________________
પ્રબળ રચનાત્મક શક્તિ ] ૯૧ સામાન્ય લોકોને તો આની જાણ હોય જ ક્યાંથી ? સંવાદદાતાઓને ફિલ્ડવર્ક કરવાનું હોય છે આથી એમને સૌ જાણે છે અને હિત ધરાવનારાઓ “એમને હાથમાં લઈશું તો આપણું કામ થઈ જશે' એમ માનતા હોય છે. વધુ શક્તિશાળી અને વગદાર મહાનુભાવો તંત્રી કે માલિકને જ સાધીને પોતાનું ધાર્યું કરાવવાનું પસંદ કરે છે, આમ છતાં એકંદરે આપણાં વર્તમાનપત્રો અને પત્રકારો પોતાનો ધર્મ જાળવી શક્યાં છે એ ગૌરવની વાત ગણાય.
એક જમાનો એવો હતો કે યુવાનો મિશનરી સ્પિરિટ-સેવાની લગનથી પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવતા હતા. આઝાદી પછી વર્તમાનપત્રો વેપારી ઢબનાં બનવા લાગ્યાં છે અને એમાં ઝંપલાવનારાઓ માત્ર સેવાની ધગશથી એમાં ઝંપલાવતા નથી. માલિકોનો અખબાર કાઢવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સમાજ અને રાષ્ટ્રની સેવાનો નથી રહ્યો (અપવાદ જરૂર હોઈ શકે). અન્ય ઉદ્યોગપતિઓની જેમ એમની નજર પણ નફા પર રહે છે. આવી પરિસ્થિતિમાં અખબારમાં કામ કરતા પત્રકારો પણ આર્થિક હિતના વિચારને પ્રાધાન્ય આપતા થયા હોય તો એમાં એમનો વાંક ન ગણાય. પત્રકારોએ પણ પોતાના પરિવારનું લાલનપાલન કરવાનું હોય છે, એ પોતાનાં સંતાનોને સારી રીતે ઉછેરવા ઝંખતા હોય છે. આ માટે પૈસો જોઈએ કે જે એમને એમના કામની વિશિષ્ટ જવાબદારીના પ્રમાણમાં ભાગ્યે જ મળતો હોય છે. પત્રકારોની પાયાની જરૂરિયાતો સંતોષવા તરફ પૂરતું ધ્યાન અપાયું નથી. એમનાં પગારધોરણ નીચાં છે– પ્રાદેશિક ભાષાઓનાં વર્તમાનપત્રોમાં કામ કરતા પૂફરીડરોને જે પગાર મળે છે એના કરતાં શહેર સુધરાઈના નીચલી કક્ષાના કારકુનનો પગાર વધુ હોય છે. તાલુકાના અને ગામડાંઓના ખબરપત્રીઓને માસિક મહેનતાણું પાંચપંદર કે વધુમાં વધુ પચીસ-ત્રીસ રૂપિયા અપાતું હોય છે. આવા સંજોગોમાં એ ખબરપત્રીઓ પાસેથી શી આશા રાખી શકાય ? પરિણામે અખબારોને નિષ્ઠાવાન ખબરપત્રીઓ મળતા નથી અને જેઓ ખબરપત્રી બને છે એમાંના કેટલાક પોતે જે અખબારના ખબરપત્રી હોય એ અખબારનું પોતાના નામનું પ્રેસ કાર્ડ બતાવી યાદશક્તિ ચરી ખાતા રહે છે. પત્રકારો ખરેખર વિધાયક બળ બની શકે એ માટે એમનું જીવનધોરણ સુધારવા માટે એમના વેતનમાળખામાં સુધારો કરવામાં આવે એ અનિવાર્ય છે.
એ જ રીતે પત્રકારોએ પણ એક વાસ્તવિકતા સમજી-સ્વીકારી લીધા વિના છૂટકો નથી. આપણા દેશની આર્થિક વ્યવસ્થામાં કોઈ ક્રાંતિકારી પરિવર્તન આવવાની શક્યતા દેખાતી નથી. આથી આપણને માલિકો વિના ચાલવાનું નથી. આપણામાંના કોઈ લાખો રૂપિયાનું રોકાણ કરી શકવાના નથી. સહકારી ક્ષેત્રે આ દિશામાં થયેલ એકલદોકલ પ્રયાસનો રકાસ જ થયો છે. આવા સંજોગોમાં આપણને રોજીનું અને