________________
પરિસંવાદનો સમારોપ ૧૯૧
એથી એક આંતરવિદ્યાકીય મેળો રચાતો. પણ સાહિત્યેતર વિષયોએ છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન અભુત વિકાસ સાધીને પોતપોતાના અધિવેશનો ભરવા માંડ્યાં છે. તેથી નમ્રપણે પરિષદે પછી સાહિત્યિક પ્રશ્નો ઉપર ધ્યાન એકાગ્ર કરવાનું ઠરાવ્યું. સ્વાભાવિક રીતે જ પછી તો પત્રકારત્વ વિભાગ પણ નીકળી ગયો. પરિષદના દિલ્હી અધિવેશન પ્રસંગે પત્રકારત્વનો વિભાગ રખાયો હતો તે છેલવેલો હતો. આ બોલનાર એ વિભાગનો પ્રમુખ હતો, એટલે જ કદાચ, આ ઉપસંહારનું કર્તવ્ય એને ભાગે આવ્યું લાગે છે.
પણ પત્રકારત્વનો વિભાગ નાબૂદ થયો એ સારું કર્યું કે નહીં એ એક પ્રશ્ન રહી જવાનો. આજે સવારે ઉદ્ઘાટન-પ્રવચન કરતાં શ્રી વાડીભાઈ ડગલીએ યથાર્થ જ કહ્યું કે, ભાષા એ સાહિત્ય અને પત્રકારત્વનો કાચો માલ છે. બંનેનાં અનેક મિલનબિંદુઓ છે, ભલે લક્ષ્યો જુદાં હોય. એટલે પરિષદ પત્રકારત્વનો વિભાગ રાખે કે ન રાખે તો પણ આવાં મિલનો અને પરિસંવાદો યોજાતાં રહેવાં જોઈએ. એ દૃષ્ટિએ જ મેં કહ્યું કે, પરિષદ માટે આ એક ક્ષતિપૂર્તિનો–પ્રાયશ્ચિત્તનો અવસર બની ગયો.
અતિથિવિશેષ શ્રી ચીમનભાઈ પટેલે (તંત્રી – “સંદેશ') પત્રકારત્વ માટેની આચારસંહિતા ઉપર યથાર્થ ભાર મૂક્યો. પ્રત્યેક પત્રનું તંત્ર ટ્રસ્ટીશીપની રીતે ચાલે એમ પણ તેમણે કહ્યું એનો મર્મ કદાચ એ છે કે વ્યવસાય વ્યવસાય તરીકે માલિકનોકરના ભાવથી નહીં, પણ ભાગીદારીની ભાવનાથી ચાલે. જ્યારે વ્યવસાયમાંથી ધર્મ નીકળી જાય છે, ત્યારે એ ધંધો બની જાય છે. જો પત્રકારો સાચા અર્થમાં વ્યવસાયી હશે તો માલિકો પોતપોતાના સ્થાને રહેશે. શ્રી વાસુદેવ મહેતાને માલિકો રહે તેનો વાંધો નથી પણ તેઓ એમના ચોકઠામાં રહે એમ તેમનું કહેવું હતું. માલિકો પોતે પત્રકારો હોય તો તો ચોકઠામાં રહેવાનું એમને જરૂર પોસાય. પણ તે વિના તો પત્રના યોગક્ષેમના ચોકઠામાં જ તેમનું વાસ્તવિક સ્થાન હોઈ શકે ને !
એક વક્તા મિત્રે બર્નાર્ડ શૉને યાદ કરીને કહ્યું કે, “All Literatue is Journalism.” “ક્વિન્ટેસા ઑફ ઇન્સેનિઝમ'ના આમુખમાં બર્નાર્ડ શૉએ જ્યારે આ વાત કરી ત્યારે ઉચ્ચ સ્તરેથી સાહિત્યના પ્રચારધર્મની વાત તેમણે કરી હતી. હરીન્દ્રભાઈએ પણ કહ્યું કે પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે પોતે ભેદ કરતા નથી. પણ આ ઉચ્ચ સ્તરેથી કહેવાયેલી વાત છે કેમ કે જીવનનું સત્ય, જીવનનું તથ્ય, ઉભયનો