________________
સમયસાર : આત્મખ્યાતિ
એમની યુગપ્રવર્તક અસાધારણ અલૌકિક મહાટીકાઓથી મહાન કુંદકુંદાચાર્યનો મહિમાતિશય જગતમાં વિસ્તાર્યો, એટલું જ સ્વ દિવ્ય આત્માનો મહિમાતિશય વિસ્તાર્યો છે.
શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત પંચાસ્તિકાય-પ્રવચનસાર-સમયસાર એ પરમાગમ પ્રસ્થાનત્રયી' તરીકે સુપ્રસિદ્ધ છે, આ ત્રણે શાસ્ત્ર પર અમૃતચંદ્રાચાર્યજીની અલૌકિક મહાટીકા વિશ્વવિખ્યાત છે. અત્ર તો સમયસાર અંગે વક્તવ્ય પ્રસ્તુત છે, તે હવે આ પ્રસ્તાવનામાં સંક્ષેપમાં કરશું.
આ પરમાગમ સમયસાર પ્રત્યે અમૃતચંદ્રજીનો કેવો પરમ પરમાર્થ પ્રેમ પ્રવાહ ઉલ્લસ્યો છે, તેનું આપણને “આત્મખ્યાતિ' મહાટીકામાં દર્શન થાય છે. અત્રે એક સૂત્રનિબદ્ધ પરમાર્થગંભીર પરમાર્થઘન સળંગ એક જ વાક્યમાં તે તે ગાથાનો સંપૂર્ણ સમગ્ર ભાવ વ્યક્ત કરી દેવો, તે અમૃતચંદ્રજીનું અપૂર્વ આત્મપરાક્રમ દાખવે છે. ખરેખર ! આવી એક સૂત્રનિબદ્ધ સૂત્રાત્મક મહાટીકા અખિલ ભારતમાં અજોડ અને અદ્વિતીય છે.
અત્ર પદે પદે જ્યાં આત્માની ખ્યાતિ (પ્રસિદ્ધિ-પ્રકૃષ્ટ સિદ્ધિ) કરી છે એવી આ “આત્મખ્યાતિ’ ટીકા ખરેખર ! આત્મખ્યાતિ જ છે. આવી યથાર્થનામાં “આત્મખ્યાતિ' નામથી પરમ પ્રખ્યાતિ પામેલી, પરમ પરમાર્થ ગંભીર અદ્વિતીય અનન્ય સૂત્રમય ટીકા આ પરમ તત્ત્વદ્રા અમૃતચંદ્રજીએ સોળે કળાથી પૂર્ણ અનન્ય અદ્દભુત તત્ત્વકળાથી ગૂંથી છે અને તેમાં પણ, આ પરમ અધ્યાત્મરસપરિણત પરમ ભાવિતાત્મા મહાત્માએ પરમ આત્મભાવના પરમ ઉલ્લાસથી, શુદ્ધ ચૈતન્ય-અમૃતરસની અમૃત સરિતા વહાવતી અપૂર્વ કળશકાવ્ય રચના કરી, આ “આત્મખ્યાતિની, આત્મખ્યાતિમાં અનંતગુણવિશિષ્ટ અભિવૃદ્ધિ કરી છે - એવું આ પરમ આત્માનુભવી દિવ્ય દ્રષ્ટા કવિ-ગ્નષ્ઠાની અમૃતાનુભવ પ્રસાદી રૂપ આ કળશકાવ્ય સર્જન છે.
પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની યુગપ્રવર્તક (Epoch-making) કૃતિઓ પ્રત્યે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનો કેવો અનન્ય પરમાર્થ પ્રેમ છે, તે તો તે તે ગ્રંથોની તેમની યુગપ્રવર્તક (Epoch-making) પરમ પ્રતિભાસંપન્ન અનુપમ અદ્વિતીય પરમ અમૃત ટીકાઓથી તેમણે જે મહાનું કુંદકુંદાચાર્યજીનું અને તેમના મહાનું ગ્રંથોનું અનંતગુણ વિશિષ્ટ ગૌરવ વધાર્યું છે - કર્યું છે, તે પરથી જગતુ વિશ્રત છે અને તેમાં પણ આ ગ્રંથરાજ પ્રત્યેનો એમનો પરમ પ્રેમસિંધુ એટલો બધો ઉલ્લાસયમાન થઈને છલકાયો છે, કે તે આ પરમ આત્માનુભવી (મહાકવિ-બ્રહ્મા પરબ્રહ્મ સ્વરૂપ) પરમાર્થ મહાકવીશ્વરના હૃદય-હૃદ્રમાંથી અનુભવોલ્ગાર રૂપ સહજ સ્વયંભૂ સ્રોત રૂપે નીકળેલી અપૂર્વ કળશ કાવ્યની અમૃત સરિતા પરથી સહૃદય સંવેદક સંતજને
ગીર્વાણ વાધયમાં યુગપ્રવર્તિની “આત્મખ્યાતિનો ગદ્ય ભાગ માત્ર રચીને એ આર્ષદ્રષ્ટા પરમર્ષિનો આત્મા સંતોષ ન પામતાં, એમણે હૃદયમાં ન માતા પરમ આત્મભાવના અમૃતાનુભવ ઉલ્લાસથી આ અનુપમ “સુવર્ણમય “કળશ” કાવ્યોનું હૃદયંગમ સર્જન કર્યું છે, કે જે આ પરમ નિસ્પૃહ મહામુનિની કીર્તિના અનુપમ “સુવર્ણ કળશ” સમાન સદા ઝળહળી રહેલ છે ! અને જેનો દિવ્ય પ્રકાશ દેશ-કાળ-જાતિના બંધનથી અનવચ્છિન્નપણે દૂર દૂરથી આકર્ષીને સંતજનોને દિવ્ય અનુભવામૃત રસાસ્વાદમાં નિમજ્જન કરાવી રહેલ છે ! કોઈ મંદિર હોય તેની પૂર્ણાહુતિ થતાં શિખર પર કોઈ સુવર્ણ કળશ ચઢાવે, તેમ આ સમયસાર શાસ્ત્ર રૂપ પરમ તત્ત્વજ્ઞાનનું ઉંચામાં ઉચું શિખર છે - મેરુ શિખર છે
ને તેના પર અનન્ય તત્ત્વમંથનના નવનીત રૂ૫ આત્માનુભૂતિમય પરમ અમૃતરસથી ભરેલા આ અમૃત સુવર્ણ કળશ કાવ્યો ચઢાવી અમૃતચંદ્રજી યથાર્થનામાં “અમૃત ચંદ્ર’ થયા છે !