________________
(૧૭)
ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ
D નરભેરામ સદાવ્રતી ગુજરાતી સાપ્તાહિકો વિશે વિચાર કરતાં સર્વપ્રથમ સાત દાયકા પહેલાંના સમયની મને ઝાંખી થાય છે. એ વખતે મારા ગામમાં “સૌરાષ્ટ્ર' નામના સાપ્તાહિકની માત્ર એક જ નકલ ચોરીછૂપીથી આવતી. એક વેપારીની દુકાને પંદરવીસ માણસો એકત્ર થાય અને વેપારી પોતે જ સૌ સાંભળે તેમ વાંચે. હું પણ કુતૂહલથી ત્યાં હાજર રહું, પણ કાંઈ સમજ પડે નહીં. માત્ર એ અખબારમાંથી વાંચવામાં આવેલ એક કિસ્સો મને યાદ આવે છે જેમાં એ જમાનાના સૌરાષ્ટ્રવાસી સુપ્રસિદ્ધ બૅરિસ્ટર પોપટલાલ ચુડગરે કોઈક સ્ટેશને સાંકળ ખેંચી ટ્રેન ઊભી રખાવી પાણીની વ્યવસ્થા કરવાની સ્ટેશનના સત્તાવાળાઓને ફરજ પાડી હતી.
થોડા જ સમયમાં આ સાપ્તાહિક આવતું અચાનક બંધ થઈ ગયું. રાણપુરમાંથી સ્વ. અમૃતલાલ શેઠના તંત્રીપદે પ્રસિદ્ધ થતું દેશી રજવાડાંઓની પ્રજાના પ્રાણપ્રશ્નોને વાચા આપતું અને એ રીતે દેશના સ્વાતંત્ર્યસંગ્રામને સહાય કરતું એ સાપ્તાહિક હતું.' સૌરાષ્ટ્રનાં રજવાડાંઓએ એના પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પછી જેમાં અમને કિશોરાવસ્થામાં ખૂબ જ રસ પડતો અને પ્રસિદ્ધિના દિવસની અમે અધીરાઈથી જેની રાહ જોતાં એ સાપ્તાહિક હતું ‘બહુરૂપી'. એમાં એક ડિટેક્ટિવ વાર્તા હોય. એ વાર્તાનાં હંમેશનાં પાત્રોમાં ખાનગી ડિટેક્ટિવ ચિત્રગુપ્ત. એનો સાથીદાર મનહર અને બંનેના વિશ્વાસુ મિત્ર પોલીસ ઇન્સ્પેક્ટર કાવસજી, અંધારી આલમના નાયકો કે ખલનાયકો ઝુલ્ફીકારખાં, વામન પહેલવાન, પ્રો. પિનાકપાણિ, વગેરેનો સમાવેશ થતો હતો. એ બધા તેમજ ચિત્રગુપ્તનું મુંબઈના લેમિંગ્ટન રોડ પરનું નિવાસસ્થાન આજે પણ સ્મૃતિપટ પર કાયમ રહ્યાં છે. મારા જેવા એ વખતના અનેક કિશોરો આ સાપ્તાહિકના રસિયા હતા અને રસ પણ એટલો બધો કે જૂના અંકો, તેમજ વાંચવાના રહી ગયેલા અંકો ગમે ત્યાંથી મેળવીને અમે વાંચીએ ત્યારે જ જંપ વળે.
એ પણ એક જમાનો હતો. બીજાં સાપ્તાહિકો કંદાચ હશે, પણ એ બધાં મુંબઈ-અમદાવાદ જેવા શહેરો સુધી જ પહોંચતાં હશે. અમને જૂનાગઢમાં મળતાં નહીં.
- ત્યાર પછીનાં થોડાં વર્ષો દરમિયાન સ્વ. મેઘાણીભાઈના તંત્રીપદે ‘ફૂલછાબ' શરૂ થયું, કહો કે “સૌરાષ્ટ્ર' સાપ્તાહિક “ફૂલછાબ' નામ ધારણ કરીને તખતા પર પુનઃ પ્રવેશ્ય. એ વખતે વડોદરાના પુસ્તકાલયમાં જઈને સૌરાષ્ટ્રના સમાચારો વાંચવા માટે ‘ફૂલછાબ'ને અવશ્ય શોધવું પડતું. ત્યારે હું વડોદરામાં હતો.
દેશના સ્વાતંત્ર્યની લડતને કારણે સર્જાયેલા રાજકીય વાતાવરણમાં એ જમાનામાં જે કોઈ સાપ્તાહિકો પ્રસિદ્ધ થતાં એમનું પ્રાણતત્ત્વ રાજકારણ જ હતું. એમાં તત્ત્વજ્ઞાન