________________
ગુજરાતી સાહિત્ય-સામયિકો – એક દષ્ટિપાત ૧૦૯ હચમચાવીને, તાજગીને વહેતી કરવાની થોડીક જરૂરી કામગીરી બજાવીને સ્વેચ્છાએ ખરી પડયાં.
સમયના અનુક્રમે નજર કરીએ તો ૧૯૫૯માં ભારતીય વિદ્યાભવનનું સમર્પણ આરંભાય છે ને ૧૯૬રમાં કુંદનિકા કાપડિયાનું “નવનીત'. પાછળથી, ૧૯૮૦માં, આ બે સામયિકો સંયુક્ત થાય છે એ પહેલાં પણ વ્યાપક પ્રકારનાં, સાહિત્યને પ્રાધાન્ય આપનારાં, સામયિકો તરીકે એમની મુદ્રા હતી.
વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરનું વિવેચન-સંશોધનનું સામયિક “સ્વાધ્યાયં ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે આરંભાયેલું ને એણે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના સંશોધનવિવેચનની ઘણી મોટી કામગીરી બજાવી હતી. એક પ્રકારના મોભાદાર યુનિવર્સિટી જર્નલનું એનું સ્વરૂપ ઘણો વખત જળવાયું હતું. આજે પણ આ સામયિક ચાલે છે.
વાડીલાલ ડગલીની પ્રેરકતાથી, યશવંત દોશીના સંપાદનમાં ૧૯૬૪માં 'ગ્રંથ' શરૂ થયેલું – ગ્રંથાવલોકનના એકમાત્ર અને પૂરા કદના માસિક સામયિક તરીકે. સરજાતા સાહિત્યનાં તથા વિવેચન-સંશોધનનાં પુસ્તકો વિશે પ્રત્યક્ષ વિવેચન આપતા આ સામયિકે સામ્પ્રત સાહિત્યને અવલોકવા-મૂલવવાની ને એમ સાહિત્યિક વાતાવરણને અને ધોરણોને રચવાની એક અત્યંત ઉપયોગી કામગીરી સતત ૨૨ વર્ષ સુધી બજાવી. ૧૯૮૬માં એને બંધ કરવામાં આવ્યું ત્યારે સૌને એની ખરેખર ખોટ વરતાયેલી. (એને બંધ કરવાનાં બહુ કારણો ન હતાં એવું પણ ઘણાંને લાગેલું.) ભારતભરની ભાષાઓમાં પણ કેવળ સમીક્ષાનું આખેઆખું સામયિક ભાગ્યે જ થોડી ભાષાઓમાં હતું – આજે પણ સ્થિતિ એ જ છે.
૧૯૯૬માં શરૂ થયેલા “સંજ્ઞા'ની એક લાક્ષણિકતા એના સંપાદક જ્યોતિષ જાનીની કલ્પનાશીલ સક્રિયતા હતી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કહેલું એમ એ “dynamic' હતું. સામયિકની લાક્ષણિક સાઇઝ, એનું એવું જ લાક્ષણિક મુદ્રણ અને મુખપૃષ્ઠ એની આગવી ઓળખ હતાં. સામગ્રીમાં, એની રજૂઆતમાં અને સંપાદકીય કૌશલમાં એક પ્રકારની સૂઝવાળી અ-રૂઢતા હતી – સુરેશ જોશીની લાંબી (છતાં અધૂરી રહેલી) વિશિષ્ટ, ઉત્તેજક મુલાકાત એનું એક મહત્ત્વનું દૃષ્ટાંત છે. દાયકો ચાલેલા “સંજ્ઞા'એ કેટલાક સ્મરણીય અંકો આપ્યા. પણ, જ્યોતિષ જાનીનું આ સંપાદન-કૌશલ “સંજ્ઞા' પછીનાં એમનાં સામયિક-સંપાદનોમાં જોવા ન મળ્યું. આજનાં સામયિકો માત્ર પ્રકારલક્ષી નિર્દેશો
આજે ચાલતાં – જૂનાં ચાલુ તેમજ છેલ્લા એક દોઢ દાયકાથી આરંભાયેલાં -