ, એ છોડો અને ફળો એકઠાં કરતો, માછલાં પકડતો ને રાની પ્રાણીઓનો શિકાર કરતો. પરિસ્થિતિ અને સંજોગોમાંનાં પરિવર્તનોએ ઓજારોમાં પરિવર્તન આણ્યાં. તેઓએ મોટાં, બેઢંગ અને ભારે ઓજારોમાંથી વધુ નાનાં, વધુ ખૂબીદાર અને વધુ વિશિષ્ટ ઓજાર વિકસાવ્યાં. મુખ્યત્વે એનાં ઓજારોના અભ્યાસ પર આધારિત માનવના વિકાસનો ઇતિહાસ તેથી સંભવિત છે. મધ્યાશ્મ અને નવાશ્મક્રાંતિ (શિકારી અવસ્થાનું માનવજીવન અને કૃષિ તથા પશુપાલનનો પ્રારંભ) માનવજીવન અને તેના દેહનું યોગક્ષેમ પંચમહાભૂત તત્ત્વો પર આધાર રાખે છે. આપણે દેહને પંચમહાભૂતનો બનેલો માનીએ છીએ, તેની તંદુરસ્તી ટકાવવી, વંશવૃદ્ધિ કરવી તથા સામાજિક જીવન યોગ્ય રીતે નિભાવવું વગેરે અનેક કાર્યો કરવા માટે મનુષ્ય અનેક પ્રકારની નૈસર્ગિક સામગ્રીનો ઉપયોગ કરે છે. આ નૈસર્ગિક સામગ્રીમાં આહારની વસ્તુઓ તથા તે પ્રાપ્ત કરવા માટેની ભૌતિક સામગ્રી, નિવાસ માટેનાં સાધનો અને ઇતર ઉપયોગની સામગ્રી વગેરેનો સમાવેશ થાય છે. વાનરમાનવમાંથી માનવરૂપે વિકાસ પામતાં માનવે પોતાની સામાજિક પરંપરાની શરૂઆતના તબક્કામાં પાષાણનાં ઓજારો ઘડી સૌ પ્રથમ શિકાર તથા ધાન્યસંચયની અને આગળ જતાં ખેતી અને પશુપાલનની પરંપરા મેળવીને શરૂઆતમાં આરણ્યક અવસ્થાની અને પછી ગ્રામીણ અવસ્થાની રહેણીકરણી વિકસાવી. માનવની આ આરંભિક અવસ્થાઓ દરમ્યાન થયેલા માનવજીવનના ખેડાણને ‘સંસ્કૃતિ’ કહે છે. મનુષ્યએ શિકાર, ખેતી અને પશુપાલનમાંથી ઉદ્યોગ અને વાણિજયનો વિકાસ સાધ્યો. તેણે નાના નાના ગામોને બદલે મોટાં નગરો વસાવી અગાઉની આરણ્યક અવસ્થા અને ગ્રામીણ અવસ્થામાંથી નાગરિક અવસ્થા પ્રાપ્ત કરી. માનવ સંસ્કૃતિના ઘડતરમાં દેખા દેતી આ ઉચ્ચ અવસ્થાને ‘નાગરિક સંસ્કૃતિ' સભ્યતા કહે છે. ૪૮ મનુષ્યનો નગરીય અવસ્થામાં વિકાસ થવો તે કોઈ જાદુઈ પ્રક્રિયા ન હતી. હજારો વર્ષની સાધના પછી વનવાસી અવસ્થામાંથી માનવી સભ્યતાની ટોચ પર પહોંચ્યો છે. માનવવિકાસને ધ્યાનમાં રાખીને માનવવિકાસના ત્રણ તબક્કાઓ ગણાવાય છે. (૧) વનવાસી અવસ્થા - Savage Stage (૨) બાબરીય અવસ્થા - Barbar Stage For Private and Personal Use Only સામીપ્ય ઃ ઓક્ટો. ૨૦૦૬ – માર્ચ, ૨૦૦૭

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110