Book Title: Samipya 2006 Vol 23 Ank 03 04
Author(s): R P Mehta, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાશ્મ, મધ્યામ અને નવાશ્મકાલીન સંસ્કૃતિના મુખ્ય લક્ષણો ડૉ. આર. ટી. સાવલિયા* પુરામકાલીન સંસ્કૃતિ : સંસ્કૃતિની શરૂઆતનાં હજારો વર્ષોનો વૃત્તાંત અનલિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિના વૃત્તાંત માટે અન્ય સમકાલીન સાધનો દ્વારા કેટલીક રૂપરેખાત્મક માહિતી મળે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગુ-અક્ષરજ્ઞાન કે નિરક્ષરજ્ઞાનકાલને “પ્રાગુ-ઐતિહાસિક કાલ' તરીકે ઓળખવામાં આવે છે. આ કાલમાં માનવસર્જિત ટકાઉ ચીજો મુખ્યત્વે પાષાણની ઘડવામાં આવતી. આથી તે યુગને “પાષાણયુગ' કહે છે. એ ચીજોમાં મુખ્યત્વે હથિયારોનો સમાવેશ થાય છે. પ્રા-ઐતિહાસિક કાલ આ પાષાણયુગોનો બનેલો છે. પ્રાગુ-ઐતિહાસિક સંસ્કૃતિના વૃત્તાંતનો સર્વ આધાર એ કાલની પુરાવસ્તુકીય સાધનસામગ્રી પર રહેલો છે, જેમાં મુખ્યત્વે માનવે ઘડેલાં પાષાણનાં હથિયારો, માનવોના અને માનવની સાથે સંકળાયેલા પ્રાણીઓના દેહાવશેષ, માનવે ઘડેલાં વાસણો વગેરે સામગ્રીનો સમાવેશ થાય છે. આ સામગ્રી સ્થળતપાસ અને કેટલેક અંશે ઉખ્ખનન (ખોદકામ) દ્વારા પ્રાપ્ત થઈ છે. પ્રાગિતિહાસના વિભાગીકરણમાં મોટેભાગે સ્તર-રચના, ઓજારોના ઘડતર, વપરાયેલી વસ્તુઓ, પ્રાપ્તિસ્થાનો વગેરેનો ઉપયોગ થાય છે. તેમાં ઓજારો બનાવવામાં વપરાતાં પદાર્થો વધુ મહત્ત્વ ધરાવે છે. આ મુજબ થતા વિભાગીકરણમાં જ્યારે માત્ર પથ્થરોનાં જ ઓજારો ઉપરાંત અસ્થિ (હાડકાં)ઓનાં ઓજારો વપરાતા તેવા યુગને અશ્મયુગ' નામ આપવામાં આવે છે. પથ્થરોની સાથે તાંબુ, કાંસું જેવા પદાર્થો ઓજારો બનાવવા માટે વપરાય છે ત્યારે તે યુગને ‘તામ્રાશ્મયુગ” કહે છે. જ્યારથી લોખંડનાં ઓજારો વપરાવા માંડે છે ત્યારથી ‘લોહયુગ'ની શરૂઆત ગણાય છે. સમગ્ર દષ્ટિએ ભારતના પ્રાગિતિહાસના વિભાગો આ પ્રમાણે પાડવામાં આવે છેઃ (૧) પ્રાચીનાશ્મયુગ : (Palaolithic or Old Stone Age) આશરે ૨૫ હજાર વર્ષ પહેલાંનો અને વિશ્વ-ઇતિહાસમાં આશરે ૨૬ લાખ વર્ષ કરતાં વધુ જૂનો સમય. (૨) મધ્યામયુગ (Mesolithic or Middle Stone Age) આશરે ૨૫ હજાર વર્ષથી ૧૩ હજાર વર્ષ સુધી (૩) અંત્યામયુગ (Neolithic or New Stone Age) આશરે સાડા ચાર હજાર વર્ષથી ૧૩ હજાર વર્ષ સુધી (૪) નવાશ્મયુગ આશરે ચાર હજાર વર્ષથી ૬ હજાર વર્ષ સુધી (૫) તામ્રામયુગ (Copper Bronze Age) આશરે ત્રણ હજાર વર્ષથી છ હજાર વર્ષ સુધી Delivered lectures in the Deparment, under the UGC scheme of exchange of teacher : Department of History, Sardar Patel University, Vallabh Vidyanagar. Date : 1 & 2 September, 2006 વરિષ્ઠ અધ્યાપક, ભો.જે.વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કૅમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬-માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110