________________
પત્રકારત્વનો લોકપ્રભાવ
ચંદ્રકાન્ત એચ. મહેતા
હિન્દીના પ્રસિદ્ધ કવિ શ્રી દિનકરે એક કવિતામાં કહ્યું છે :
કલમ દેશકી બડી શક્તિ હૈ, ભાવ જ ગાનેવાલી; | દિલમેં નહીં દિમાગમેં ભી આગ લગાનેવાલી.
આ વાત પત્રકારની કલમ અનેકોલમને સંપૂર્ણપણે લાગુ પડે છે ! કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે એમ, “પત્રકાર એટલે લોકશિક્ષણનો આચાર્ય, બ્રાહ્મણોનો બ્રાહ્મણ અને ચારણોનો ચારણ ! પ્રજા જ્યારે યુયુત્સુ થઈ જાય છે, ત્યારે ઘણી વાર પત્રકારને લડવૈયા અને સેનાપતિ પણ થવું પડે છે. અને સારી પેઠે ક્ષાત્ર ધર્મ કેળવવો પડે છે.
જ્યાં જ્યાં અન્યાય થતો હોય, જ્યાં જ્યાં દીન, દુર્બળ અને મૂક વર્ગો પર જુલ્મ ચાલતો હોય, ત્યાં “ક્ષતાત્વિને ત્રાયતે' - એવા પોતાના બિરુદનું સ્મરણ કરી પત્રકાર ઝંપલાવે છે. એવા પ્રસંગો હોય ત્યારે વિચાર, માહિતી, સંસ્કારો, અભિરુચિ અને આદર્શોની પરબ ચલાવી એ સમાજ-સેવક બની જાય છે. અજ્ઞાનને લીધે અથવા અદૂર-દૃષ્ટિને લીધે લોકો જ્યાં લઢતા હોય ત્યાં નાંખન શનીય લોકોની દૃષ્ટિ શુદ્ધ કરવાને એ મથે છે. સમાજચક્રનાં પૈડાં જ્યારે એક રાગ ભૂલી જઈને ચિત્કાર કરે છે, ત્યારે એ યોગ્ય ઠેકાણે સ્નેહ રેડી ઘર્ષણ દૂર કરે છે. અને જ્યારે જ્યારે સરકાર-દરબારના પ્રસંગો આવે છે ત્યારે ત્યારે એ પ્રજાનો પ્રતિનિધિ થઈ લોકમતને એકધારો બનાવી લોકશક્તિ ચેતવે છે. આવી રીતે લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકનાયક અને લોકગુરુની ચતુર્વિધ પદવી પત્રકાર ભોગવી શકે છે.” કાકાસાહેબની પ્રસ્તુત ઉક્તિ પત્રકારત્વના પ્રબળ પ્રભાવ પર પૂરતો પ્રકાશ ફેંકે છે.
આધુનિક યુગ સામૂહિક પ્રસારણના માધ્યમનો જમાનો છે. રેડિયો, ટી.વી., ફિલ્મ, નાટક, અખબાર, વગેરે લોકસંપર્કનાં સબળ માધ્યમો પુરવાર થયાં છે. પરંતુ એ સૌમાં અખબારનું સ્થાન અનોખું છે. વિશ્વની સભ્યતા અને સંસ્કૃતિઓની આગેકૂચમાં અખબારી આલમે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. રેડિયો, ટેલિવિઝન અને અખબારોએ વિશ્વના વિવિધ દેશો વચ્ચેનું વિશાળ અંતર દૂર કરીને સામીપ્તની સૃષ્ટિ ખડી કરી દીધી છે ! અને તેથી જ એક દેશની મહત્ત્વની ઘટનાઓનો પડઘો અને પ્રભાવ અન્યત્ર પણ અસરકારક રીતે ધ્વનિત થાય છે.
રેડિયો એ લોકસંપર્કનું અસરકારક માધ્યમ છે, પણ એની પણ કેટલીક મર્યાધઓ છે. ધ. ત.રેડિયો શાવ્ય-સાધન હો એના પી પ્રસારિત થતા સક્ષમાર માણસે સાવધાનપણે સાંભળવા પડે છે. સમાચાર. સભક્ષા જો ચૂકી જa એ સમાચાર પુનઃ સાંભળવાની વ્યવસ્થા સુલભ નથી..દિલીપોઝરાનો બહોળો પ્રશR જી