________________
૧૪૦
] પત્રકારત્વ : એક પડકાર
ક્ષેત્રીય આવડતના કારણે ચલાવી શકતા હતા. પરંતુ એ જમાનો આજે રહ્યો નથી. આજે પ્રિન્ટિંગ મશીનરી જ નહીં, પણ તે વિદેશી સાધનો સાથે સરખાવી શકાય તેવાં સાધનો વિનાનાં વર્તમાનપત્રોને ટકી રહેવાનું દિવસે દિવસે કઠિન બનવા લાગ્યું છે. જે પ્રિન્ટિંગ મશીનો બીજા દેશે ભંગાર ગણીને કાઢી નાખ્યાં છે, અને જેનું ઉત્પાદન પણ છેલ્લાં દશ વર્ષ જેટલા સમયથી બંધ કરી દેવાયું છે, તેવાં પ્રિન્ટિંગ મશીનોનો ઉપયોગ આપણા મધ્યમ અને લઘુ અખબારો કરી રહ્યા છે. આવાં અખબાર સામે વિકટ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તેનો ફેલાવો ૨૦-૨૨ હજાર કરતાં વધે છે. ૨૦૨૨ હજારના ફેલાવા સુધી તો પોતાનું છાપકામ દોઢ-બે લાખની કિંમતના પ્રિન્ટિંગ મશીન દ્વારા કરી શકાતું હતું. પરંતુ ૨૨ હજારથી વધવા સાથે જ તેનું “ફ્લેટ બેડ રોટરી કામ આપી શકતું નથી, અને જો તેણે પોતાના વિકાસને જારી રાખવો હોય તો તેને સીધા ૧૫-૨૦ લાખના ખર્ચે ઓફસેટ સ્પીડો અથવા બીજાં સાધનો વસાવવાં પડે છે. આવી મોટી રકમ ઊભી કરવાનું કામ તેની સામે એક સમસ્યા બની રહે છે.
હાથ-કમ્પોઝ દ્વારા ચાલતા નાના કે મધ્યમ વર્તમાનપત્રને પોતાનાં સારાં અને સુરુચિભર્યા લખાણો માટે સ્વચ્છ અને સુઘડ છાપકામ સારુ, હવે મોનો કે લાઇનોટાઇપ મશીનો ચાલે તેમ નથી. હવે તો ઓફસેટ કૉપ્યુટર આવી ગયાં છે. જોકે પરદેશમાં આ બંને પ્રકારો મોનો અને લાઇનો જૂના જમાનાના બની ગયા છે, પરંતુ તેની ખરીદ પણ ૬-૭ લાખથી ઓછામાં થઈ શકતી નથી. તેથી આવાં નાના કે મધ્યમ કક્ષાનાં અખબારોની આર્થિક પરિસ્થિતિ સાથે ભાગ્યે જ સુસંગત મનાય. વળી એ બધું પણ અદ્યતન ટેક્નોલોજીની દૃષ્ટિએ તો આઉટ ઑફ ડેટ જેવું છે. સારું અને આધુનિક પ્રિન્ટિંગ બનાવવું હોય તો ફોટો કમ્પોઝિંગ કે ઓફસેટ પ્રિન્ટિંગ અપનાવવું રહે. પરંતુ તે માટે તો ૨૫-૩૦ લાખની જોગવાઈ કરવી રહે, તે આજની પરિસ્થિતિમાં નાનાં કે મધ્યમ અખબારો માટે શક્ય જ નથી.
આજથી લગભગ ૧૫ વર્ષ પહેલાં ૧૯૮૫માં ન્યૂઝપ્રિન્ટનો ભાવ ટન દીઠ રૂ. ઉ000/- આસપાસ હતો, એ આજે રૂ. ૨૨,૦૦૦ જેટલે પહોંચ્યો છે. બીજી બાજુ ફેલાવો વધારવો હોય તો પાનાં વધુ આપવાં જોઈએ, જેથી વાચકને પસ્તીમાંથી મળતું વળતર લક્ષમાં લેતાં છાપું સસ્તું લાગે, આવું કરી શકે તે જ અખબાર ફેલાવો વધારી શકે. ફેલાવો વધતાં પગભર બની શકે અને સાથે પ્રતિષ્ઠિત પણ બની શકે. પરંતુ આવું ત્યારે જ શક્ય બને, જો તેને જાહેરખબરો વધારે મળે. જે અખબાર જાહેરખબરો મેળવી શકે તે જ અખબાર વધુ પાનાં આપી શકે. ઓછી જાહેરખબર અને વધુ પાનાં આપવાનું ન્યૂઝપ્રિન્ટના ઊંચા ભાવના કારણે પોષાય નહીં. (૪૦ પૈસામાં ૧૨ પાનાં સામે ૩૦ પૈસામાં ૯ પાનાં આપતા અખબાર શી રીતે સ્પર્ધા કરી શકે ?) આ પરિસ્થિતિના નિરાકરણ માટે “પ્રેસ કમિશન” અને “ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી ઓન ન્યૂઝપેપર ઇકોનોમિક્સ' જે કંઈ સૂચવી ગયા છે તે આજના સંદર્ભમાં જૂનું થઈ ગયું છે. આજે તો એક પ્રકારનો ઉદારતાવાદ (લિબરાઇલેશન) અને તેમાંથી ઊભાં થતાં હરીફાઈનાં તત્ત્વોને નજરઅંદાજ કરી શકાય નહીં. અહીં મોટું માછલું નાના માછલાને