________________
પત્રકારની ક્રિયાશીલતા
કિરીટ ભટ્ટ
વાતની શરૂઆત કરું એ પહેલાં જ ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્વગુજરાત કૉલેજ ઑફ જર્નાલિઝમે સંયુક્ત રીતે ઘણા વખતે સાહિત્યના પત્રકારત્વ પડખાને યાદ કરીને આવું સર્વાગી ચર્ચાસત્ર યોજ્યું એટલે અભિનંદન આપવાનું સહેજે મન થાય છે. આવું કાંઈ ન થાય તો પત્રકારોય સાહિત્ય સાથેનો પોતાનો નાતો અવિભાજ્ય છે એ વાત વીસરી જાય અને વધુ ને વધુ ધંધાર્થી થતા જતા પત્રકારત્વમાં રહીસહી સર્જનાત્મકતા, પાંખી મૂલ્ય-પરસ્તી અને નહીંવત્ હેતુલક્ષિતા બુઠ્ઠી થઈ જવાનો ભય રહે છે.
વધારે ભાર દઈને એટલું કહેવાનું મન થાય છે કે આ પરિસંવાદના પ્રયોજકોએ કેવળ ગુજરાતી જ નહીં, પરંતુ અંગ્રેજી વૃત્ત-વ્યવસાયમાં પડેલા ગુજરાતીભાષીનેય યાદ કરીને આ કાર્યક્રમમાં જોડાવાની ખેવના રાખી એટલે ઊંડી પ્રસન્નતાનો અનુભવ થયો. બાકી શ્રી ઝવેરચંદ મેઘાણી અને શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી જેવા ગુજરાતીઅંગ્રેજી પત્રકારો-સર્જકોનો યુગ યાદ કરીએ તો ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનોમાં શ્રી સોમાલાલ શાહ, શ્રી રવિશંકર રાવળ, શ્રી કનુ દેસાઈ, શ્રી ઓમકારનાથ પંડિત સુધીના કલાસર્જકોય અનાયાસ આ સંકુલનો એક ભાગ જ હતા. '
- હવે તો ગતિવિધિ એ સ્થિતિએ આવીને ઊભી છે કે ગુજરાતી સાહિત્ય પરિષદનું વૃત્તાંતનિવેદન પણ લોકહૃદય સુધી પહોંચાડવાની પોતાની જવાબદારી છે, એટલી સમજ પણ મોટા ભાગનાં છાપાંઓએ ગુમાવી દીધી છે. એટલે આ બે મહત્ત્વનાં સર્જક અંગો – સાહિત્ય અને પત્રકારત્વ - જાણે પરસ્પરથી અળગાં થઈ ગયાં છે. આજના પ્રયાસથી બંને જોડવાની પ્રક્રિયા શરૂ થાય તો એ પગલું સત્કાર્ય બનશે એ નિઃશંક છે.
હવે સીધો મારી વાત પર આવું. હું પત્રકારત્વના વ્યવસાયમાં મુખ્યત્વે quiાનિદકની ક્કામગીરી બજાવું છું. સરકારી કાયમી નોકરી મૂકીને આ વ્યવસાયમાં પ્રોમ્પો ત્યારે પ્રધા-પાણી એવા ખ્યાલથી જ આવેલો કે હું પોતે હવે વિશેષ મૂલ્યપરસ્ત