________________
સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ ૩૧ કેળવણી જેવા આજે અખબારોને સાવ નીરસ લાગે એવા વિષયોને જ એઓ સ્પર્શતા હતા. આજે કોઈ અખબાર જાહેરખબર વંગર ચાલી શકે જ નહીં, ત્યારે ગાંધીજીએ ૩૦ વર્ષ સુધી કોઈ પણ જાતની જાહેરખબર લીધા વિના એમનાં સાપ્તાહિકો ચલાવ્યાં હતાં.
‘ઇન્ડિયન ઓપિનિયન' એમણે પોતાને હસ્તક લીધું ત્યારે એની ૪૦૦ નકલો હતી. એ જમાનામાં રૂ. ૨૬,૦૦૦ની અંગત ખોટ સહન કરી અને છતાંય ખબરો. માટે વધુ જગ્યા મેળવવા જાહેરખબરો લેવાનું નક્કી કર્યું. ગોખલે, દાદાભાઈ નવરોજી અને ટૉલ્સ્ટૉય જેવા મહાપુરુષો એના વાચકો હતા. એમના “નવજીવન'ના વાચકોમાં ખેડૂતો અને મજૂરોનો પણ સમાવેશ થતો હતો. ૧૯૧૬ની હોમરૂલની ચળવળ, ૧૯૧૭માં લોકમાન્ય ટિળકની મુક્તિ, રોલેટ-કાયદા સામે પ્રજાકીય વિરોધને લઈને પ્રજામાં આવેલી જાગૃતિને કારણે ગાંધીયુગની અસર નીચેનાં પત્રોમાં રાજકારણને પ્રાધાન્ય મળવા લાગ્યું. એ વખતે મોટા ભાગનાં પત્રો દેશની આઝાદીની લડતના ટેકેદારો હતાં. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં આવેલાં લગભગ અઢીસો જેટલાં દેશી રાજ્યોની પ્રજાને જાગ્રત કરવા શ્રી અમૃતલાલ શેઠે “સૌરાષ્ટ્ર'નો આરંભ કર્યો ‘દેશસેવા કરવા માટે એમને નવાં વર્તમાનપત્રોની આવશ્યકતા લાગી હતી. “એ વર્તમાનપત્રો આજની કાળી શાહીથી નહીં લખાય, એ તો લખાશે અમારા લોહીની લાલ શાહીથી. એમાં દુઃખના, વેદનાના, બળવાના પોકારથી ધરતી ધણધણી ઊઠશે. રાજાઓના દિલ થરથરશે અને એમનાં સિંહાસનો ડોલવા માંડશે. પ્રજાકલ્યાણના નવા યજ્ઞો અમે વર્તમાનપત્રોનાં કાર્યાલયોમાં માંડીશું.” આમ સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને વાચા આપવામાં “સૌરાષ્ટ્ર' ઉપરાંત, “કાઠિયાવાડ સમાચાર”, “કચ્છ વર્તમાન”, “સૌરાષ્ટ્ર મિત્ર', “કચ્છ મિત્ર”, “કચ્છ કેસરી', “કર્મભૂમિ', “પ્રજામત', “ફૂલછાબ' વગેરે પત્રોએ ફાળો આપ્યો.
રાણપુરની ત્રિપુટીમાંથી છૂટા પડેલા શ્રી સામળદાસ ગાંધીએ “વંદે માતરમ્' શરૂ કર્યું તો “ઇન્સાફના પાયા ઉપર રચાયેલી સમાજરચના”ને ધ્યેય તરીકે સ્વીકારી શ્રી કકલભાઈ કોઠારીએ એ માટેની જન-જેહાદમાં “નવસૌરાષ્ટ્ર' દ્વારા યથાશક્તિ ફાળો આપવાનો સંકલ્પ જાહેર કર્યો. શ્રી ઝવેરચંદ મેઘાણી છાપાના લેખનને ઉત્કૃષ્ટ કલાઓમાંથી એક કલા માનતા હતા, તો “પ્રજાબંધુ'ના તંત્રી શ્રી ચુનીલાલ વર્ધમાન શાહને મન “પત્રકારત્વ એ સેવાનો એવો પવિત્ર વ્યવસાય” હતો કે જેમાં પત્રકારે તલવારની ધાર પર ચાલીને પવિત્ર ફરજ બજાવવાની છે. સ્વતંત્રતા બાદ પત્રકારત્વ ઉદ્યોગ બનતાં એના પર ધનનો પ્રભાવ વધતો ગયો છે. એની અગમચેતી આપતાં શ્રી