Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આપણો વિકાસ કરી શકાય છે.
વળી, પ્રાગૈતિહાસિક પદાર્થો દર્શાવવા માટે, તેની ગોઠવણી કરવા માટે પ્રકાશ પાર્શ્વભૂમિ, રંગ, ચિત્રો ઇત્યાદિ દ્વારા સંગ્રહાલયોની વિધિ (ગેલેરી)ઓમાં પણ વધુ ને વધુ વિકાસ થઈ શકે છે અને તેમાં ઘણું બાકી છે. સ્થાનિક, તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશ કક્ષાએ સંગ્રહાલયોનું સંકલન તથા અધ્યયન-અધ્યાપન માટેનાં સંગ્રહાલયો ઇત્યાદિ માટેનું ઘણું કામ બાકી છે. પ્રાગિતિહાસ માટે ભાષાપ્રયોગ વિકસાવવાની ઘણી જરૂર છે. જે તે સ્થળે દેખાતા પદાર્થો માટે કેટલાક શબ્દો હોય છે તેનો ઉપયોગ કરવાથી ભાષા સમૃદ્ધ થાય છે. પરંતુ ભાષામાં લખાણ કરવામાં તેનું અવરોધક બળ વિષય પરત્વે ઉપેક્ષા કે જિજ્ઞાસાનો અભાવ હોય છે. આ અવરોધક બળને લીધે ગુજરાતી ભાષાનાં સામયિકો, ગ્રંથો વગેરેમાં પ્રાગિતિહાસમાં ઘણાં ઓછાં લખાણો થાય છે.
આમ, પ્રાગૈતિહાસિક ભારત તથા વિશ્વના પ્રાગિતિહાસના જ્ઞાનનાં ક્ષેત્રમાં અનેક રીતે સંશોધનો શક્ય છે અને તેના વિકાસ માટે જરૂરી સંસ્થાઓ વિક્સાવવી અને તેમાં સારા કાર્યકર્તાઓ મળી રહે તે પ્રકારની વિદ્યાકીય સગવડો વિકસાવવાની પણ જરૂર છે. આવી સંસ્થાઓ સિવાયનું પ્રાગિતિહાસનું જ્ઞાન સમૃદ્ધ થાય એમ નથી. સામાન્યતઃ પ્રાગિતિહાસની તમામ સંશોધન પ્રણાલિકાઓ પુરાવસ્તુ સંશોધનની છે, તેથી પુરાવસ્તુ સંશોધનોનો સર્વાંગી વિકાસ થતાં ઇતિહાસની ખૂટતી કડીઓ પણ મળવાની શક્યતા છે.
આમ ઇતિહાસ અને તેનાં લાક્ષણિક અધ્યયન અને સંશોધનોમાં મનુષ્યનાં મનુષ્યત્વ, પ્રાચીનતા અને તેના વિકાસની વિવિધ કક્ષાઓ, તેની સિદ્ધિઓ અને નિષ્ફળતા, તેના આદિની જ્ઞાનપ્રાપ્તિનું સાધન છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં માનવપ્રવૃત્તિના ઘણા અંશો નવા સ્વરૂપે દેખાતા થયા છે અને મનુષ્યની અતીત કાળની સિદ્ધિઓનાં મોટા ભાગનાં સર થયેલાં સોપાનોની શ્રેણી આજે પણ ઉપયોગી છે એમ દેખાય છે. જેમ જેમ આ વિષયનું વધુ ને વધુ ખેડાણ થશે તેમ તેમ ભારતીય જીવન અને સંસ્કૃતિની લાંબી પરંપરાનાં વધુ ને વધુ તત્ત્વો પ્રાગૈતિહાસિક ભારતની દેણ હોવા બાબત નવો પ્રકાશ પડતો જશે એમ આજની પરિસ્થિતિ દર્શાવે છે.
સંદર્ભગ્રંથો
૧.
૨.
૩.
૪.
૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Coon, C. S., The Story of Man', New York, 1954.
Kraus, B. S., The Basis of Human Evalution', New York, 1964. Rhodes, F.H.T., ‘The Evalution of Life', London, 1962. Malinowski, ‘Culture', Encyclopedia of Social Sciences, Vol. IV
Sankalia, H. D., ‘Pre-History and Prato-History in India and Pakistan', Bombay, 1962.
ચોપરા, પી. એન., ‘ભારતનું ગેઝેટિયર’, ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૮૪.
સત્યનારાયણ, પ્રા. કે., ‘મનુષ્યની ઉત્પત્તિ અને વિકાસ', ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૮૦.
મહેતા, ૨. ના., ‘ભારતીય પ્રાગિતિહાસ', અમદાવાદ, ૧૯૮૨.
પટેલ, અંબાલાલ, ‘ભારતીય પ્રાચીન સંસ્કૃતિ', સંસ્કાર પ્રકાશન, સુરત, ૧૯૬૨.
પરીખ, ૨. છો. અને શાસ્ત્રી હ. ગં., ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' ગ્રંથ-૧, ઇતિહાસની પૂર્વભૂમિકા, અમદાવાદ, ૧૯૭૨.
૧૧. સાવલિયા, આર. ટી., ‘વિચારવિમર્શ', અમદાવાદ, ૨૦૦૧.
* રેખાંકન સૌજન્ય : ભારતીય પ્રાગિતિહાસ
૬.
૭.
૮.
૯.
૧૦.
પુરામ, મધ્યાશ્મ અને નવાશ્મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો
For Private and Personal Use Only
૫૧